રબને બનાદી જોડી – ઇટાલી માં ૨૨ રૂમ નો વિલા હનીમુન માટે બુક કર્યો
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ ઈટાલીના બોર્ગો ફિનોશિટો વાઈનયાર્ડ રિસોર્ટમાં લગ્ન કરી લીધા છે.

એએનઆઈ રિપોર્ટ પ્રમાણે, બંનેએ આજે(11 ડિસેમ્બર) લગ્ન કરી લીધા છે. ચર્ચા છે કે આ બંને ભારતીય સમય પ્રમાણે, આજે રાત્રે આઠ વાગે લગ્નની સત્તાવાર જાહેરાત કરશે.
અનુષ્કા શર્માએ ફિલ્મ ‘રબને બના દી જોડી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
અહીંયા કર્યાં લગ્નઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંનેએ ઈટાલીમાં સવારના સમયે લગ્ન કર્યાં હતાં.
એક અઠવાડિયા માટે આ વીલા બુક કરવામાં આવ્યો છે. આ માટે 1,10, 000 યુરો એટલે કે 84 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યું છે.
આ વિલા 13 ડિસેમ્બર સુધી બુક કરવામાં આવ્યો છે. મિલાનથી આ રિસોર્ટ 300 કિમી દૂર છે. જ્યારે ઈટાલિયન સ્ટેશન સિએનાથી આ માત્ર 34 કિમી દૂર છે. આ વિલામાં 22 રૂમ છે, જ્યાં એક સમયે માત્ર 44 લોકો જ રહી શકે છે.
બંનેનું રિસેપ્શન 26 ડિસેમ્બરના રોજ JW Marriott અથવા Four Seasons આ બેમાંથી એક જગ્યાએ યોજવામાં આવશે.