Mojemoj.com

Best Gujarati Blog

“દીકરી એટલે દીકરી” – એક હૃદયસ્પર્શી સત્યકથા

એક શાળા માં એક નવી 30 32 વરસ ની એક શિક્ષિકા ની ભરતી થઇ.. એ શાળા girls school હતી.. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા..


બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ન કરતી કે

” મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો એટલા સુંદર છો કે તમને તો ગમે તે હા પાડી દે .
શિક્ષિકા એક વાત કહે છે બધાને…

એક સ્ત્રી ને 5 દીકરીઓ હતી.. પણ એક પણ દીકરો ન હતો.. એટલે એ સ્ત્રી નો પતિ નારાજ હતો એનાથી..

એ સ્ત્રી ફરી પ્રેગ્નેન્ટ થઇ ને એટલે એના પતિ એ કહ્યું કે જો આ બાળક પણ છોકરી જ હશે ને તો એને હું બહાર રસ્તા માં છોડી આવીશ એનો સ્વીકાર નહિ કરું હું ..

પણ ભગવાન ની ઈચ્છા હોય એ જ થાય છે.. એ સ્ત્રી ને ફરી છોકરી જ આવી.. એટલે એના પતિ એ છોકરી ને ગામ માં થોડે દૂર રસ્તા ના ચોક માં મૂકી આવ્યો… એ સ્ત્રી આખી રાત એ છોકરી ની સલામતી માટે પ્રાથના કરતી રહી…

સવારે એના પતિ ત્યાં ચોક પર જાય છે તો તે છોકરી ત્યાં ને ત્યાં જ હતી કોઈ લઇ નોહ્તું ગયું…એટલે ફરી એ ઘરે લઇ આવ્યો એને..

આવું 4 5 દિવસ કર્યું એણે પણ કોઈ એ છોકરી ને લઇ ન જતું .. ને હવે એ ભાઈ પણ થાકી ગયા તા એટલે ભગવાન ની મરજી સમજી એ છોકરી ને રાખી લે છે…

થોડો સમય જતા એ સ્ત્રી ફરી પ્રેગ્નેન્ટ થઇ આ વખતે એને દીકરો આવ્યો પણ એના આવ્યા પછી એની દીકરી માંથી એક દીકરી મરી જાય છે…

એ પછી એ સ્ત્રી ને બીજા 3 દીકરા આવ્યા પણ દરેક વખતે એક એક દીકરી મરતી જતી .. હવે એ સ્ત્રી ને 4 દીકરા તો આવ્યા પણ દિકરી એક જ રહી..અને એ પણ એ જ કે જેને એ ભાઈ રસ્તા પર છોડી આવ્યા હતા જેને એ સ્વીકારવા નોહતા માંગતા..

થોડા સમય માં એ સ્ત્રી આ દુનિયા છોડી જતી રહી એટલે એક દીકરી ને 4 દિકરા એકલા થઇ ગયા… ને એ ભાઈ એ બધા ની દેખભાળ રાખતા ધીરે ધીરે બધા મોટા થઇ ગયા…
પછી એ શિક્ષિકા કહે છે કે

” તમને ખબર છે કે એ છોકરી કોણ હતી જે બચી ગઈ હતી..

એ હું. ને મેં એટલે લગ્ન નથી કર્યા કેમ કે મારા પિતા હવે વૃદ્ધ થઇ ગયા છે ને એ જરા પણ કામ નથી કરી શકતા.. એટલે મારી કમાણી ઉપર જ અમારું ઘર ચાલે છે ને હું મારા પપ્પા ની દેખભાળ રાખી શકું છું.. કેમ કે મારા ભાઈઓ પાસે પપ્પા પાસે આવવાનો સમય નથી. . છોડી ને જતા રહ્યા છે એ બધા…
અને. પપ્પા હવે દુઃખી થઇ ને કહે છે જે દીકરા મેળવવા મેં તને આટલી તકલીફ આપી એ વિચારી ને હું શર્મિન્દગી અનુભવું છું…..

દીકરી એ દિકરી છે એની તોલે કોઈ ન આવી શકે. દીકરો કદાચ મા બાપ ને છોડી દેશે પણ દીકરી આખરી દમ સુધી મા બાપ નો સાથ નહીં છોડે..

સોર્સ: દીકરી વ્હાલનો દરિયો

‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ પર વાંચી રહેલ આ હૃદયસ્પર્શી વાર્તા તમને ગમી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!