લાખો – કરોડો સલામ કરવાની ઈચ્છા થાય એવા IPS ડી.સી.સાગર
એકદમ વિદ્યાર્થીના લિબાસમાં લાગતો એક યુવક સાઇકલ લઇને ઇન્સપેક્ટર જનરલ(આઇ.જી)ની ઓફિસ પર આવે છે.ઓછી ઉંમર અને દેખાવમાં ભલોભોળો લાગતો આ યુવક દસેક વાગ્યાની આસપાસના સુમારે અહીં આવ્યો છે.
“સ્ટેનોની ઓફિસ ?”એણે એક સિપાહીને પૂછ્યું.સિપાહીએ એક રૂમ તરફ આંગળી ચીંધી.
એ યુવક સ્ટેનોની ઓફિસમાં જાય છે.જઇને સ્ટેનોને કહે છે-“જરા IGનો C.U.G નંબર આપો તો !”
શું ?સ્ટેનો ચક્કર ખાઇ જાય છે.આને વળી શું કામ છે આઇ.જીના C.U.G નંબરનું ?
“કોણ છો તમે C.U.G નંબર માંગનારા ? શું કામ છે તમારે ?”સ્ટેનો જરા કરડાકીથી પૂછી બેસે છે.
એ યુવક જરા હસીને જવાબ આપે છે,”હું ડી.સી.સાગર.અહીંનો નવો IG/મહાનિરીક્ષક…!”એ યુવક મંદ હાસ્ય સાથે જવાબ આપે છે.
આ સાંભળતા જ સ્ટેનોના ચહેરા પરનું જાણે બધું નુર ઉડી ગયું !એણે તરત હાથ માથા પાસે લાવીને સલામી ઠોકતા કહ્યું,”સસસ…સોરી સર!અમે તો વિચારેલું કે તમારા આવવાની સુચના મળતા અમે તમને લેવાં માટે કાર મોકલીશું પણ તમે તો અમને ચોકાવી દીધાં,સર!”

આવી પર્સનાલીટી ધરાવે છે ૧૯૯૨ની બેન્ચના IPS ઓફિસર ડી.સી.સાગર !એમનો કામ કરવાનો અંદાજ જ અનોખો છે.અને આ માટે આખા ડિપાર્ટમેન્ટમાં તે પ્રેરણાદાયક મિશાલની જેમ જોવાય છે.મધ્યપ્રદેશના ખુંખાર નક્સલીઓથી સદાય ધ્રુજતા વિસ્તાર બાલાઘટ રેન્જના તેઓ IG/પોલીસ મહાનિરીક્ષક છે.બાલાઘટમાં નક્સલવાદી આતંકીઓનું જોર વધારે પ્રમાણમાં છે.પણ કહેવાય છે કે એ ખતરનાક નક્સલીઓ હોય કે ખુંખાર ગુંડાઓ;આ બધાં જ ડી.સી.સાગરનું નામ પડતાં જ થથરી ઉઠે છે!બોલિવુડ ફિલ્મોમાં દેખાતા જાંબાજ પોલિસ અફસર જેવી જ છાપ છે ડી.સી.સાગરની!IG હોવા છતાં પણ મોટા ભાગના અફસરોની જેમ ઓફિસમાં બેસી રહેવાની જગ્યાએ સાગર વધુમાં વધુ સમય કામના ક્ષેત્રો પર ગાળે છે.
ક્યારેક સાઇકલ લઇને ઘુમે છે શહેરની ગલીઓમાં તો ક્યારેક બંદુક લઇ પહોંચી જાય છે જંગલોમાં –
ખુંખાર નક્સલી ઇલાકાઓમાં જતા પહેલાં પોલીસકર્મીઓ પાસે અદ્યતન ટેક્નોલોજીયુક્ત હથિયારો અને પાવરફુલ વાહનો હોવા જરૂરી છે.આ જંગલોમાં ક્યાં સ્થળે,કેટલાં અને ક્યાં સમયે નક્સલીઓ ત્રાટકે એનું કાંઇ નક્કી નહી!પણ જ્યાં હરકદમ નક્સલવાદીઓનો ભય મંડરાતો હોય એવા ઇલાકાઓમાં ડી.સી.સાગર ક્યારેક સાઇકલ લઇને તો ક્યારેક હોડીમાં બેસીને સુરક્ષા ચેકીંગ માટે નીકળી પડે છે,પોતાની સુરક્ષા જોખમમાં મુકીને જ સ્તો…!
આ જાંબાજ IG ક્યારેક પોતે ભરી બંદુકે જંગલમાં જવાનોની વચ્ચે પહોંચી જાય છે તો ક્યારેક જાતે ચેક-પોસ્ટ પર રહીને પેટ્રોલિંગ કરવા લાગે છે.તેઓ કહે છે,”પુલિસગીરી દિલ ઔર દિમાગ છે હોતી હૈ !”
ઓફિસમાં બેસીને ના થઇ શકે લોકોની સુરક્ષા –
૧૯૯૨ની બેન્ચના IPS ડી.સી.સાગરે જાન્યુઆરી,૨૦૧૬ની IPS સર્વિસ મીટમાં જણાવેલું કે,”ઓફિસમાં બેસી રહેવાથી પોલિસીંગ ના થઇ શકે.આપણા જવાનોને વધુ ઉત્સાહી બનાવવા માટે અધિકારી બનીને નહી પણ એમની સાથે ખભે-ખભા મિલાવીને કામ કરવું પડે છે.”
આ કામો પણ કરે છે પોતાની જાતે –
કોઇ કાર્યક્રમમાં સુરક્ષા અને સલામતી માટે અસ્થાયી ટેન્ટ નાખવાના હોય કે કોઇ બસમાં ચઢીને સામાનનું ચેકીંગ કરવાનું હોય,ડી.સી.સાગર આવા કામ ઘણીવાર પોતાની જાતે જ કરી લે છે.
સાઇકલથી કામ બને છે સરળ –
ડી.સી.સાગર એમના કાર્યક્ષેત્રમાં સાઇકલનો ખુબ ઉપયોગ કરે છે.સાગર આ વિશે જણાવતા કહે છે કે,”સાઇકલથી પેટ્રોલિંગ કરવાથી પોલીસકર્મીઓ જે-તે સ્થળ પર વધુમાં વધુ સમય રહી શકે છે.પાતળી ગલીઓમાં પણ સરળતાથી ફરી શકે છે અને વળી ગુનેગારોને ગાડીનો અવાજ સાંભળીને ભાગવાનો મોકો નથી મળતો.આનાથી કામ પણ સરળ બને છે અને પર્યાવરણની રક્ષા પણ થાય છે.”
દરેક દેશવાસી માટે ડી.સી.સાગર જેવી વ્યક્તિ પ્રેરણારૂપ છે.પોતાને મળેલી અદ્યતન સુવિધાઓ છતાં એનો ઓછો ઉપયોગ અને પોતાની ફરજ પ્રત્યે પુરી સભાનતા ધરાવતા આવા અધિકારીઓની આજે દેશને તાતી જરૂર છે.
આ લેખથી તમને પ્રેરણા મળે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ લેખ, કોપી-પેસ્ટ કરીને બીજી વેબ પર મુકવાની મનાઈ છે.