૩૮ વર્ષ સુધી સરખો ખોરાક નથી ખાધો આ ભાઈએ – કારણ વાંચવા જેવું છે
કલ્પના કરો કે તમારે એક વર્ષ સુધી કોઇ ઘન ખોરાક ખાધા વિના માત્ર પ્રવાહી ખોરાકને સહારે જ જીવવું પડે તો ?કરી શકો ?અલબત્ત,નહી જ !ગુજરાતીઓ માટે તો આ અશક્ય છે !ધગધગતા રોટલા,પાઉંભાજી,સેવઉસળ,ઢોકળા-આ બધું ખાધા વિના વર્ષ તો શું અઠવાડિયું પણ ના જાય !અલબત્ત,મહારાષ્ટ્રની એક વ્યક્તિએ એક-બે નહી પણ લાગલગાટ આડત્રીસ વર્ષ સુધી સરખો ખોરાક નહોતો લીધો!અને એની પાછળ એની મજબુરી એ હતી કે એનું મુખ જ નહોતું ખુલી શકતું…!

મહારાષ્ટ્રના પુનામાં રાજીવ નગર ખાતે રહેનારા રાજેન્દ્ર પંચાલ નામના વ્યક્તિની આ વાત છે,જેણે આડત્રીસ વર્ષથી યોગ્ય ઘન ખોરાક લીધો જ નથી!આનું કારણ એક એક્સિડન્ટમાં તેને થયેલી ગંભીર ઇજા હતી જેને કારણે આ માણસ મોં જ નહોતો ઉઘાડી શકતો.
રાજેન્દ્ર પંચાલ જ્યારે એક વર્ષનો બાળક હતો ત્યારે તેને એક અકસ્માત નડેલો.એ પછી તેમને મોં ઉઘાડવામાં મુશ્કેલી થવા લાગી.આખરે એક વખત એવો આવ્યો કે એમનું મુખ સદંતર ઉઘડતું જ બંધ થઇ ગયું!ઘરની પરિસ્થિતી નબળી હતી અને ઇલાજ કરાવવાના પૈસા નહોતા.કરે તો કરે પણ શું ?રાજેન્દ્ર હવે ખાઇ શકતો નહોતો.એને હળવો ખોરાક અને વધુ તો પ્રવાહી ખોરાક વડે જ કામ ચલાવવું પડતું.અને એમ કરતાં કરતાં ૩૮ વર્ષ વીતી ગયાં.રાજેન્દ્ર બાળપણ વટાવી અને જુવાની પણ જોઇ ચુક્યો પણ પોતાનું મુખ ના ખુલી શક્યો !
ઘન ખોરાક એ માણસના શરીરને તંદુરસ્ત રાખતી મુખ્ય જરૂરિયાત છે.અને આવો ખોરાક ના લઇ શકવાથી રાજેન્દ્ર કુપોષણનો પણ શિકાર બન્યો.આગળ કહ્યું તેમ પરીવાર આર્થિક રીતે સધ્ધર નહોતો માટે ઇલાજ થઇ શકે એમ નહોતો.જો કે,રાજેન્દ્રને ઘણી હોસ્પિટલમાં ઇલાજ માટે લઇ જવાયેલો પણ ડોક્ટરો ઓપરેશન કરવું પડશે એમ કહેતાં અને પરીવાર પાસે એટલાં પૈસા નહોતા કે તે રાજેન્દ્રની સર્જરી કરાવી શકે !
છેલ્લા થોડા મહિનાથી રાજેન્દ્રના દાંતોમાં અસહ્ય દર્દ થવા માંડ્યું.ડોક્ટરોએ તપાસ કરતા ખબર પડી કે,રાજેન્દ્ર પોતાનું મોઢું જ ખોલી શકે એમ નહોતો.તો કેવી રીતે એમના દાંતોનો ઇલાજ થઇ શકે…!
પણ આખરે “નોધારાનો કોઇ તો આધાર હોય”એ પ્રમાણે પ્રભુકૃપાથી એમ.એ.રંગૂનવાલા હોસ્પિટલના ડોક્ટરોની ટીમ રાજેન્દ્રની વહારે આવી.અરૂણ તાંબૂવાલા નામના ડોક્ટરની આગેવાનીમાં સર્જનોની ટીમે હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે રાજેન્દ્રની સર્જરી બાબતે ચર્ચા કરી અને નક્કી કર્યું કે,રાજેન્દ્રની ફ્રીમાં સર્જરી કરવી.
આવા મામલામાં માણસના ચહેરાના હાડકાં અને ખોપરીના હાડકાં ભેગાં થઇ જાય છે.અને એ માટે બેહદ કુશળતાથી સર્જરી કરવી પડે છે.રંગૂનવાલા હોસ્પિટલના સેવાભાવી ડોક્ટરોએ સર્જરી કરી.ઓપરેશન સફળ થયું પણ એ પછી એક મુશ્કેલી સામે આવી.ઓપરેશન બાદ રાજેન્દ્રને લોહીની તાતી જરૂર હતી.ડોક્ટરોઅ જોયું કે એમનું બ્લડ ગ્રુપ ‘O નેગેટીવ’ છે.બહુ ઓછા,અત્યંત જૂજ લોકો આ બ્લડ ગ્રુપ ધરાવતા હોય છે.માટે આ ગ્રુપનું લોહી દુર્લભ છે.
પણ આ વખતે મેડિકલ વિભાગનો એક પરોપકારી વિદ્યાર્થી રાજેન્દ્રની મદદે આવ્યો.આ વિદ્યાર્થીએ બ્લડના રૂપિયા આપ્યાં અને સર્જરી સફળ થઇ.હવે રાજેન્દ્ર પંચાલ એનું મુખ ઉઘાડી શકતો હતો !રાજેન્દ્ર હાલ તો ધીમે-ધીમે ખાઇ શકે છે પણ બહુ જલ્દી તે આપણી જેમ ખાઇ શકશે…!
રાજેન્દ્ર પંચાલે એમના ઓપરેશન માટે કરાયેલી આ મદદ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે,આ ખરેખર બહુ આનંદની વાત છે કે એવા દવાખાના પણ છે જે માત્ર પૈસા માટે જ કામ નથી કરતાં !
પ્રભુને પ્રાર્થના કે ઘણાં ખાઉંધરા ડોક્ટરોમાં રંગૂનવાલા હોસ્પિટલના ડોક્ટરોની પરોપકારીતાની સરીતાનો એક છાંટો જો ઉડી જાય…