Mojemoj.com

Best Gujarati Blog

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા સી.એન. વિદ્યાલયના આચાર્ય એ લખેલી પોસ્ટ વાંચવા અને વિચારવા જેવી છે

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા સી.એન. વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ત્રિવેદીએ લખેલી આ પોસ્ટ વાંચવા અને વિચારવા જેવી છે…..

એક અજીબ ઘટના સામે આવી……

એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુ ત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી.
ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી.ફિલ્મો નું આધળું અનુકરણ

સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..?

મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિ થી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં.

પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૃ કરીએ.

(1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે…

(2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી પણ ઉજવણી) ખરેખર તો પજવણી બની ગઈ છે. હવે લોકો રાક્ષસી આનંદ લેતા થયા છે. રાત્રે બાર વાગ્યે જન્મદિવસ વિશ કરવાનો પણ અવ્યવહારિક ચાલ શરૃ થયો છે. કેક મોંમાં પર લગાડીને ચહેરાને બગાડી દેવાનું પણ હવે રિવાજ બની ગયું છે.

(3) સી.એન.ના આચાર્ય ત્રિવેદી સાહેબે જે ચિંતા અને નિસબત વ્યક્ત કરી છે.

જે મિત્રોને આ પોસ્ટ વિચારવા જેવી લાગે તે મિત્રો તેને શેર તો કરે જ,….

આલેખન.. રમેશ તન્ના

મારો પ્રતિભાવ

માત્ર શેર કરીને હું સંતોષ નહિ અનુભવું..કારણ જ્યારે છેલ્લો દિવસ ફિલ્મ આવી અને એણે કહેવાતી ધૂમ મચાવી ત્યારે જ મેં દિવ્યભાસ્કરમાં લેખ લખીને તેની ઝાટકણી કાઢેલી.. ખાસ આ જ ઘટનાનો ઉલ્લેખ કરી લખેલું કે તમારા દીકરાને જન્મદિને કોઈ પછાડે કે તે બીજે દિવસે exam માં બેસી ન શકે તેટલો ઘાયલ કરે તો તમે માં-બાપ તરીકે આ સહન કરી લેશો ?? કેક ખાવા માટે છે કે મોઢું ચીતરવા માટે ??

સ-ખેદ કહેવું પડે કે ત્યારે સારા વખણાયેલા યુવા icon ગણાતા કોલમ writers એ મારી વાતને બુઢિયા ના ચશ્મા પહેરનાર કહી વખોડી હતી…. એ ફિલ્મને સેન્સરમાંથી જ કેમ ના અટકાવી તે મને ત્યારે જ પ્રશ્નાર્થ હતો !!

વિરોધ કરવા નીકળનારા આવા લબાડ વિચારનો વિરોધ કેમ નથી કરતા તે જ સમજાતું નથી…
ગુજરાતને તો ભગવાન જ બચાવે..

– દુઃખવશ..ભદ્રાયુ

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!