જાણો દુનિયા ની એવી વિચિત્ર અંતિમવિધિ જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે

1) તિબેટના બૌદ્ધ આકાશી ની અંતિમ વિધિ.

તિબેટ સંસ્કૃતિ ના લોકો માંથી જયારે કોઈ નું મૃત્યુ થાય છે ત્યારે તેમના પરિવાર જન અથવા તો સમાજ ના મુખ્ય માણસ દ્વારા મૃત વ્યક્તિ ના શરીર ના કટકા કરવામાં આવે છે અને તેમને ખુલ્લા મેદાન માં આકાશ માં રહેલા પક્ષી માટે મૂકી દેવાય છે જેમાં પક્ષી આવી ને મૃત વ્યક્તિ ના ભાગો ને ચીરે છે તેમનું માનવું છે કે આપણું શરીર એ મૃત થયા બાદ પણ બીજા જીવ ખોરાક તરીકે કામ લાગી શકે છે.80% કરતા પણ વધારે બૌદ્ધ આકાશી અંતિમવિધિ ને જ પસંદ કરે છે

(2) પારસી સમાજ નું ગીધ અંતિમસંસ્કાર.

પારસી સમાજ નું અંતિમ સંસ્કાર પણ ભયાનક જ છે તેમાં જયારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય છે ત્યારે તેને આખલા ના યુરિન થી નવડામાં આવે છે પછી તેમને “ટાવર ઓફ સાઇલન્સ “નામની જગ્યા ઉપર ખુલ્લા માં પક્ષી ના ખોરાક તરીકે મૂકી દેવામાં આવે છે. “ટાવર ઓફ સાઇલન્સ ” એ એક આવી જગ્યા હોય છે જેમાં પેહલા થી ઘણી ડેડ બોડી હોય છે કુવા આકાર ની આ જગ્યા માં ઘણા લાંબા સમય સુધી મૃત વ્યક્તિ ને રાખવામાં આવે છે ત્યાં સુધી રખાય છે જ્યાં સુધી તેની બોડી હાડપિંજર ના થઇ જાય.

(3) માડાગાસ્કર ની મલાગાસી સંસ્કૃતિ નો અંતિમસંસ્કાર.


દર સાત વર્ષે માડાગાસ્કરના મલાગાસી સંસ્કૃતિ ના લોકો તેમના પરિવાર જનના મૃતદેહ ને બહાર નીકાળે છે તેમજ મૃતદેહ ની સાથે આ સંસ્કૃતિ ની પરંપરા મુજબ નૃત્ય કરે છે મૃતદેહ ની દુર્ગંધ ને નિવારવા માટે મૃતદેહ પર મદિરા નો છંટકાવ કરે છે પરિવાર અને પિતૃની યાદોને વાગોળે છે.

4) અપાયો સંસ્કૃતિ ની રસોડા માં અંતિમવિધિ.

સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ હા ફિલિપિન્સ માં અપાયો સંસ્કૃતિ પોતાના પરિવાર જન ની રસોડા માં અંતિમ વિધિ કરવામાં આવે છે.ઉત્તર ફિલિપિન્સ અપાયો ની સંસ્કૃતિ પોતાના પરિવાર જન ને મૃત્યુ પામ્યા બાદ પોતાના ઘર માં રહેલા રસોડા માં જ દફનાવી દે છે

(5) કૅવિટનો સંસ્કૃતિ નું ઝાડ માં અંતિમસંસ્કાર.

મનિલા પાસે આવેલા કૅવિટનો નું અંતિમસંસ્કાર પણ ઘણું અજીબ છે અહીંના લોકો તેમના સગાવહાલા નું મૃત્યુ નીપજે છે ત્યારે તેમને એક પોલા ઝાડ ની અંદર તેમના મૃતદેહ ને રાખવા માં આવે છે ઝાડ ની પસંદગી વ્યક્તિ ના મૃત્યુ પેહલા જ નક્કી કરવામાં આવે છે.

(6) ટીંગુયેન ના લોકો ની અંતિમવિધિ.


ફિલિપિન્સ ના ટીંગુયેન ના લોકો પોતાના પરિવાર જન ના મૃતદેહ ને દર વર્ષે બહાર નીકાળી ને શણગારે છે અને મૃતદેહ ના મોં મા સિગરેટ મૂકે છે તેમનું આમ કરવાના પાછળ નું કારણ પણ રોચક છે તે લોકો નું માનવું છે કે આમ કરવાથી પરિવાર નો વ્યક્તિ હજુ પણ અમારી વચ્ચે છે તેમ અમને લાગે છે

 

Leave a Reply

error: Content is protected !!