ટેસ્ટ માં બેસ્ટ – ઈલાયચી શ્રીખંડ બનાવવાની સૌથી સરળ રીત વાંચો
શ્રીખંડ એક ગુજરાતી રેસિપી છે અને હવે તે દરેક જગ્યાએ ફેમસ થઇ ગઈ છે. દરેક તહેવારમાં લોકો તેને ડેઝર્ટ તરીકે પસંદ કરતા હોય છે. મોટાભાગે લોકો બહારથી શ્રીખંડ લાવતા હોય છે પરંતુ તે ઘરે બનાવવામાં પણ એકદમ સરળ છે. તો આજે અમે તમને જણાવીશું ઈલાયચી શ્રીખંડ બનાવવાની રેસિપી.

ઈલાયચી શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી :
૨ કપ દહીં
૧/૨ ચમચી ઈલાયચી પાવડર
૧૦ બદામ સમારેલ
૨૦ કાજૂ સમારેલ
૫ પિસ્તા સમારેલ
૧/૨ નાની ચમચી કેસર
સ્વાદાનુસાર ખાંડ
ઈલાયચી શ્રીખંડ બનાવવાની રીત :
ઈલાયચી શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા એક સ્વચ્છ મલમલ કપડું લો. કપડાને ચારણીમાં લગાવી, ચારણી વાસણ ઉપર રાખો. હવે દહીંને ચારણીમાં લાગેલ કપડા પર મૂકો. ત્યારબાદ કપડાને ચારેતરફથી ભેગું કરી ટાઈટ બાંધો અને દહીંમાથી બધું પાણી નીચોવી લો.
ત્યારબાદ દહીંવાળા કપડાને ફ્રિજમાં લટકાવી ૬ થી ૭ કલાક માટે રાખો. હવે કપડાને ફ્રિજમાંથી નીકાળી દહીંને બાઉલમાં નાખો. દહીં સરખી રીતે ઘટ્ટ થવું જોઈએ. ત્યારબાદ દહીંમાં ખાંડ, કેસર અને ઈલાયચી પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં કાજૂ, બદામ અને પિસ્તા મિક્સ કરો. તૈયાર છે ઈલાયચી શ્રીખંડ. તેને ફ્રિજમાં રાખી ઠંડો કર્યા પછી કેસર અને પિસ્તાથી ગાર્નિસ કરી સર્વ કરો.
લોકપ્રિય ગુજરાતી ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરેલી આ રેસીપી ગમી હોય તો બધા સાથે જરૂર શેર કરજો.
રેસીપી મોકલનાર: રીનાબેન પટેલ (માણાવદર)