Mojemoj.com

Best Gujarati Blog

શાકભાજી અને ફળ ઉપર લગાવેલ આ સ્ટીકર ખુબ મહત્વનું છે – ઉપયોગી માહિતી

ફળ ઉપર લાગેલ સ્ટીકર અને કોડનો મતલબ શું થાય? ખરીદી કરતી વખતે ધ્યાન રાખો.

બધા લોકો ફળ ખરીદતા હોય છે પણ ધ્યાનથી જોતા નથી કે એના ઉપર લાગેલ સ્ટીકરનો શું મતલબ થાય. આ સ્ટીકર પર એક કોડ લખેલ હોય છે જેને PLU (પ્રાઈસ લુક-અપ) કહેવાય છે. આ સ્ટીકર અને એના કોડ અલગ-અલગ પ્રકારનાં હોય છે અને દરેક સ્ટીકરનો અર્થ પણ અલગ-અલગ હોય છે. જો આ સ્ટીકર્સ પર લાગેલ કોડનો મતલબ આપણને ખબર હોય તો ફળ વિશે ઘણી બધી માહીતી આપણે જાણી શકીએ. જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે, કયું ફળ સારૂ? કયું ફળ લેવું અને કયું ન લેવું ?

જાણો ફળ ઉપર લાગેલ કોડનો મતલબ :

જો કોઈ ફળ કે શાકભાજી ઉપર 5 ડિજિટનો કોડ હોય અને આ કોડની શરૂઆતનો ડિજિટ 9 હોય તો એનો મતલબ એમ થાય કે આ ફળને જૈવિક રીતે ઉગવવામાં આવ્યું છે. પણ એમાં જેનેટિકલી ફેરફાર ન કરી શકાય.

જો કોઈ ફળ કે શાકભાજી ઉપર 5 ડિજિટનો કોડ હોય અને એ કોડની શરૂઆતનો ડિજિટ 8 હોય તો એનો મતલબ એવો થાય કે એનું જૈવિક ખેતી દ્વારા ઉત્પાદન થયેલ છે. જેને જેનેટિકલી રૂપથી ફેરફાર કરવામાં આવે છે.

જે ફળ કે શાકભાજી ઉપરનાં સ્ટીકરમાં 4 ડિજિટવાળો કોડ હોય એ દર્શાવે છે કે આ ફળને ઉગાવતા સમયે ટ્રેડિશનલ કિટ-નાશક કે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર વાંચેલી ખુબ જ ઉપયોગી આ માહિતી બીજા મિત્રો સાથે પણ શેર કરો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!