દરેક યુવાનો ફરજિયાત આખુ વાંચે ….
રાજકોટ માં સગ્ગી જનેતાને અગાસી પરથી ફેકીને હત્યા કરનાર પ્રોફેસર પુત્ર ૩ માસ બાદ પાંજરે પુરાયો …..!!!!
આ સમાચારને એક હત્યા માની ના અટકશો …
આ હજારો હત્યા બરાબર છે .
આ બાબતે મને દુખી હ્લદયે લખવા મજબુર કર્યો છે કે ,
ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે …
આપણા દેશની મહાન સંસ્ક્રુતી ના ગાન ભલે આપણે ગાઈયે પણ વડીલો ની સાચવણ અને માન સન્માન માં આપણે બીજા કરતાં ઘણા ‘હલકા ‘ છીયે …
આજે પણ તમો જોતા હશો કે ,
૮૦% બુઢા મા બાપને જમવા અલગ બેસાડાય છે …
૨૦% મા બાપને સગવડતા હોય તોય ઘરવાળી ના ડરે અલગ રખાય છે …
૯૦% પુત્રો કામેથી આવીને સાંજે બાળકો ને ચુમી ઉઠે છે તો અમુક તો ઘરવાળી વર્ષો થી વિખુટી પડી ગઈ હોય લબાડ વેડા કરી ભેટી પડે છે ..
પણ ઘરમાં બા-બાપુજી ને ‘કેમ છો બા ?’ કહેતા નથી !!!
૭૦% મા-બાપો ઘરડા થાય ને કંઈ પણ બોલે…
“તમને ખબર નો પડે …!” એમ કરીને ચુપ કરાય છે …
૯૦% ઘરડા માતપિતા ને દિકરાઓ તેને પૈસા બાબતે પુછતા નથી !
ભીખની જેમ રુ માંગવા પડે છે …
જેવુ કરશો તેવુ ભરશો … એ મુજબ મારા સર્વે પ્રમાણે જે લોકો માબાપ ને એકલા છોડી મુકે છે કે માન સન્માન આપતા નથી , તેના ઘડપણ વખતે તેનાથી બુરા હાલ થાય જ છે …
અમુક કુટુંબો માં તો આ પેઢી દર પેઢી ચાલ્યુ આવતુ જ હોય …
મા બાપો કુતરા ની જેમ બિચારા જિવતા હોય ..,
ને આ સાયકલ પેઢી દર પેઢી ચાલુ જ હોય
ખરેખર આવા કુટુંબો માં સંસ્કાર , શિષ્ટતા અને કેળવણી માં ખોટ હોય છે ..
સમજો … વિચારો … યુવાનો …
૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને , જ્યારે એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગી માં એકલતા વ્યાપી જાય …
ધીરે ધીરે બચપણ ના ભાઈ બહેનો ચાલ્યા જાય …
ઓટા-ચોરા ના મિત્રો એક પછી એક ચાલ્યા જાય …
૮૦-૯૦ વર્ષે તો તેના તમામ સાથીદાર , મિત્રો ચાલ્યા જાય ….
જેની સાથે જિવવુ છે તે તમામ નવા ?
ઉમર ને લીધે શરીર સાથ ના દે …
સંભળાય નહી .. ભાષા ના સબ્દો , ટેકનોલોજી , રહેનસહેન , ફેશન પળપળ બદલતી હોય ત્યારે ,
બધા સાથે સંકલન અશક્ય બની જાય …
ત્યારે જિવવુ એજ બોજ બની જાય ….
માનવ જિંદગી નો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે ….,
આવા સમયે પુત્ર પુત્રવઘુ ઓ યે પોતાના બાળપણ ને યાદ કરવુ જોય …
જન્મથી જ આપણને ખાતા , ચાલતા , બોલતા ને આ દુનિયા ના આંટાપાટા જેણે ખંત અને મહેનત થી શીખવ્યા હોય …
તેને જ્યારે જરુર પડે ત્યારે આટલા બધા હલકટ વેડા ????
વિચારો ….
માતપિતા ને તરછોડી ને આ દુનિયા માં કોઈ જ સુખી થયુ નથી …
કુતરા ના મોતે ના મરવુ હોય અને ઘડપણ માં સુખ થી જિવવુ હોય તો ,
મા બાપ ની પોતાના ભુલકા જેટલી જ કાળજી લો .
“કેમ છો બા ? કેમ છો બાપુજી ?” આટલા સબ્દો જ તેમને ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે …,
લખી લો …
માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે ….તેને ભરપુર પ્રેમ કરો .