50 વર્ષોથી વેરાન ભારતના આ સ્ટેશનથી, પસાર થતાં થરથર કાંપે છે લોકો
આપણાં દેશમાં એક એવું ભૂતિયું રેલ્વે સ્ટેશન છે જેની આસપાસ છેલ્લાં 50 વર્ષોથી કોઇપણ ભટકતું નથી. કોલકત્તાથી 2060 કિમી દૂર બેગનકોડાર સ્ટેશન ઉપર સફેદ સાડીવાળી ચુડેલનો એવો ખોંફ છે કે આ સ્ટેશન ઉપર હંમેશાં સન્નાટો જ જોવા મળે છે. અહીં કોઇપણ ટ્રેન ઊભી રહેતી નથી અને કોઇ સવારી પણ અહીં આવતી નથી. હાલમાં જ એક રિસર્ચ ટીમે અહીં રાત પસાર કરીને આ ભૂતિયા સ્ટેશનના ઘણાં રહસ્યો ખોલ્યાં. આ લેખમાં આગળ જાણો શું અહીં સાચું ચુડેલ છે કે નહીં?

– આ સ્ટેશનને 1962માં બનાવવામાં આવ્યું હતું. થોડાં સમય સુધી અહીં બધું જ ઠીક રહ્યું, પરંતુ 1967માં અહીંના લોકોએ ભૂત દેખાવાનો દાવો કર્યો, જેના પણ આ સ્ટેશન સૂનસાન રહેવા લાગ્યું.
– જોકે, 1967માં અહીંના સ્ટેશન માસ્ટરે પુરલિયા વિસ્તારમાં રેલ્વે લાઇનની પાસે સફેદ સાડી પહેરેલી એક મહિલાનું ભૂત જોવાનો દાવો કર્યો હતો. થોડાં દિવસ પછી તે સ્ટેશન માસ્ટરની મૃત્યુ થઇ ગઈ. અફવાહ ફેલાવા લાગી કે તે ચુડેલે જ સ્ટેશન માસ્ટરને મારી દીધા છે.
– દાવો કરવામાં આવે છે કે આ તે જ મહિલાનું ભૂત છે, જેની ટ્રેન સાથે અથડાઇને મૃત્યુ થઇ ગઈ હતી. કોઇના કહેવા પ્રમાણે તેણે અહીંથી પસાર થતી વખતે સફેદ સાડીમાં એક મહિલાને પ્લેટફોર્મ ઉપર નાચતાં જોઇ, તો કોઇએ તેને રેલ્વે પાટાની આસપાસ જોવાની વાત કહી.
– થોડાં સમય પછી આ સ્ટેશનને એક ટ્રેનનો હોલ્ટ બનાવવામાં આવ્યો પરંતું આ કહાણીઓ એટલી ઝડપી ફેલાવા લાગી કે રેલ્વે કર્મચારી પણ ભયભીત થવા લાગ્યા અને તેમણે અહીં કામ કરવાની ના પાડી. કર્મચારી અહીં પોસ્ટિંગ કરાવતાં પણ ડરતાં હતાં. સ્ટેશન માસ્ટર વિના અને સિગ્નલ મેનના સ્ટેશન ચાલૂ રાખવું સંભવ હતું નહીં, માટે આ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું.
હકીકત શું છેઃ-
– હાલમાં જ બેંગ્લોરની પેરાનોર્મલ રિસર્ચ કરનારી ટીમે આ સ્ટેશનની અંદર રાત પસાર કરી હતી. ટીમ પ્રમાણે અહીં એવી કોઇ પ્રેત આત્મા કે પેરાનોર્મલ એક્ટિવિટી હોવાનો સંકેત મળ્યો નહીં. તે પછી લોકોનો ભય થોડી હદે ઓછો થઇ ગયો છે.
સોર્સ: દિવ્યભાસ્કર