કોલેસ્ટ્રોલ ની તકલીફ હોય એમના માટે બેસ્ટ – ઓઇલ ફ્રી થાળી કઈ રીતે બનાવશો?

તેલ ને લીધે કોલેસ્ટ્રોલ ની તકલીફ હોય એમના માટે બેસ્ટ. ગુવારનુ શાક ….મગ…. જુવાર – જવની રોટી ….કચુમ્બર ….પાપડ ..સાથેની ઓઈલ ફ્રી હોમ મેઈડ થાળી બનાવતા શીખીએ.

શાક ની રેસીપી ….

ગુવારને બાફતી વખતે જ લસણ , મીઠું , મરચું , વાટેલો અજમો , ગોળ ….આ બધું ઉકળતા પાણીમાં એડ કરવું ….છ થી સાત વ્હીસલ કરવી ….થોડીવાર કડાઇમાં ચચડાવવુ એટલે પાણી બળી જાય અને સ્વાદ બેસી જાય …..

ઑઇલ ફ્રી ખાટ્ટા અથવા રેડ મગ …

ખાટ્ટા મગ કરવા હોય તો દહીં મા ચપટીક લોટ મીક્સ કરી એમાં આદુ, મરચાં , લસણ , મીઠું , મરચું , હિન્ગ , ધાણાજીરું ….બધું નાખીને પાચ મીનીટ આ મીકસર ઉકાળવું ….વાટેલા સુકા લાલ મરચાં ની કટકી અથવા પાઉડર અને શેકેલું આખુપાખુ જીરું એડ કરીને બાફેલા મગ પણ એડ કરીને ઉકાળવું ….
રેડીયા મગ કરવા હોય તો બાફેલા મગમા બધો લીલો અને સુકો મસાલો એડ કરીને ઉપરથી શેકેલા લાલ મરચાં ની કટકી અને શેકેલું જીરું એડ કરવું …..
આ જ પ્રયોગ અડદની છડી દાળમાં પણ કરી શકાય … આ બંન્ને આઇટેમ ઓઇલના એકપણ ટીપાં વગર પણ એકદમ ટેસ્ટી બને ….
મગ કે છડીદાળ બંન્ને મા વઘાર વગર બનાવ્યા પછી ઉપરથી થોડું ગરમ ઘી નાખીને પણ ખાઇ શકાય…

જુવાર અને જવની રોટલી ….

આ બંન્ને લોટ વક વગરના હોય એટલે પાણી નાખતાં જ્ઇએ ને મસળતા જ્ઇએ તો જ ટેક્સચર બનશે …..થાબડી ને કે વણીને રોટલી બનાવ્યા બાદ તવા પર મુકીને પાણીનો હાથ ફેરવવો જેથી અટામણ લુછાય જાય ….મલમલ જેવું સ્મુધ કાપડ લ્ઇ તેમાં આ રોટલી ઉતારવી જેથી રોટલી સ્મુધ રહે …..

મેથીયા નો મસાલો ગાજર, ટીન્ડોરા કે કાચી કેરી પર ચડાવી ને ઓઇલ ફ્રી કચુમ્બર બનશે

બસ ત્યારે, બની ગયી તમારી ઓઈલ ફ્રી થાળી. જો એવું લાગે કે બીજા મિત્રો સાથે શેર કરવાથી એમને પણ ફાયદો થશે, તો જરૂર શેર કરજો.

રસોઈ માટે વિવિધ વિષય પર ગુજરાતીમાં ઘણા પુસ્તકો પણ ઉપલબ્ધ છે. યાદી જોવા અહી ક્લિક કરો

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર આ રેસીપી આપ અમદાવાદના જ્યોતિબેન ઠાકર ના સહયોગ થી વાંચી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!