બીટ ખાવાના ફાયદા અને બીટના સ્વાદિષ્ટ લાડવા બનાવવાની રેસીપી – જરૂર વાંચો
બીટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. બીટમાં સારી માત્રામાં લોહ તત્વ, વિટામિન અને ખનીજ હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. દરરોજ એક બીટ ખાવું જોઈએ.
સામાન્ય રીતે આપણે બીટને સલાડ કે શાકમાં નાખીને ખાતા હોઈએ છીએ પણ ચાલો આજે બીટનાં લાડવા બનાવતા શીખીએ.
બિટનાં લાડવા બનાવવા માટે જરૂરી સામગ્રી:
1) બીટ : 500 ગ્રામ
2) છીણેલું ટોપરૂ : 150 ગ્રામ
3) એલચી પાવડર : 1 ચમચી
3) ખાંડ : 100 ગ્રામ
4) દેશી ઘી : 3 ચમચી
5) કાજુ : 10 નંગ
6) બદામ : 10 નંગ
બિટનાં લાડવા બનાવવાની રીત:
સૌથી પહેલાં બીટને ધોઈને ખમણી લો.

હવે એમાંથી જે પાણી છુટ્ટુ પડે તેને નિતારીને કાઢી લો ત્યારબાદ છીણેલા બીટમાં ઘી, ખાંડ અને એલચી પાવડર ભેળવીને ધીમા તાપે બાફી લો (બાફવામાં પાણી ઉમેરવું નહિ).
કુકરની બે સીટી વાગે ત્યાં સુધી બાફવું. બીટ બફાય જાય પછી તેને ઠરવા દો ત્યારબાદ એમાં જીણું ટોપરૂ નાખીને લાડવા વાળી લો.
ગાર્નિશ કરવા માટે લાડવા ઉપર કાજુ અને બદામનાં ટુકડાનો ઉપયોગ કરી શકાય.
બીટ ખાવાના ફાયદાઓ
● બીટ ખાવાથી પાચનશક્તિ વધે છે.
● લોહી સંબંધિત બીમારીઓથી છુટકારો મળે.
● બીટ આંખોનું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
● બીટમાં મેગ્નેશિયમ, સોડિયમ, મેંગેનીઝ, પોટેશિયમ અને વિટામીન સી જેવા પોષક તત્વ પણ હોય છે.
● બીટ હ્રદય સંબંધિત બીમારીઓથી પણ બચાવે છે. ઉપરાંત શરીરમાં પ્રોટીનની ઉણપ અને ડાયાબિટીઝથી પણ બચાવે છે.
● બીટ ડાયજેસ્ટિવ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. જે કોલોન, ફેફસાં અને પ્રોસ્ટેટ કેન્સરથી શરીરનો બચાવ કરે છે.
● બીટ નબળાઇ દૂર કરનાર છે. જે ગર્ભવતી મહિલાઓને રક્તની કમી હોય તે મહિલાઓ માટે બીટનું સેવન લાભકારી છે. માસિકધર્મમાં દર મહિને થતા દુખાવાથી રાહત મેળવવા માટે કાચુ બીટ ખાવું.
● બીટનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ત્વચાની તકલીફો દૂર થાય છે અને ચહેરો ખીલી ઉઠે છે
રેસીપી મોકલનાર: મીસીસ બેલીમ
Disclaimer: All rights reserved with mojemoj.com