આ રાશિ ધરાવતા પતિઓ હોય છે ખુબ રોમેન્ટિક – તમે શું આ વાત સાથે સહમત છો?
દુનિયાના શ્રેષ્ઠ સબંધોમાં પતિ-પત્નીના સબંધનો સમાવેશ થાય છે.ગૃહસ્થાશ્રમ હંમેશા ખુશહાલ બનાવી રાખવાનું મુળભુત પરીબળ પતિ-પત્ની વચ્ચેનો સહકાર જ છે.જો પતિ-પત્ની એકબીજાના હાથમાં હાથ મિલાવી પૂર્ણ સહકાર સાથે જીંદગી ના જીવે તો ગૃહસ્થાશ્રમનું સાચું સુખ મળતું નથી.
કહેવાય છે કે,પતિ-પત્નીનો સબંધ બહુ નાજુક હોય છે.આ સબંધને સારી રીતે ટકાવી રાખવા માટે બહુ દેખભાળ અને પ્રેમની જરૂર સદાય રહે જ છે.આપણા હિન્દુ ધર્મમાં લગ્ન તો વર અને વહુના કુંડળી-મેળાપને આધારે જ થાય છે.અને માટે કોઇ અશુભ યોગ રહેવાનો સંયોગ સર્જાતો નથી.પણ કેટલીક વાર યોગ્ય કુંડળી-મેળાપ અને શુભ સમયમાં માંગલ્યમય રીતે થયેલા વિવાહ બાદ પણ પતિ-પત્નીના સબંધોમાં ખટાશ આવે છે.
અને આની પાછળ ઘણા કારણો હોઇ શકે છે.એક મુખ્ય કારણ છે પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો થઇ જવાનું.રોમાંસ વિના વિવાહીત જીંદગી નીરસ થઇ જાય છે.અને દરેક સ્ત્રી ઇચ્છતી હોય છે કે એમનો પતિ ખુબ રોમાંસ અને પ્રેમ કરનાર પ્રણયી હોય.

જો પતિ રોમાંટિક હોય તો સબંધોમાં હંમેશા નવીનતા બની રહે છે.રોમાંસ/પ્રેમ એવી ચીજ છે જે પતિ-પત્નીના સબંધોમાં નવો ઉત્સાહ ભરી દે છે.કેટલાક પુરુષો એમની પત્ની સામે પોતાના પ્રેમનો એકરાર ખુલ્લા દિલથી કરે છે,જ્યારે અમુક પુરુષો આવું કરી શકતા નથી.સબંધોમાં પ્રેમનો ઉત્સાહ ના રહે તો એ સબંધ આડો ફંટાવવાની શક્યતા વધી જાય છે.
વ્યક્તિના આ પ્રકારના સ્વભાવ ઉપર એમની રાશિઓનો પ્રભાવ પણ ઘણો બધો હોય છે.આજે અમે તમને કહેવા જઇ રહ્યાં છીએ કે કઇ-કઇ રાશિ ધરાવનાર પતિ બહુ રોમાંટિક હોય છે.
આ રાશિ ધરાવતા પતિ હોય છે રોમાંટિક –
(1)કુંભ – કુંભ રાશિ ધરાવતા પુરુષો એની અલગ દુનિયામાં જ મસ્ત હોય છે.એ એટલે સુધી કે એમને એ વાતનું પણ ભાન નથી હોતું કે આ દુનિયામાં તેમની એક પત્ની પણ છે જે તેમના પ્રેમ માટે તડપી રહી છે.આ રાશિના પતિઓ એમની પત્નીને પૈસાની બાબતમાં કદી મુંઝવણ અનુભવવા દેતાં નથી પણ રોમાંસની બાબતમાં થોડા કાચા હોય છે.સબંધોમાં આને લીધે દરાર પડી શકે છે.
(2)વૃષભ – આ રાશિના પતિ એમની પત્નીની બધી જ જરૂરિયાતોનો પુરો ખ્યાલ રાખે છે.અને એ જરૂરિયાતો પુરી પણ કરે છે.આવા લોકો એમની પત્ની સાથે ક્યારેય દગો રમતાં નથી.જો કે,આવા પુરુષોને કાબુમાં રાખવા બહુ મુશ્કેલ હોય છે.
(3)કર્ક – કર્ક રાશિના પુરુષો એમની પત્નીને સરપ્રાઇઝ દઇને એને ચોંકાવી દેવાનું વધુ પસંદ કરે છે.અને આ વ્યક્તિઓ એમના પરીવારનો ખ્યાલ પણ વધુ સારી રીતે રાખે છે.જો કે,આ રાશિના પુરુષો વધુ પડતો ખોટો દેખાવ કરતા હોય છે.
(4)સિંહ – આ રાશિના પતિ સૌથી શ્રેષ્ઠ જીવનસાથી સાબિત થાય છે.આવા લોકોને એમના વખાણ સાંભળવાનું બહુ ગમે છે.તેઓ તરત જ સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત થઇ જનારા હોય છે.
(5)તુલા – આ રાશિના પુરુષો વિવાહીત જીવનમાં પ્રેમનો રસ ઘોળવાનું સારી રીતે જાણે છે.આ રાશિના પતિઓ એમના વૈવાહિક સબંધોને લઇને ખુબ ઇમાનદાર હોય છે.
(6)ધન – આ રાશિ ધરાવતા પુરુષો ઉપર સરળતાથી ભરોસો કરી શકાતો નથી.આવા લોકો કોઇપણ સબંધોમાં બહુ જલ્દી કંટાળી જાય છે અને ટૂંક સમયમાં નવા સાથીની શોધ કરવા માંડે છે.આ લોકોની જીવનશૈલી ઘણી પ્રેક્ટિકલ હોય છે.
(7)મકર – આ રાશિના પુરુષો ખરેખર જ બહુ સારા હોય છે.એમની સાથે જે સ્ત્રીનો સબંધ બંધાય છે તે મહિલા ઘણી ભાગ્યશાળી હોય છે.આ રાશિના પુરુષો હેન્ડસમ હોય છે અને તેઓ વૃધ્ધાવસ્થામાં પણ એમના પ્રેમને યુવાન રાખે છે.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર પોસ્ટ કરેલ આ વિગત જો પસંદ પડે તો બીજા મિત્રો સાથે શેર કરજો.
All rights reserved with mojemoj.com