કમર પર ટાઇટ બેલ્ટ બાંધવાથી થઇ શકે છે આટલા નુકશાન – ચેતી જજો
ઘણા લોકોને આદત જ પડી ગયેલી હોય છે,તેઓ જ્યારે પેન્ટ પહેરે છે ત્યારે એની સાથે બેલ્ટ/કમરપટ્ટો પણ બાંધે જ છે.સામાન્ય રીતે પેન્ટ કમર કરતાં નીચે ના આવે એટલાં માટે બેલ્ટ બાંધવામાં આવે છે.પણ આજે ઘણાં લોકો એવી કોઇ જરૂરિયાત ના હોવા છતાં બેલ્ટ બાંધે જ છે,આદતને લીધે.
બેલ્ટ સોફ્ટ રીતે બાંધ્યો હોય તો વાંધો નહિ પણ ઘણા લોકો કાયમ માટે સજ્જડ રીતે એકદમ ટાઇટ બેલ્ટ બાંધે છે.જે આદત ખરેખર એક ખતરા સમાન છે,જેનાથી શરીરના ઘણા સંવેદનશીલ ભાગોને નુકસાન પહોંચે છે.

ટાઇટ રીતે બાંધવાથી પેટના ક્ષેત્રની પુરી નર્વ્સ સિસ્ટમ દબાયેલી રહે છે.જે નુકસાન કર્તા છે.જો લાંબા ગાળા સુધી આ રીતે બેલ્ટ બાંધવાની આદત પડી જાય તો પેડુના વિસ્તારમાંથી પસાર થતી ધમની,નસો,સ્નાયુઓ અને શિરાઓ પર ખરાબ અસર પડી શકે છે.આંતરડાં પર પણ આનો પ્રભાવ ઘણો ખરાબ રીતે પડે છે.
આ આદતનું એક વધુ ખરાબ પરીણામ એ છે કે,પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ એટલે કે વીર્યનું પ્રમાણ ઘટી જાય છે જેની અસર તેમની ફળદ્રુપતા પર સીધી રીતે પડે છે.નિષ્ણાતોનું તો માનવું છે કે,જરૂર ના હોય તો બેલ્ટ બાંધવો જ ના જોઇએ.કોરીયાના સંશોધકોએ ૧૨ માણસો પર સંશોધન કરીને તારણ કાઢેલું કે,કાયમ માટે હેવીલી ટાઇટ બેલ્ટ બાંધવાથી પેટના સ્નાયુઓની કાર્યક્ષમતા પર અસર પડે છે.
સંશોધનમાં એ વાત પણ સાહે આવેલી કે,લાંબા સમય સુધી ટાઇટ બેલ્ટ બાંધવાથી કરોડરજ્જુના હાડકાંઓમાં સ્થુળતા આવી જાય છે.વધુમાં કરોડરજ્જુના અસ્થિઓના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં ફેરફાર થાય છે.જો દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનમાં ફેરફાર થાય છે.જો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ઉપર-નીચે થાય તો ઘુંટણોના સાંધાઓ ઉપર વધુ પડતો દબાવ આવે છે.અને માટે ઘુંટણના સાંધાઓમાં દુખાવો થાય છે.
એ સાથે ટાઇટ બેલ્ટ બાંધવાથી ઘણા બીજા શારીરીક નુકસાન થાય છે.અહીં અમે તમને આ રીતે બેલ્ટ બાંધવાથી થતાં નુકસાન વિશે જણાવી રહ્યાં છીએ.
ટાઇટ રીતે બેલ્ટ બાંધવાથી થતાં નુકસાનો –
પહેલાં તો કમર પર સજ્જડ રીતે બેલ્ટ બાંધવાથી ખોરાક જ ઠીક રીતે પચાવી શકાતો નથી.અને આથી વ્યક્તિને કબજીયાતની સમસ્યા થઇ જાય છે.
ખોરાક સરખી રીતે ના પછી શકવાને કારણે અપચો થાય છે અને આથી વ્યક્તિને એસિડિટીની સમસ્યા થઇ શકે છે.
ટાઇટ બેલ્ટ બાંધવાને લીધે વ્યક્તિના પગોના હાડકાંઓ કમજોર થઇ જાય છે.જેની બાદમાં વધુ ખરાબ અસર થઇ શકે છે.
આગળ કહ્યું તેમ આને લીધે પુરુષના વીર્યના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાય શકે છે.
જો કાયમ માટે આપ હેવીલી ટાઇટ બેલ્ટ બાંધો તો ધીમે-ધીમે કમરદર્દની સમસ્યા પણ થઇ શકે છે,જે લાંબે ગાળે હાનીકારક નીવડે છે.
કમરપટ્ટાને સજ્જડ રીતે બાંધવાથી પગોમાં સોજા પણ આવી જાય છે,જેથી ચાલવામાં પ્રોબ્લેમ થઇ શકે છે.
ઉપરની વાતો વાંચ્યા પછી જો આપ પણ આદત ધરાવતાં હોય તો વહેલી તકે છોડી દેવી હિતાવહ છે.બેલ્ટ જેમ બને તેમ સોફ્ટ રીતે જ બાંધવાની આદત પાડવી જોઇએ.