Mojemoj.com

Best Gujarati Blog

આ પ્રકાર ના સપનાઓ આવે ત્યારે ભૂલથી પણ કોઈ સાથે શેર ના કરવા

સામાન્ય રીતે લોકોને નિદ્રાવસ્થામાં સ્વપ્ન આવે છે.સપના જોવા સામાન્ય બાબત છે.એમાં કોઇ સપના બિહામણા હોય તો કોઇ આનંદમય પણ હોય.ઘણીવાર એવું થાય છે કે,આપણે કોઇ ડરામણું સપનું જોઇને પરેશાન થઇ ઉઠીએ છીએ અને બધાને પોતાના સ્વપ્ન વિશે કહેવા માંડીએ છીએ.પણ ખરેખર અમે ન કરવું જોઇએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે.આવો જાણીએ કે શ માટે અને કેવા પ્રકારના સપનાની વાતો બીજાને ન કરવી જોઇએ.

બધી વ્યક્તિ સૂતી વખતે ક્યારેક ને ક્યારેક સપના તો અવશ્ય જુએ જ છે.એમાંના ઘણા આપણે ભુલી જઇએ છીએ તો કેટલાક સવારે જાગ્યા બાદ પણ યાદ હોય છે.કહેવાય છે કે,જે સપના આપણે સવાર સુધી યાદ રહે છે એ ફળદાયી હોય છે.પણ જો આપણે આ સ્વપ્નો વિશે બીજાને જણાવી દઇએ તો એનું ફળ નષ્ટ થઇ જાય છે.આ માટે સપનાની વાત બીજા સાથે વહેંચવી ન જોઇએ.

અમે જણાવી રહ્યાં છીએ એવા સ્વપ્નો વિશે જેને બીજા લોકો સાથે શેર કરવા ફાયદાકારક નથી.તો ચાલો જાણીએ કે કેવા પ્રકારના સ્વપ્નો વિશે બીજા લોકોને જણાવવું ન જોઇએ.

(1) મૃત્યુ સબંધિત સ્વપ્ન –

ઘણીવાર નિદ્રાધીન અવસ્થામાં આપણે સ્વપ્નાભાસ થાય છે કે,આપણું મૃત્યુ થઇ ગયું છે!આવા પ્રકારના સપનાની વાતો બીજા લોકોને ન કરવી જોઇએ.કારણ કે,તે ઘણા ફળદાયી હોય છે.એવામાં જો તમે આના વિશે અન્ય કોઇને જણાવી દો તો એનું ફળ નષ્ટ થઇ જાય છે.

(2) પ્રકૃતિ સબંધિત સ્વપ્ન –

સપનામાં જો આપને હરિયાળીયુક્ત પ્રકૃતિ સબંધિત નજારો જોવા મળે કે જેમાં નદી-નાળા,ઝાડ-છોડ કે કોઇ રમણીય પ્રાકૃતિક સ્થળ હોય;તો આ પ્રકારના સ્વપ્ન આપણા આનંદના પ્રવેશનો સંકેત કરે છે.કોઇ બીજાને આના વિશે જણાવવાથી સ્વપ્નફળ નાશ પામે છે.

(3) સર્પ સબંધિત સ્વપ્ન –

જો કોઇ વ્યક્તિને સપનામાં સાપ દેખાય તો સ્વાભાવિક છે કે,તે ડરી જાય અને એને કારણે તે પરીવારજનો સાથે સ્વપ્ન સબંધિત વાત કહી દે.પણ ખરેખર આમ કરવાથી સ્વપ્નફળનો પ્રભાવ નષ્ટ તઇ જશે.સર્પ સબંધિત સપનાઓ ધનલાભની શક્યતા દર્શાવનારા હોય છે.

આ લેખ આપ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના સહયોગ થી નિહાળી રહ્યા છો. જો ગમ્યો હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરવો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!