Mojemoj.com

Best Gujarati Blog

લાલુપ્રસાદ યાદવની આ ૭ દીકરીઓ માંથી અમુક તો બોલીવુડ હિરોઈનથી પણ ચડિયાતી છે

ઘાસચારાના કૌભાંડમાં દોષી સાબિત થનાર બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ હાલ જેલની હવા ખાઇ રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે,૧૯૯૬માં બિહારના પશુપાલન વિભાગે લગભગ ૯૫૦ કરોડનો ગોટાળો કરેલો,જે ઘાસચારાના કૌભાંડ તરીકે જાણીતુ બન્યું હતું.એ સમયે લાલુપ્રસાદ યાદવ બિહારના સી.એમ હતાં.જો કે,કોંગ્રેસ સરકારમાં લાલુના આ કાંડ પર કોઇ કાર્યવાહી થઇ નહોતી.

બીજેપીના મોદી સરકારના શાસનમાં લાલુ અને તેના પરીવાર પર આફત ઉતરી છે.બિહારના રાંચીની સ્પેશિયલ CBI કોર્ટે લાલુને ઘાસચારાના કૌભાંડમાં દોષી ઠેરવીને જેલની સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો છે.જો કે,લાલુ યાદવ આ અગાઉ પણ નાના-મોટા જેલવાસ ભોગવી ચુક્યા છે.બીજેપીના શાસનકાળમાં CBI દ્વારા લાલુપ્રસાદ યાદવના પરીવાર પર પણ લાલ આંખ થઇ છે.લાલુ યાદવ જ નહી પણ તેમના પરીવારમાંથી એમના પુત્ર તેજસ્વી યાદવ,તેજપ્રતાપ યાદવ,સૌથી મોટી પુત્રી મીસા ભારતી અને જમાઇ શૈલેષકુમાર પર પણ આફત મંડાઇ હતી.ઉલ્લેખનીય છે કે,લાલુ યાદવની પુત્રી મીસા ભારતી અને તેમના પતિ શૈલેષકુમાર પર બેનામી સંપત્તિનો આરોપ લાગ્યો છે.

પણ આજે અહીં લાલુ યાદવની વાત નથી કરવાની.અહીં વાત કરવાની છે લાલુ યાદવની સાત પુત્રીઓના વિશે.લાલુની ખુબસુરત સાત દિકરીઓના વિશેની આ વાતો કદાચ તમે નહી જાણતા હો.ચાલો શરૂ કરીએ લાલુની સૌથી મોટી પુત્રી મીસા ભારતીથી.

મીસા ભારતી –

ઇ.ડી.ના નિશાનામાં રહેલી અને આરોપોમાં ઘેરાયેલી મીસા ભારતી લાલુ યાદવની મોટી પુત્રી છે.આજકાલ તે અને તેમના પતિ શૈલેષકુમાર પર ઇ.ડી.એ સકંજો કસ્યો છે.મીસા સાતેય બહેનોમાં સૌથી વધુ ભણેલી છે.MBBSમાં એ ટોપર રહી ચુકી છે.અત્યારે મીસા ભારતી વિવાહીત છે અને તેમના બે સંતાન પણ છે.

રોહિણી આચાર્ય –

લાલુપ્રસાદ યાદવની બીજી પુત્રીનું નામ રોહિણી આચાર્ય છે.રોહિણીના લગ્ન એક સોફ્ટવેર એન્જીનિયર સાથે થયેલા છે.રોહિણી દેખાવમાં ઘણી ખુબસુરત છે.એમને ત્રણ સંતાન છે અને હાલ તે તેમના ફેમિલી સાથે સિંગાપુરમાં વસે છે.

ચંદા યાદવ –

લાલુ યાદવની ત્રીજી પુત્રીનું નામ ચંદા યાદવ છે.ચંદા પણ વિવાહીત છે.૨૦૦૬માં તેમના લગ્ન એર ઇન્ડિયાના પાયલટ વિક્રમ સિંહ સાથે થયેલા.જેમના મેરેજ વખતની તસ્વીર અહીં આપેલી છે.

રાગિની યાદવ –

લાલુ યાદવની ચોથી પુત્રી નામે રાગિની યાદવ પણ વિવાહીત છે.ઉલ્લેખનીય છે કે,રાગિની યાદવના લગ્ન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જીતેન્દ્ર યાદવના પુત્ર રાહુલ યાદવ સાથે થયાં હતાં.દેખાવમાં અન્ય પુત્રીઓની જેમ રાગિની પણ એકદમ સરળ અને સૌંદર્યવાન છે.જે અહીં પ્રસ્તુત  તસ્વીરમાં જોઇ શકાય છે.

હેમા યાદવ –

લાલુપ્રસાદ યાદવની પાંચમી પુત્રીનું નામ હેમા યાદવ છે.હેમાના વિવાહ રાજનેતા વિનીત યાદવ સાથે થયેલા છે.અહીં તસ્વીરમાં આપ જોઇ શકો છો હેમા અને વિનીતના લગ્ન સમયની તસ્વીર.

અનુષ્કા રાવ –

દેખાવમાં અત્યંત સૌંદર્યવાન એવી અનુષ્કા રાવ લાલુ યાદવની છઠ્ઠી પુત્રી છે.બાકી બહેનોની જેમ અનુષ્કા પણ વિવાહીત છે.અનુષ્કાની શાદી હરિયાણાના કોંગ્રેસ નેતા અજય સિંહના પુત્ર ચિરંજીવ રાવ સાથે થયેલી છે.તસ્વીરમાં તમે જોઇ શકો છો તેની સુંદરતા.

રાજલક્ષ્મી યાદવ –

રાજલક્ષ્મી યાદવ લાલુપ્રસાદ યાદવની સૌથી નાની પુત્રી છે.રાજલક્ષ્મીના લગ્ન ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવના પૌત્ર અને મૈનપુરીના સાંસદ તેજપ્રતાપ સિંહ યાદવ સાથે થયેલા છે.હમણાં થયેલા તેમના મેરેજ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ થયેલી આ માહિતી બીજા બ્લોગ પર કોપી-પેસ્ટ કરવી નહિ

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!