આવા દેખાય છે ‘Taarak Mehta…’ ની દયા ભાભીથી લઈને બધી ભાભીઓ ના રિયલ લાઈફ પાર્ટનર
સિરીયલ Taarak Mehta Ka Ooltah Chashmah માં નજર આવતી ગોકુલધામની ભાભીઓ ખૂબ ફેમસ છે. ગોકુલધામ સોસાયટીમાં દયા ભાભીથી લઈને બબીતાજી દરેક પોતાના અંદાજમાં ખૂબ ફેમસ છે. જેઠાલાલ અને દયા ભાભી આ શોના સૌથી ફેમસ કપલ છે. આ સિવાય બબીતાજી અને ઐયરની જોડી પણ કમાલની છે. આજે અમે તમને જણાવીશું દયા ભાભીથી લઈને ગોકુલધામ સોસાયટીની અન્ય ભાભીઓના રિયલ લાઈફ પાર્ટનર વિશે. તેમની રીલ અને રિયલ જોડી કેવી છે તમે પણ જોઈ લો.
1. દયા ભાભી :

ગોકુલધામ સોસાયટીમાં બધાની ફેવરેટ દયા ભાભીનું રિયલ નામ દિશા વાકાણી છે. દયા ભાભી અને જેઠાલાલની કોમેડી દર્શકોને ખૂબ પસંદ આવે છે. જો દિશા વાકાણીની રિયલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો દિશાએ ૨૦૧૫ માં મુંબઈના સીએ મયુર સાથે મેરેજ કર્યા હતા. અત્યારે સિરીયલમાં દિશા વાકાણી નજર આવતી નથી. કારણકે દિશા મેટરનીટી લીવ પર છે અને તેમણે એક પુત્રીને જન્મ આપ્યો છે.
2. માધવી ભિડે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની આચાર-પાપડ ક્વીન માધવી ભિડેનું રિયલ નામ સોનાલિકા જોશી છે. ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મારામ તુકારામ ભિડે અને તેમની પત્ની માધવી ભિડેની જોડી પણ હટકે છે. માધવી ભિડે રિયલ લાઈફમાં સમીર જોશી સાથે મેરેજ કર્યા છે અને તેમની બે પુત્રીઓ પણ છે.
3. કોમલ હંસરાજ હાથી
કોમલ હંસરાજ હાથીનું રિયલ નામ અંબિકા રંજનકર છે. ગોકુલધામ સોસાયટીમાં ડૉ.હાથી અને તેમની પત્ની કોમલ ભાભીની જોડી હટકે છે. આ સિવાય રિયલ લાઈફમાં પણ કોમલ ભાભી બિંદાસ સ્વભાવની છે. અંબિકા રંજનકરના પતિનું નામ અરુણ રંજનકર છે. અરુણ પણ ફેમસ ડિરેક્ટર અને એક્ટર છે.
4. રોશન કૌર સોઢી
ગોકુલધામ સોસાયટીની ફેવરેટ ભાભી રોશન સોઢીનું રિયલ નામ જેનિફર મિસ્ત્રી બંસીવાલ છે. સિરીયલમાં રોશન ભાભી એક પારસી મહિલા છે. રિયલ લાઈફમાં જેનીફરના પતિ બોબી બંસીવાલ છે. બંનેને એક પુત્રી પણ છે.
5. બબીતાજી
બબીતાજીનું રિયલ નામ મુનમુન દત્તા છે. ઐયર અને બબીતાની જોડી ગોકુલધામની અનોખી જોડી છે. બબિતા ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન મહિલા છે. બબીતા તેના ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. જો કે, બબીતાએ હજુ સુધી મેરેજ કર્યા નથી પરંતુ બીગબોસના એક્સ કન્ટેસ્ટંટ અરમાન કોહલી સાથે તેનું નામ જોડાયું હતું.
ગુજરાતના સૌથી લોકપ્રિય અને વિશાળ પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ જો તમને ગમી હોય તો જરૂર લાઈક અને શેર કરજો.
સોર્સ: વિશ્વગુજરાત