આજની સ્વાદિષ્ટ વાનગી – વડી રીંગણનું શાક
આજે માણીશું માનસીબેન પાઠક દ્વારા મોકલેલ મજ્જેદાર ‘વડી-રીંગણ’ ના શાકની રેસીપી
વડી રીંગણનું શાક બનાવવા જોઈતી સામગ્રી
રીંગણ
ચોળાની વડી
આદું
લીલા મરચાં
હિંગ
હળદર
મરચું
મીઠું
વડી રીંગણનું શાક બનાવાની રીત
સહુ પહેલા, વડી ને ઘી માં શેકી લો. સોનેરી ઘેરો બદામી રંગ થવા દો. ઘી વધુ લેવું જેથી વડી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગશે.

વડી શેકાઈ ગયા પછી એને parboil કરી લેવી.
વડી ને parboil કર્યા વિના સીધું પણ શાક વઘારી શકાય, પણ ઘણી વાર વડી ચડે નહીં, અને રીંગણ વધુ ચડી જાય એવું બને.
પ્રમાણસર તેલ માં આગળ પડતી હિંગ, આદું મરચાં પૂરતા પ્રમાણમાં સાંતળીને રીંગણ વધારવા અને પછી વડી ઉમેરવી.
પોતાને ભાવતા સ્વાદ મુજબ વેરીએશન લાવી શકાય. પણ, આદું મરચાં ની તીખાશ વધુ સારી લાગે છે.
વડી અગાઉથી કૂક કરી રાખી હોય તો શાક માં ગરમ પાણી ફક્ત છાંટીને કૂકરમાં બનાવવું. છૂટું વધારવું હોય તો એમ પણ થઈ શકે. આ શાક શિયાળામાં ફુલકા રોટી સાથે ખૂબ સરસ લાગે છે.
રેસીપી મોકલનાર – માનસીબેન પાઠક
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકેલી આ રેસીપી જો તમને ગમે તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો.
નોંધ: આ રેસીપી કોપી-પેસ્ટ કરીને લીંક વગર બીજે મુકવાની મનાઈ છે.