વિરાટે લગ્નની વીંટી સાથે એવું તે શું કર્યું કે જોઇને અનુષ્કા પણ ચોંકી ગઈ – ક્લિક કરો અને વાંચો
ઇટાલીમાં ધામધુમથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને જાણીતી બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ આકરી કસોટી આપવા સાઉથ આફ્રિકા પહોંચી ગઇ છે અને ૩ મેચોની ટેસ્ટ સિરિઝ પણ શરૂ થઇ ગઇ છે.ભારતીય પ્રવાસી ટીમમાં વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્માએ પણ આફ્રિકાનો પ્રવાસ કર્યો છે.ભારતીય ટીમ આફ્રિકા સામે ૩ ટેસ્ટ,૬ વન-ડે અને ૩ ટી-ટ્વેન્ટી મેચ રમશે.આ વખતે જ વિરાટ કોહલીની એક નવાઇ ઉપજાવે તેવી તસ્વીર સોશિયલ મિડિયામાં ફરતી થઇ છે.

જાણીતી વાત છે કે,કોહલી અને અનુષ્કાના લગ્ન બાદ જાણે ભારતભરમાં તેની ઉજવણી થઇ રહી હોય તેમ સોશિયલ મિડિયા પર બંનેના હનીમુન અને ત્યારબાદ રિસેપ્શન સમારોહની તસ્વીરો અને ખબરો છવાયેલી રહી હતી.એ પછી સાઉથ આફ્રિકામાં પણ આ નવોદિત યુગલની શોપિંગ કરતી અને પ્રવાસની તસ્વીરો પણ આવેલી.
પણ હમણાં એક જરા અચંબિત કરી દેનારી વિરાટ કોહલીની ફોટો સામે આવી રહી છે.જે જોઇને ઘણાને આશ્વર્ય થયું છે.એ વચ્ચે તસ્વીર સામે આવી રહી છે કે,ટીમ ઇન્ડિયા સાથે વિરાટ કોહલી નેટ પ્રેક્ટિસ માટે પરસેવો પાડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે,ભારતીય ટીમને આ વખતે અભ્યાસ મેચ રમવાનો મોકો મળ્યો નથી.એટલે સ્વાભાવિક રીતે સાઉથ આફ્રિકાની નવતર બાઉન્સ પીચોનો અનુભવ નહિવત્ છે.
સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ રહેલી વિરાટ કોહલીની તસ્વીર આશ્વર્યજનક એટલા માટે છે કે,તસ્વીરમાં દેખાય છે તેમ કોહલીએ લગ્નની Wedding Ringને ગળામાં પહેરી છે…!કોહલીના ફેન્સે તેમની સાથે ક્લીક કરેલી તસ્વીરો ઇન્સટાગ્રામ પર શેર કરતા લોકોએ જોયું કે,કોહલીએ વેડિંગ રીંગનો અનોખો પ્રયોગ કર્યો છે.તેમણે શાદીની અંગૂઠીને ગળામાં પહેરી છે.
આ ઉપરાંત પણ વિરાટ અને અનુષ્કાની આફ્રિકાની રાજધાની કેપટાઉનમાંની તસ્વીરો મીડિયામાં વાઇરલ થઇ છે.એક તસ્વીર લોકો માટે ગમ્મતનું કારણ બની હતી,જેમાં વિરાટ અને અનુષ્કા ૫૦% ડિસ્કાઉન્ટવાળી દુકાન પર શોપિંગ કરતા દેખાયા હતાં.અનુષ્કા શર્મા ટેસ્ટ સિરિઝ આરંભ થતા મુંબઇ પરત ફરશે અને આનંદ એલ.રાયની શાહરૂખ ખાન અને કેટરીન કૈફને ચમકાવતી ફિલ્મ “જીરો”ના શુટીંગમાં વ્યસ્ત બનશે.આ ફિલ્મના હમણાં રિલિઝ કરેલા ટિઝરે ઘણી લોકપ્રિયતા મેળવી છે.
સંકલન – Kaushal Barad
નોંધ: ‘જ્ઞાન સાથે ગમ્મત’ એડમીન ની લેખિત મંજુરી વગર આ લેખ કોપી-પેસ્ટ કરવો નહિ