Skip to content
૧. ઘરનાં સ્વજનો કે હાથ નીચેના માણસો બોલે તે પહેલાં તમારા હોઠ ન ખોલો. એનાથી તમને તેમને સાંભળવાની તક મળશે.
૨. તમે જેટલું મૌન ધારણ કરશો, સામેની વ્યક્તિ તેટલું વધારે બોલશે અને તમને તેની મનોવૃત્તિ પારખવાની તક મળશે, તેમના ઈરાદાની તમને ખબર પડશે.

૩. વ્યંગ્યબાણો છોડવાથી કે આક્ષેપો કરવાથી તમારો અહંકાર સંતોષાશે પણ તેની બહુ મોટી કિંમત તમારે ચૂકવવી પડશે.

૪. બકવાટીઆ લોકોની જીભને નાથવા સરસ્વતી તેની જીભે બેસીને અવળી વાળી ઉચ્ચારાવતી હોય છે.

૫. ઈશ્વર બઘું જ કરે છે, છતાં ચૂપ રહે છે કારણ કે તેને ખબર છે કે મૌન સર્વોત્તમ ભાષા છે.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ પરની આ પોસ્ટ ઉપયોગી લાગે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.
error: Content is protected !!