જે થઈ રહ્યું છે એ બદલવાની કોશિશ કરો, જવાબદારીઓ સ્વીકારો અને કંઈક કરી દેખાડો
સકારાત્મક વિચારશ્રેણી અને હંમેશા પોઝીટીવ એટીટ્યુડ ધરાવનાર માઈકલ જોર્ડનનાં જીવન આધારિત આ એક સત્ય કથા છે. આ વાર્તા વાંચવાથી તમને પણ નવા-નવા વિચારો અને પ્રેરણા મળશે એની ગેરેન્ટી. તેથી આ વાર્તા છેલ્લે સુધી વાંચજો અને ગમે તો કમેન્ટમાં બે શબ્દો લખજો મિત્રો.
જ્યારે માઈકલ જોર્ડન નાના હતા ત્યારે એના પિતાએ તેમને બોલાવ્યા અને કહ્યુ કે, આ અેક જુની ટી- શર્ટ છે, તેને તું 1 ડોલરમાં વેચી આવ. ત્યારે તે વિચારવા લાગ્યા કે આ જુની ટી-શર્ટને 1 ડોલરમાં કેવી રીતે વેચવી? એમણે પેહેલા તો એ ટી-શર્ટને બરાબર ધોઈને સાફ કરી નાખી. એ વખતે એમની પાસે ઈસ્ત્રી કરાવવાના પૈસા પણ ન હતા એટલે એણે વજનદાર વસ્તુઓ લીધી અને ટી-શર્ટ ઉપર મુકી દીધી જેથી કરી કાપડ સીધુ થઈ જાય. ત્યારબાદ તેઓ ટી-શર્ટ વેચવા બજારમાં ગયા. અને અે ટિ શર્ટને વેચી આવ્યા. બીજા દિવસે તેઓ એક ડોલર લઈને પિતા સમક્ષ હાજર થયા. અા જોઈ પિતાજી ખુબ જ ખુશ થઈ ગયા.

થોડા દિવસ પછી ફરીથી તેમણે માઈકલને બોલાવ્યા અને એને બીજી ટી-શર્ટ અાપી અને કહ્યું કે, આ લે ટી-શર્ટ તારે 10 ડોલરમાં વેચવાની છે. જોર્ડન ફરીથી વિચારવા લાગ્યા કે ટી-શર્ટને 10 ડોલરમાં કેવી રીતે વેચુ? થોડુ વિચાર્યા બાદ તેમણે એ ટી-શર્ટ ઉપર મીકી માઉસનું સ્ટિકર લગાવી દીધું અને નાના બાળકોની સ્કૂલ બહાર ઉભા રહી ગયા. એક બાળકે અા ટી-શર્ટને જોઈને જીદ પકડી અને તે બાળકના પિતાએ ટી-શર્ટ 10 ડોલરમાં ખરીદી લીધુ. ટી-શર્ટ વેચીને જોર્ડન ઘરે ગયા અને પિતાજીને 10 ડોલર આપ્યા. તેના પિતાજી આ જોઈને ખુબ જ રાજી થઈ ગયા.
થોડા દિવસો બાદ ફરીથી તેમના પિતાજીએ જોર્ડનને બોલાવ્યા અને એક ટી-શર્ટ આપ્યું અને કહ્યું કે, આ ટી-શર્ટને તારે 100 ડોલરમાં વેચવાનું છે. માઈકલ જોર્ડન આ જોઈને વિચારમાં ગરકાવ થઈ ગયા કે, પિતાજી મારી સાથે આવું કેમ કરી રહ્યા છે? ફરી તેઓ ટી-શર્ટ જોઈને વિચારવા લાગ્યા કે આ ટી- શર્ટને 100 ડોલરમાં કેવી રીતે વેચવું? તે દિવસ દરમિયાન તેમના શહેરમાં અેક પ્રખ્યાત એક્ટ્રેસ આવ્યા હતાં તે તેમની પાસે ગયા અને જીદ કરવા લાગ્યા કે મારે ઓટોગ્રાફ જોઈએ છે. એ ટી-શર્ટ ઉપર ઓટોગ્રાફ લઈને તેઓ ટી-શર્ટની હરાજી (ઓક્શન) માટે બજારમાં ગયા. ત્યાં ટી-શર્ટની બોલી લાગી અને 100 કે 200 ડોલર નહી પણ 2000 ડોલરમાં વેચ્યું. તેમની આ સકારાત્મક વિચાર શક્તિના કારણે જ તેઓ આ કાર્ય સફળતા પૂર્વક કરી શક્યા.
માઈકલ જોર્ડનનો જન્મ 17 ફેબ્રુઆરી 1963 નાં રોજ ન્યુયોર્કમાં થયો હતો. તેઓ એક ગરીબ પરિવારમાંથી હતા. જીવનમાં આગળ વધવા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. માઈકલ જોર્ડન અેક સૌથી મોટા બાસ્કેટબોલ ખેલાડી છે જેમને સંન્યાસ લઈ લીધો છે. તેમની સકારાત્મક વિચાર શક્તિના લીધે જ આજે આખી દુનિયા એમને ઓળખે છે.
મિત્રો, જિંદગી જીવવાના બે જ રસ્તા હોય છે. પહેલો રસ્તો એ કે, જે થઈ રહ્યું છે એ થવા દો અને સહન કરતા રહો અને બીજો એ કે, જે થઈ રહ્યું છે એ બદલવાની કોશિશ કરો, જવાબદારીઓ સ્વીકારો અને કંઈક કરી દેખાડો..
જો કામ દુનિયા કો સબસે નામુકીન લગે, વહી અચ્છા વક્ત હૈ અપના કરતબ દિખાને કા.
લખાણ – ઈલ્યાસભાઈ
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પ્રેરણાત્મક સત્ય કથા જો ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.
Disclaimer: All rights reserved by mojemoj.com