નનામી ના દર્શન કરવાથી યજ્ઞ કર્યા બરાબરનું પુણ્ય મળે છે – બીજા ફાયદાઓ પણ વાંચો

મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. લાખ કોશિશો કરી લો પણ તેને ટાળી શકાતું નથી. જે વ્યક્તિ જન્મ લે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. પણ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે લઈ જવાતા તેના દેહને તેનું નામ આપવામાં આવતું નથી. આપણે તેને નનામી કહીએ છે. મૃત્યુ થતાં જ વ્યક્તિ અનામ થઈ જાય છે. આપણે ઘણાં લોકોને નનામીના દર્શન કરતા અને કોઈ વિશેષ ભગવાનનું નામ ઉચ્ચારણ કરતાં જોઈએ છીએ. એવું કહેવાય છે કે આમ કરવાથી પુણ્ય મળે છે. શાસ્ત્ર અનુસાર આમ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટો, દુઃખો અને અશુભતા નાશ પામે છે.

નનામીને જોઈને શિવ નામ સ્મરણ કરવાથી મૃત વ્યક્તિને મુક્તિ મળે છે. આ નિયમ એવો છે કે જેને અપનાવવાથી વ્યક્તિને લાભની પ્રાપ્તિ તો થાય જ છે પણ તેની ભટકતી આત્માને શાંતિ મળે છે. મનુસ્મૃતિ ગ્રંથમાં આ વિશે ઉલ્લેખ છે. જેમાં કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિના શબને લઈ જતી વખતે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે માર્ગમાં ગામ જરૂર આવે.

મૃત આત્મા માટે કરો પ્રાર્થના

શબ યાત્રાને જોઈે ત્યાંથી પસાર થતાં લોકો થોડી વાર માટે રોકાઈ જાય છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે. આ હિંદૂ ધર્મનો એક મુખ્ય નિયમ છે. જે પ્રમાણે શબયાત્રા જોઈને આપણે દરેક મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. એનાથી મૃત આત્માને શાંતિ મળે છે.

ધાર્મિક દ્રષ્ટિકોણ સિવાય જ્યોતિષની ભાષામાં પણ શબયાત્રાના દર્શન થવા શુભ ગણાવ્યું છે. માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ શબ યાત્રાને જુએ છે તો તેના અટકી પડેલા કાર્યો પૂરા થવાની સંભાવના વધી જાય છે. એના જીવનના દુઃખ પણ દૂર થઈ જાય છે. તેની મનોકામના પૂર્ણ થઈ જાય છે.

યજ્ઞની બરાબર મળે છે પુણ્ય

પુરાણોમાં એવું વર્ણન જોવા મળે છે કે જે વ્યક્તિ બ્રાહ્મણની અર્થી ઉઠાવે છે તેને પોતાના દરેક કદમ પર એક યજ્ઞ જેટલું પુણ્ય મળ છે. માત્ર પાણીમાં ડુબકી મારવાથી તેનું શરીર પવિત્ર માનવામાં આવે છે. હિંદૂ શાસ્ત્રો અનુસાર જો કોઈ બ્રાહ્મણ કોઈ અન્ય બ્રાહ્મણના શબને પોતાના સ્વાર્થ કે પૈસા માટે ઉઠાવે છે તો 10 દિવસ સુધી તે અશુદ્ધ રહે છે.

સોર્સ: સંદેશ

Leave a Reply

error: Content is protected !!