Mojemoj.com

Best Gujarati Blog

પોતાની પત્ની માટે કોઈ આવી વસ્તુઓ પણ લઇ જઈ શકે? – જોઇને ચોંકી જશો

ચીન : આજની નવી પેઢી સમયની સાથે-સાથે બદલી રહી છે. સામાન્ય રીતે દરરોજ હ્રદયને સ્પર્શ કરનાર ન્યુઝ સમાચાર પત્રમાં આવતી રહે છે. દરેક માણસનાં જીવનમાં કોઈને-કોઈ તો ખાસ ચીજ હોય જ છે. જેને તે પોતાની જાત કરતા પણ વધું સાચવતો હોય.

એવાંમાં અમે તમારાં માટે એક એવી જ અજબ ખબર લઈને આવ્યાં છીએ કે, તમારાં હોંશ ઉડી જશે. વાત જાણે એમ છે કે, ચાઈનાનાં એરપોર્ટ પર 25 નવેમ્બરે એક એવી ઘટના બની કે બધાં આશ્ચર્યચકિત સાથે રડમસ થઈ ગયા. સામાન્ય રીતે આપણે આપણી કોઈ જૂની યાદને સાચવી રાખવા માટે ઘણી બધી કિંમતી કે નકામી વસ્તુઓ પણ સાચવીને રાખતાં હોઇએ છીએ. જેથી આપણાં જીવનની એ સૌથી સુખદ પળોને આપણે યાદ કરી શકીએ, વાગોળી શકીએ. પણ ચાઈનાનાં એરપોર્ટ પર એક વ્યક્તિનાં ચેકિંગ સમયે બેગમાંથી કંઈક એવું મળ્યું કે બધાં મોઢામાં આંગળી નાખી ગયા. ચાલો જાણીએ સાચી હકીકત વિશે..

થોડા દિવસો પહેલા ચીનનાં એક એરપોર્ટ પર યાત્રિકોનાં સામાનની તપાસણી દરમિયાન એક વ્યક્તિના બેગમાંથી દિલ હચમચાવી દે એવી હકીકત બહાર આવી. પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસે જ્યારે એ બેગ તપાસી તો તેમાં ઢગલો કોકરોચ (જીવડાં) નીકળ્યા.

આટલા બધાં કોકરોચનો ઢગલો જોઈને ઘણાં લોકો ગભરાઈ ગયા, એરપોર્ટમાં લોકો ચીસો પાડવા લાગ્યા. કેટલાંક પોલીસ કર્મીઓ પણ આ બાબતથી હેરાન થઈ ગયાં. જ્યાં વાત કોંક્રોચ કે છીપકલીને હોય ત્યાં સામાન્ય રીતે મહિલાઓ સૌથી પહેલાં ડરતી હોય છે એટલે જ એરપોર્ટ પર એકસાથે આટલા જીવડાં જોઈને બૂમ-બરાડા શરૂ થાય એ સામાન્ય વાત હતી. ઉપલબ્ધ જાણકારી મુજબ ત્યાં હાજર કેટલાંક લોકો તો કોકરોચ જોઈને ઉલ્ટી કરવા લાગ્યા હતાં.

આપણને પ્રશ્ન થાય કે, વળી, આ જીવડાંઓથી કોઈની યાદો સાથે શું કનેક્શન હોઇ શકે? આ વસ્તું વિચારીને જ બધાં હેરાન હતાં. જો કે, આખી ઘટનાનું સત્ય બહાર આવતાં લોકોનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.

દરેક પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય છે. હંમેશા પતિ પોતાની પત્નીને રાજી કરવા માટે મોંઘી-મોંઘી ભેટ-સોગાદો લાવતો હોય છે. પણ જ્યારે એરપોર્ટ પર આ વ્યક્તિએ એવું કીધું કે, હું આ કોકરોચ મારી પત્ની માટે લઇ જઇ રહ્યો છું ત્યારે ત્યાં હાજર બધાં લોકો દંગ રહી ગયા. વળી, પત્નીને આવી ગિફ્ટ કોણ આપે?

પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, જ્યારે આ માણસને આ કોકરોચ લઈ જવાં વિશેનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે ‘ એ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને તેણીને એક ઘાતક બીમારી છે. એ બીમારીનો ઈલાજ કરવા માટે જે દવાની જરૂરત હતી એ દવા કોકરોચથી બનતી હતી.’ એ વ્યક્તિએ જણાવ્યું કે, મારી પત્નીનાં ઇલાજ માટે જ હું આ કોકરોચ સાથે લઇ જઇ રહ્યો છું. એ માણસની આ વાત સાંભળીને ત્યાં હાજર પોલીસ કર્મી સહિત બધાંની આંખોમાં આંસુ આવી ગયાં. પતિ-પત્ની વચ્ચેનો આવો સાચો પ્રેમ-વિશ્વાસ જોઈને એરપોર્ટ પર હાજર બધાં રીતસરનાં રડી પડ્યા.

મિત્રો, આપણે ક્યાં લૈલા-મજનું કે હિર-રાંજાને જોયા છે? કદાચ એ અમર થઈ ગયેલ યુગલો પણ આજે હોત તો તેઓ પણ આ અદ્ભૂત પ્રેમ, લાગણી અને વિશ્વાસનાં આવા ઉમદા દ્રશ્યો જોઈને રડી પડે !!

એક ને વાગે ને બીજાને દર્દ થાય એનુ નામ ”પ્રેમ”
દિલ ભલે ધબકતા હોય જુદા-જુદા પણ…
ધબકારા બન્નેને સાથે સંભળાય એનુ નામ ”પ્રેમ”

ભાવાનુવાદ – ઈલ્યાસભાઈ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ની આ પોસ્ટ જો પસંદ આવી હોય તો જરૂર શેર કરજો. અમારી અનુમતિ વગર કોપી-પેસ્ટ કરવી નહિ.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!