12 ફેબ્રુઆરીનું રાશિફળ : જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ
મેષ(Aries):

આજે તમારો ક્રોધ વધુ રહેશે. માનસિક રીતે વ્યગ્રતા અને બેચેનીને કારણે કોઈ કાર્યમાં તમારું મન નહિ લાગે તેવું પણ બની શકે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે. કોઈ ધાર્મિક સ્થળનો પ્રવાસ કરી શકો છો.
વૃષભ(Taurus): 
આજે કોઈ નવા કાર્યનો શુભારંભ ન કરવો શુભ રહેશે. ખાનપાનમાં યોગ્ય-અયોગ્યનું ધ્યાન રાખવું. આજે કાર્યભાર વધુ રહેશે. શારીરિક શિથિલતા રહેશે. પ્રવાસમાં વિઘ્ન આવશે.
મિથુન(Gemini):
દિવસ આમોદ-પ્રમોદમાં પસાર થશે. શારીરિક અને માનસિક રીતે તમે ખુશીનો અનુભવ કરશો. મિત્રો તથા પરિવારજનો સાથે પ્રવાસ કે પર્યટન સ્થળે હરવા-ફરવાનો આનંદ ઉઠાવી શકો છો. વાહનસુખ મળશે.
કર્ક(Cancer):
વ્યવસાયમાં આજનો દિવસ લાભદાયી રહેશે. કાર્યાલયમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. પરિવારજનો સાથે આજે આનંદપૂર્વક સમય પસાર કરશો. માનસિક રીતે તમે સંપૂર્ણ સ્વસ્થ અનુભવ કરશો. કાર્યમાં યશપ્રાપ્તિ થશે.
સિંહ(Lio):
ગણેશજી કહે છે કે, આજે સૃજનાત્મકતા અને કળાસંબંધિત પ્રવૃત્તિઓ માટે દિવસ શ્રેષ્ઠ છે. વિદ્યાર્થીગણ અભ્યાસમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશે. સ્નેહીજનો અને મિત્રો સાથે મુલાકાત થશે.
કન્યા (Virgo):
આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહી શકે છે. જીવનસાથી સાથે કલહ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સ્થાયી સંપત્તિના કાર્યમાં સાવધાની રાખવી.
તુલા(Libra):
દિવસ આમોદપ્રમોદમાં પસાર થશે. હરીફો સમક્ષ વિજયનો સ્વાદ પ્રાપ્ત કરી શકશો. પ્રત્યેક કાર્ય સફળતા લઈને આવશે. સ્વજનો સાથે મુલાકાત થશે. માનસિક રીતે પ્રસન્નતા જળવાઈ રહેશે.
વૃશ્ચિક(Scorpio):
પરિવારમાં કલેશમુક્ત વાતાવરણ બનાવવા માટે વાણી પર સંયમ રાખવો. તમારી ભાષા અને વ્યવહારથી કોઈના મનને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું. નકારાત્મક વિચાર તમારા પર હાવી ન થાય તેનું ધ્યાન રાખવું.
ધન(Sagittarius):
આજે ધાર્મિક પ્રવાસ થશે. નિર્ધારિત કાર્યોને આજે સંપન્ન કરી શકશો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. પરિવારમાં માંગલિક પ્રસંગ બનશે. સ્વજનો સાથે થયેલી મુલાકાત મનને પ્રસન્ન કરશે.
મકર(Capricorn):
આજે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રુચિ રહેવાથી તે કાર્યો પાછળ વ્યસ્તતા રહેશે તથા તેની પાછળ ખર્ચ થશે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્ય ઉપસ્થિત થશે. વ્યાવસાયિક કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.
કુંભ(Aquarius):
આજનો દિવસ લાભદાયી છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારા માટે આજે લાભદાયી દિવસ છે. મિત્રો સાથે મુલાકાત થવાથી મનમાં આનંદ રહેશે. પ્રવાસનું આયોજન થઈ શકે છે. નવા કાર્યના શુભારંભ માટે લાભદાયી દિવસ રહેશે.
મીન(Pisces):
લાભદાયી દિવસ છે તેમ ગણેશજી કહે છે. તમારા કાર્યથી અધિકારીઓ પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. વેપારીઓને વેપારમાં લાભ થશે તથા તેમના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. પિતાથી લાભ થશે.
– બેજાન દારૂવાલા