28 ફેબ્રુઆરીનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ
મેષ(Aries):

આજે માનસિક રીતે તમે થોડાક પરેશાન થઈ શકો છો. ભાવનાના પ્રવાહમાં વધુ ન વહેવું. તેનાથી વાણી પર સંયમ ન રહેવાને કારણે ગ્લાનિનો અનુભવ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. સ્થાયી સંપત્તિ સંબંધિત ચર્ચા ટાળવી.
વૃષભ(Taurus):
આજે તમે તન અને મન બંનેથી હળવાશ અનુભવશો. તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થશે. મન પણ સંવેદનશીલતાથી ભરેલું રહેશે. તમારી કલ્પનાશક્તિમાં વૃદ્ધિ થવાને કારણે તમે કાલ્પનિક દુનિયાની સફર કરશો.
મિથુન(Gemini):
તમારું કાર્ય નિર્ધારિત રીતે સંપન્ન થશે. આર્થિક આયોજનના પ્રારંભમાં અવરોધો આવી શકે છે, પરંતુ બાદમાં તમારો માર્ગ મોકળો જતો દેખાશે. નોકરી તથા વ્યાવસાયિક સ્થળ પર સહકર્મચારીઓ સાથે વાતાવરણ સુખદ રહેશે.
કર્ક(Cancer):
મિત્રો અને સ્નેહીજનો સાથે આજનો દિવસ ખૂબ ઉલ્લાસમય વાતાવરણમાં તમે પસાર કરશો. પ્રવાસ અને યાત્રાની સંભાવના છે. સુરુચિપૂર્ણ ભોજનનો સ્વાદ લઈ શકશો. ભાવનાશીલ પણ રહેશો. આર્થિક લાભનો દિવસ છે.
સિંહ(Lio):
વધુ ભાવુકતાને કારણે મનમાં વ્યગ્રતા રહેશે. સ્ત્રીવર્ગથી આજે સંભાળીને ચાલવું. કોર્ટ-કચેરીના મામલે સાવધાનીપૂર્વક આગળ વધવું. વ્યવહારમાં સંયમ અને વિવેક રાખવો જરૂરી છે. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે.
કન્યા (Virgo):
આજનો દિવસ આનંદ-ઉલ્લાસમાં પસાર થશે. વિવિધ ક્ષેત્રોમાં તમને લાભ મળશે, તેનાથી સ્ત્રીમિત્રોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. મિત્રો સાથે સુંદર, મનોહર સ્થળ પર આનંદની પળ પસાર કરશો. સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત કરશો.
તુલા(Libra):
દિવસ તમારા માટે શુભ છે. નોકરી કે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે તમે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરશો. પદ ઉન્નતિની પણ સંભાવના છે. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. માતા તરફથી લાભ થશે.
વૃશ્ચિક(Scorpio):
નોકરી કે વ્યાવસાયિક સ્થળ પર સંભાળીને કાર્ય કરવું. શારીરિક રીતે આળસનો અનુભવ કરશો. સંતાનો સાથે મતભેદ થઈ શકે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણયોને આજે બને તો ટાળવા. ખર્ચ થવાની સંભાવના છે.
ધન(Sagittarius):
વાણી અને વ્યવહાર પર સંયમ રાખવો. વધુ સંવેદનશીલતા તમારા મનને વ્યથિત કરી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. ધનનો ખર્ચ વધશે. અનૈતિક સંબંધ અને નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવું.
મકર(Capricorn):
આજે તમારો દિવસ શુભ પસાર થશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારો વ્યાપાર વિકસિત થવાની ઘણી સંભાવના છે. દલાલી, કમિશન, વ્યાજ વગેરેથી આવકમાં વૃદ્ધિ થશે. તેનાથી તમારો આર્થિક સ્તર મજબૂત બનશે. માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે.
કુંભ(Aquarius):
આજનો તમારો દિવસ તમારા માટે આનંદદાયી રહેશે. તમારા કાર્યમાં સફળતા તથા યશ-કીર્તિ પ્રાપ્ત થશે. પરિવારજનો સાથે સારી રીતે સમય પસાર કરશો. નોકરી અને વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને સહકર્મચારીઓનો ખૂબ સહયોગ મળશે.
મીન(Pisces):
આજે તમારી સૃજનશક્તિમાં વધુ નિખાર આવશે. કલ્પનાશક્તિને કારણે જે તમે સાહિત્યમાં ઊંડી રુચિ બતાવશો. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ અનુકૂળ છે. સ્વભાવમાં ભાવુકતા વિશેષ માત્રામાં રહેશે.
– બેજાન દારૂવાલા