શીત કાળ હેમન્ત અને શીશીર માં માણસ ને ઉતમ બળ મળે છે. બળવાન અને પુષ્ટ થયેલા માણસ નો જઠરાગ્નિ હેમંતઋતુ માં ઠંડી ને કારણે રોમકૂપો સંકોચાતા બહાર નિકળતો નથી અને અંદર જ રહેતો હોવાથી પ્રબળ બને છે પ્રબળ બનેલો અગ્નિ શીત ઠંડક ને લીધે ઉતપન્ન થયેલા વાયુથી વધુ બળવાન વને છે.
આ ઋતુ માં જઠરાગ્નિ પ્રદિપ્ત હોય માટે જો પુરતો ખોરાક ના મળે તોહ રસ આદિ ધાતુઓને પચાવવા લાગે .તેથી આ ઋતુ માં શીતકાળ માં મધુર રસ ,અમ્લ અને લવણરસ વાળા ખોરાક લેવા . માટે આ ઋતુ માં વસાણા- પાક લઈ શકાય અગ્નિ પ્રબળ હોવાથી, સહેલાઈથી પચી જાય .
હેમંત ઋતુ શીયાળા માં રાત લાંબી હોય છે ,તેથી સવારમાં વહેલા ભૂખ લાગે છે .માટે સવારે વહેલા વાતનાશક તૈલ (તલ નુ તેલ લઈ શકાય ) થી શરીરે માલિશ કરવી કેમકે માલિશ થી ચામડી માં રુક્ષતા દુર થાય ,અંગો માં લચકીલા પણુ આવે ,હાડકા મજબૂત થાય.માથે પણ તૈલ લગાવવું .કસરત કરવી.
ખોરાક માં ગહું નો લોટ,અડદ ,શેરડી અને દુધ માથી બનવેલી વસ્તુ ઓ નું સેવન કરવું .આદુ,આમળા ,લીલી હળદર ,પાલક ,મેથી ,તાંદળજો ,શક્કરિયા ,મૂળા ,લીલી ડુંગળી ,લીલુ લસણ ,ગાજર ,લીલા શાકભાજી ,તલ ,ગોળ ,ગુંદર ની રાબ ,અડદીયા પાક્, મેથી ના લાડું ,વગેરેહ નો ભરપૂર ઉપયોગ કરવો.
સુંઠ ગોળ દેશી ગાય ના ઘી ની ગોળી ઓ ચાવી જવી .અગ્નિ પ્રદિપ્ત થશે અને સ્ફ્રુતી અને રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી ખાંસી સામે રક્ષણ આપશે .
રાજકોટ ની પ્રખ્યાત ચીક્કી ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો
સ્નાન શૌચાદી ક્રિયા માં ગરમ પાણી નો ઉપયોગ કરવો હિતાવહ છે .સુતરાઉ જાડી ચાદર ,રેશમી વસ્ત્ર ,કંતાન કે ગરમ કામળી પાથરેલી પથારી ઉપર હલ્કું તથા ગર્મ વસ્ત્ર ઓઢી ને સુઈ જવું .તડકે તાપ લેવો .પગરખા મોજા પહેરી રાખવા. :; રાત્રી ઉજાગરા ના કરવા તેમજ વાયુ વર્ધક વાયડી ચીજ્વસ્તુ ઓ ના ખાવી.
આઇસ્ક્રીમ ,ઠંડાપીણા વગેરેહ ના લેવા .
સ્વાસ્થ્ય નું રક્ષણ ઇચ્છતા આ ઋતુ માં નિષ્ણાંત વૈદ્ય પાસે શાસ્ત્રોકત પંચકર્મ કરાવવું. શરીર માથી જુનો કચરો મળ કાઢી ને કોષો ને જીવંત વતા બનાવવા .જેથી બારેમાસ સ્વસ્થ રહે શકાય .
-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S) & વૈદ્ય વંદના ખત્રી(B.A.M.S)