ખુબ જ ઉપયોગી ફટકડીના આ ૨૦ ઉપયોગ/ફાયદા વાંચીને ચોંકી જશો

ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે.

આ અનોખી વસ્તુ એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આમ ફટકડી કેટલીક સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણો અને તેના અનોખા ઉપયોગ અને ફાયદાઓ વિશે.

-ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. મેગ્નેશિયમ હ્યૂમન સેલ્સનો મહત્વપૂર્ણ ભાગ છે. જે બોડીમાં 300થી પણ વધારે એન્જાઈમ્સને રેગ્યૂલેટ કરી આપણને હેલ્ધી રાખે છે.

-સલ્ફેટ બ્રેન ટિશ્યૂઝ બનાવવામાં મદદ કરે છે અને બોડીમાં ન્યૂટ્રિઅન્ટ્સ એબ્સોર્બશન વધારે છે. આ બોડી ટોક્સિન્સ નીકાળે છે.

ફટકડીનું રાસાયણિક નામ પોટૅશિયમ ઍલ્યુમિનિયમ સલ્ફેટ છે. સામાન્ય રીતે આ સફેદ ટુકડાનો ઉપયોગ આપણે બાળકોની નજર ઉતારવા માટે અથવા દાઢી પત્યા પછી દાઢી પર ઘસવાના કામમાં જ ઉપયોગ કર્યે છીએ. પણ ખરેખર તો ફટકડી ખૂબ જ ઉપયોગી વસ્તું છે. ફટકડી વૉટર-પ્યૉરિફાયર, ઍન્ટિ-બાયોટિક, ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-પર્સ્પિરન્ટ અને ઍન્ટિ-સેપ્ટિક તરીકે પણ કામ આપે છે.

ફટકડીના આરોગ્ય વિષયક ફાયદા ઘણા બધા છે. આયુર્વેદમાં તેના ઘણા ફાયદા અને ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે. જેવા કે, ઘા પડવો, ઇજા થવી, ચામડીનું બળી જવું, દાંતનો દુખાવો વગેરે માટે ફટકડી ઘરમાં હાથવગી જ રાખવી જોઈએ. ચાલો જાણીએ કઈ સમસ્યામાં કઈ રીતે ફટકડીનો ઉપયોગ કરવો.

મોંઢાની સ્વચ્છતા માટે

ગળું બેસી ગયું હોય, મોંમાં બૅક્ટેરિયા વધી જવાને કારણે વાસ આવતી હોય, ગળામાં ખિચ-ખિચ હોય, ગળામાં વારંવાર કાકડા થતા હોય ત્યારે ગરમ પાણીમાં ચપટીક ફટકડી અને એક ચમચી હળદર મેળવીને એના કોગળા કરવાથી ઘણો ફાયદો થાય છે. ફટકડીનાં પાણીથી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો દૂર થાય છે.

ફટકડીનો બ્યુટી પ્રોડક્ટ તરીકે ઉપયોગ

ફટકડી સસ્તી બ્યુટી-પ્રોડક્ટની ગરજ સારે છે. દોઢથી બે ગ્લાસ ગરમ પાણીમાં બે ચપટી ફટકડીનો પાઉડર નાખીને ઉકાળવું. આ પાણી ઠારીને સહેજ હૂંફાળું હોય ત્યારે એનાથી ચહેરો સાફ કરવામાં આવે તો ત્વચાની ઉપરની અશુદ્ધિઓ દૂર થાય છે, કરચલીઓ ઓછી થઈને ત્વચા ટાઇટ થાય છે, વર્ણ ખીલે છે અને ખીલ-ફોલ્લી જેવું વારંવાર થતું હોય તો એ પણ મટે છે. શેવિંગ પછી જેમ ફટકડી લગાવવામાં આવે છે એમ વૅક્સ કરાવ્યા પછી ત્વચા પર ફટકડી ફેરવવાથી ત્વચા સારી થાય છે.

પરસેવાની દુર્ગંધ દુર કરે

જો તમારા પરસેવામાં દર્ગંધ આવતી હોય તો તમે ગમે તેટલા ડીઓડ્રન્ટ અને પરફ્યુમ વાપરો તો થોડી કલાકમાં તેની સુગંધ ઉડી જશે અને ફરી દુર્ગંધ આવવા લાગશે. આ માટે ફટકડીનું ચૂર્ણ તૈયાર કરી તેને પાણીમાં ભેળવી ન્હાવાથી શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધ સદા માટે દૂર થઈ જશે.

પાણી શુદ્ધ કરવા માટે

પહેલાંના જમાનામાં વરસાદના પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ થતો. એનાથી પાણીમાંનો મેલ, કચરો અને જંતુઓ નીચે બેસી જાય અને ઉપરથી પાણી ગાળી લેવાથી એ શુદ્ધ થઈ જાય છે.

ઘાવમાંથી નીકળતું લોહી બંધ થાય

જ્યારે પણ ઘામાંથી લોહી વહી જતું હોય ત્યારે ફટકડીનો પાઉડર ડાયરેક્ટ લગાવવાથી કે ફટકડી ફેરવેલા પાણીથી એ ઘાને સાફ કરવામાં આવે તો લોહી નીકળતું અટકે છે.

આંખની તકલીફ દુર થશે

આંખ આવી હોય, આંજણી થઈ હોય કે વારંવાર ચીપડા બાઝતાં હોય તો આંખની સફાઈ માટે ફટકડી વાપરી શકાય છે. ફટકડી નાખેલા હૂંફાળા પાણીમાં રૂનું પૂમડું બોળીને એનાથી આંખને સાફ કરવાથી ઇન્ફેક્શન ઘટે છે.

ઉધરસમાં અક્સીર ઉપાય

ઉધરસ અને જૂના દમ જેવી બિમારીમાં ફટકડી ખૂબ ઉપયોગી નીવડે છે. ફટકડીનું ચૂર્ણ મધ સાથે લેવાથી ઉધરસ અને દમની બિમારી દૂર થાય છે.

વાળમાંથી જૂં દુર કરવા

ફટકડીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે વાળમાં થયેલી જૂં નો પણ સફાયો કરે છે. નીયમીત રૂપે ફટકડીના પાણીથી માથું ધોવાથી થોડક જ દિવસોમાં જૂં ગાયબ થઈ જાય છે.

મિત્રો, અહીંયા ફટકડીના બાહ્ય પ્રયોગો વધુ જણાવ્યા છે, પણ જ્યારે ફટકડીનો મોંઢા દ્રારા દવાની જેમ ઉપયોગ કરવાનો હોય ત્યારે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

સંકલન – ઈલ્યાસભાઈ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ પોસ્ટ તમને ગમે તો જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!