Mojemoj.com

Best Gujarati Blog

23 ફેબ્રુઆરીનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

પરિવારના સભ્યો સાથે સ્વાદિષ્ટ ભોજન કરવાનો તથા આનંદપૂર્વક સમય વ્યતીત કરવાનો યોગ છે. આર્થિક મામલે ભવિષ્ય માટે સારું પ્લાનિંગ કરી શકશો. લક્ષ્મી દેવીની કૃપાથી આવકમાં વૃદ્ધિ થશે.

વૃષભ(Taurus):

આજનો દિવસ સ્ફૂર્તિલો અને પ્રસન્નતાપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેવાથી સુખ અને આનંદની અનુભૂતિ થશે. સગાંસંબંધીઓ કે મિત્રો તરફથી ઉપહાર મળશે. આર્થિક લાભની સંભાવના છે.

મિથુન(Gemini):

તમારાં વાણી-વ્યવહારથી ગેરસમજ પેદા થઈ શકે છે. શારીરિક કષ્ટ, મનને પણ અસ્વસ્થ કરી શકે છે. પરિવારમાં વિવાદ થઈ શકે છે. આંખમાં પીડા થઈ શકે છે. ખર્ચ વધુ રહેશે. આધ્યાત્મિક વ્યવહાર માનસિક શાંતિ આપી શકશે.

કર્ક(Cancer):

આકસ્મિક ધનપ્રાપ્તિ અને લાભથી ભરપૂર આજનો દિવસ અત્યંત રોમાંચક અને આનંદપ્રદ જળવાઈ રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. વેપારીને નફાનો સોદો થશે. સંતાન અને જીવનસાથી તરફથી લાભ થશે. ઉત્તમ ભોજન અને સ્ત્રીસુખ મળશે.

સિંહ(Lio):

ઓફિસ કે ઘરમાં જવાબદારીનો બોજ વધશે. જીવનમાં વધુ ગંભીરતાનો અનુભવ કરશો. નવા સંબંધ સ્થાપિત કરવાનું કે કાર્યના સંબંધમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેવાની ગણેશજી સલાહ આપે છે. પિતા સાથે મતભેદ થઈ શકે છે.

કન્યા (Virgo):

શરીરમાં થાક, આળસ અને ચિંતાનો અનુભવ થશે. સંતાન સાથે મનમોટાવ થઈ શકે છે. પદાધિકારીઓ સાથે તમારો વાદવિવાદ થઈ શકે છે. ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ધન ખર્ચ થશે.

 તુલા(Libra):

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કટુવચન કે ખરાબ વ્યવહારને કારણે ઝઘડો-વિવાદ થઈ શકે છે. ક્રોધ અને કામવૃત્તિ પર સંયમ આવશ્યક છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે, પરંતુ ખર્ચ વધુ થશે.

 વૃશ્ચિક(Scorpio):

આજીવિકાના ક્ષેત્રમાં આજે તમને લાભ થશે. મિત્રો, સંબંધીઓ અને વડીલોથી પણ લાભની પ્રાપ્તિની આશા રાખી શકો છો. સામાજિક સમારંભ, પર્યટન જેવા પ્રસંગોમાં જશો. તમે પ્રફુલ્લિત રહેશે. આવકના સ્ત્રોત વધશે.

ધન(Sagittarius):

વ્યાપારિક આયોજન કરવા માટે આજનો દિવસ શુભ છે. કાર્ય સરળતાપૂર્વક સફળ બનશે. પરોપકારની ભાવના આજે બળવંતી બનશે. આમોદપ્રમોદમાં તમારો દિવસ વ્યતીત થશે. નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ અને માન-સન્માન પ્રાપ્ત થશે.

 મકર(Capricorn):

ગણેશજી કહે છે કે, આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. બૌદ્ધિક કાર્યો અને વ્યવસાયમાં નવી વિચારધારા અમલમાં લાવશો. લેખન અને સાહિત્યમાં તમારી સૃજનાત્મકતા દેખાશે. શારીરિક થાક અનુભવશો. વાદવિવાદથી બચવું.

કુંભ(Aquarius):

નકારાત્મક વિચારોથી મનમાં હતાશા થઈ શકે છે. આ સમય માનસિક ઉદ્વેગ અને ક્રોધની ભાવના આવી શકે છે. ખર્ચ વધશે. વાણી પર સંયમ ન રહેવાને કારણે પરિવારમાં મનમોટાવ અને ઝઘડા થઈ શકે છે.

મીન(Pisces):

તમારો આજનો દિવસ સુખ-શાંતિથી વ્યતીત થશે. વેપારીઓ માટે ઉત્તમ સમય છે. પતિ-પત્ની વચ્ચે દામ્પત્ય જીવનમાં નિકટાનો અનુભવ થશે. મિત્રો તથા સ્વજનો સાથે મિલન-મુલાકાત થશે. જાહેર જીવનમાં પ્રગતિ થશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!