શિયાળામાં માણવા જેવી અદ્ભુત વાનગી એટલે – લસણનું કાચુ

શિયાળાની થરથર કાંપતી ઠંડી રાત હોય અને રોજ નવી રેસીપી જાણવા મળતી હોય તો બીજું શું જોઈએ.

લસણનું કાચું બનાવવા જરૂરી સામગ્રી:

એક લીલું લસણ નો ઝૂડો (લગભગ ૩૦૦-૪૦૦ ગ્રામ, અને બની શકે એટલું કુમરુ)
ગરમ મસાલા -સ્વાદ અનુસાર
બારીક કાપેલા લીલા મરચા
મીઠું સ્વાદાનુસાર
ઓપ્ટ્સનલ આદુ ની સળી અથવા આદુ નો પેસ્ટ
૨-૩ મધ્યમ સાઈઝ ના બટાટા


૪-૫ ચમચી તેલ
થોડા સમારેલા લીલા ધનિયા ગાર્નિશ માટે
૩-૪ ચમચી કારા મારી ડરેલા ગાર્નિશ માટે.
કોપરું ની છીણ, તલ – ગાર્નિશ માટે

ઓપ્સ્નલ : (નોન -વેજ માટે)

૪-૬ ઈંડા
૧૦૦ ગ્રામ ચિકન કે મટન ની કલેજી
૧૦૦ ગ્રામ ચિકન કે મટન નો ખીમો
અને હા નવસારી માં તો ભેજા પણ નાખે છે

લસણનું કાચું બનાવવાની રીત :

સર્વ પ્રથમ લસણ ને સમારી ને જેટલું ઝીણું કાપ્પાય એટલું ઝીણું કાપવું…
બટાકા ને બાફવા, બટાકા ઠંડા પડે એટલે એને લસણ માં મોસરી ને મિક્સ કરવા, (નોન -વેજ જો ઉમેરવું હોઈ તો એને પણ બાફી ને ઝીણું કાપી ને આમાં મિક્સ કરવું ) હવે ઉપ્પર લખેલા મસાલા અથવા મનપસન્દ મસાલા ને મિક્સ કરવા અને તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું…
હવે આને એક સેર્વિંગ ડીશ માં એક સરખું પાથરી એના પર ઉપ્પર દરસાવેલ ગાર્નિશ થી ગાર્નિશ કરી ૬-૮ કલાક રહેવા દેવું… જેથી લસણ અને બધા મસાલા બરાબર અન્થી જાય …..
સર્વ કરો જુવાર કે બાજરા ના રોટલા સાથે

રેસીપી મોકલનાર – મૂળ નવસારીનાં અને અમેરિકા સ્થિત મિત્ર સંજયભાઈ ગાંધી પાસેથી

Leave a Reply

error: Content is protected !!