Mojemoj.com

Best Gujarati Blog

ફિલ્મની શૂટિંગ સાથો-સાથ એક મા તરીકેની ભૂમિકા પણ બખૂબી નિભાવી રહી છે આ અભિનેત્રી

‘એ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મ પછી 44 વર્ષીય ખુબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય 2018 માં આવનાર “ફેન્ની ખાન” ફિલ્મથી કમબેક કરશે. આ ફિલ્મમાં એમની સાથે લિડ રોલમાં રાજકુમાર રાવ અને અનિલ કપૂર પણ જોવા મળશે.

ફેન્ની ખાન (Fanney Khan) એક મ્યુઝિકલ કોમેડી ફિલ્મ છે. જેની સંભવિત રિલીઝ તારીખ એપ્રિલ-2018 હોય શકે. હાલમાં આ ફિલ્મનું શુટિંગ સાઉથ મુંબઈના કોલાબા વિસ્તારમાં ચાલી રહ્યું છે.

આટલી વ્યસ્તતા છતાં એશ્વર્યા જાતે આરાધ્યાની સંભાળ લે છે.

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ‘ફેન્ની ખાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઐશ્વર્યા રાય સવારે સાત વાગે સેટ પર પહોંચી જાય છે. બોલિવૂડ એક્ટર અનિલ કપૂર પણ આ જ સમયે સેટ પર આવી જાય છે. બંને કોલાબામાં શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મ શૂટિંગમાં આટલી વ્યસ્ત હોવાં છતા શૂટિંગમાં બ્રેક પડે ત્યારે ઐશ્વર્યા આરાધ્યાને સ્કૂલે મૂકવા તથા લેવા જાય છે.

ઐશ્વર્યા માતા તરીકેની ફરજો બજાવવામાં સહેજ પણ પાછી પડતી નથી. મહત્વનું છે કે, 12-12 કલાક સુધી શૂટિંગ કરે છે ઐશ્વર્યા છતાંય આરાધ્યાનું આ પુરતું ધ્યાન રાખે છે.

18 વર્ષ પછી અનિલ સાથે દેખાશે એશ્વર્યા
વર્ષ 1999 માં, ઐશ્વર્યા અને અનિલ તાલ ફિલ્મમાં એકસાથે જોવા મળ્યા હતા, અને હવે 18 વર્ષ પછી તેઓ આ મ્યુઝિકલ કોમેડી ફેન્ની ખાનમાં સાથે જોડાયા છે.

મોટાભાગનું શૂટિંગ પૂર્ણ
આ ફિલ્મ 75 ટકા બની ગઈ છે. અનિલ કપૂરે પોતાના હિસ્સે આવતા તમામ સીન્સનું શૂટિંગ પૂર્ણ કરી નાખ્યું છે. હવે, ઐશ્વર્યા તથા રાજકુમાર રાવના સીન્સ જ બાકી છે. કહેવાય છે કે, રાજકુમાર રાવને સ્વાસ્થ્ય પ્રોબ્લેમ હોવાથી ફિલ્મનાં શૂટિંગમાં મોડું થયુ.

ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે રોમાન્સ
એ દિલ હૈ મુશ્કિલ પછી 44 વર્ષીય બ્યુટીફૂલ એશ્વર્યા ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

આ ફિલ્મ એક ડચ ફિલ્મ પર આધારિત છે.
આ ફિલ્મમાં એશ ગ્લેમરસ સિંગરની ભૂમિકામાં છે. ફિલ્મમાં એશ પોપ સ્ટારની ભૂમિકા ભજવી રહી છે. તે ફિલ્મમાં અનિલ કપૂરની દીકરીને પોતાનું વજન વધારે હોવાને લઈને ગિલ્ટી ફિલ થતી હોય છે અને એશ તેને આમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ આવતા વર્ષે 13 એપ્રિલના રોજ રીલિઝ થશે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની આ ફિલ્મ ડચ ફિલ્મ ‘એવરીબડી ફેમસ’ પર આધારિત છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!