બહેનો વાંચી લો – લોટ બાંધીને ફ્રિજમાં મુકવો એટલે બીમારીને આમંત્રણ આપવું
આજના જમાનાની સ્ત્રીનાં માથે ઘર-પરિવાર, બાળકો, પતિ અને ઓછામાં વધુ ફેસબુક અને વોટ્સએપ સંભાળવાની જવાબદારી પણ આવી ગઈ. કેટલીક મહિલાઓ જોબ કરતી હોય તો ઘરકામની સાથો સાથ ઓફીસ કામ પણ કરવું પડે. આ બધાની અસર રસોડા ઉપર પણ થઈ હોય એવું લાગે છે. મહિલાઓ સમય બચાવવાનાં ચક્કરમાં રોટલીનો લોટ રાત્રે જ બાંધીને ફ્રિજમાં મૂકી દે છે અને એનો ઉપયોગ સવારમાં કરે છે. બરાબર ને ? જો તમે પણ આમ કરતા હોય તો ચેતી જજો. કારણ કે સમય બચાવવાનાં ચક્કરમાં તમે પોતાના અને પરિવારના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી રહ્યા છો.

વૈજ્ઞાનિકોનાં કહ્યા મુજબ, લોટ બાંધીને તરત જ એનો ઉપયોગ કરી નાખવો જોઈએ. નહી તો એમાં રાસાયણિક ફેરફાર થઈ જાય છે જે આરોગ્ય માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. ઉપરાંત રાત્રે જીવ-જંતુઓ પણ આંટાફેરા કરતા હોય છે જેથી ફ્રિજમાં મુકેલ લોટને નુકશાન થઈ શકે. આયુર્વેદમાં પણ વાસી લોટ કે વાસી ખોરાક ખાવાની સખત મનાઈ છે.
ધાર્મિક બાબતની દ્રષ્ટિએ જોઈએ તો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ બાંધેલ લોટને પિંડમાં સ્થાન અપાયું છે. તેમજ પિંડમાં હંમેશા આત્માઓનો જ વાસ હોય છે. જ્યારે આપણે ફ્રીજમાં લોટને મૂકી રાખીએ છીએ ત્યારે હવા સ્વરૂપે પણ અમુક આત્મા આપણા ઘરમાં પ્રવેશ કરતી હોય છે. અને એ આત્માનો વાસ એ બાંધીને મૂકી રાખેલા લોટમાં થાય છે. ત્યાર પછી આપણે એ લોટની રોટલી બનાવીને જમતા હોઈએ છીએ. એ પછી જેવો આત્મા હોય એવી અસર ઘરમાં જોવા મળતી હોય છે. નત્ત-નવી બીમારી ઘર કરી જાય. સતત કજિયા ને કંકાસ રહ્યા કરે. શારીરિક અને માનસિક રીતે વ્યક્તિ સતત પીડાયા કરે. આમ, વાસી ખોરાક ખાવાથી ગુસ્સો, આળસ, મેદ અને અનેક બીમારીઓ વધી જાય છે.
ઉપરાંત અગાઉથી લોટ બાંધી રાખવાથી તેમાં વાસ આવી જાય, ફૂગ થઈ જાય, ઠંડકને કારણે બેક્ટેરિયા પણ ઘુસી જાય અને એના સ્વાદમાં પણ ફેરફાર થઈ જાય છે.
મિત્રો, દરેક ખોરાક મનને પ્રભાવિત કરે છે અને મનને સ્વાસ્થ્ય સાથે ઉંડો સંબંધ છે. એ જ કારણ છે કે જેવુ અન્ન એવુ મન અને જેવુ મન તેવુ તન. માટે હંમેશા તાજુ ખાવ અને ખુશ રહો.