Mojemoj.com

Best Gujarati Blog

“યાત્રીગણ કૃપિયા ધ્યાન દે” રેલ્વે સ્ટેશન પર સંભળાતો આ અવાજ કોનો છે? જાણો કોણ છે આ મહિલા

ભારતમાં મુસાફરી માટેનું સૌથી મોટું માધ્યમ ભારતીય રેલ્વે છે. રેલ વ્યવહારને કારણે ભારતનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ટ્રેનનાં કારણે જ એક સાથે હજારો લોકો દૂર-દૂર સુધી મુસાફરી કરી શકે છે. ટ્રેનમાં ભાડું પણ ઓછું હોય છે અને ખાવા-પીવાની સુવિધા પણ મળી રહે છે. ટ્રેનમાં એક શક્તિશાળી એન્જીન લાગેલું હોય છે જે ઘણા બધા ડબ્બાને એક સાથે ઝડપથી ખેંચી શકે છે. ટ્રેનનો ઉપયોગ ફક્ત મુસાફરોની આવન-જાવન પૂરતો સીમિત નથી એમાં માલ-સામાનની હેર-ફેર પણ સરળતાથી કરી શકાય છે. ટ્રેનની મુસાફરી એકદમ આરામદાયક હોય છે. પહેલાના જમાનામાં એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચવામાં દિવસોના દિવસો લાગી જતા હવે ટ્રેન આવતા લાંબામાં લાંબી મુસાફરી પણ કલાકોમાં પુરી થઈ જાય છે.

રેલગાડીનાં કારણે ઘણા ગામડા અને શહેર એકબીજા સાથે જોડાય શકયા છે. ભારતની પ્રગતિમાં રેલ્વેનું મહત્વપૂર્ણ યોગદાન છે. રેલગાડીમાં મુસાફરીની એક અલગ જ મજા છે. તમે રેલ્વેમાં મુસાફરી કરી હશે તો ખ્યાલ જ હશે કે, દરેક રેલ્વે સ્ટેશન પર તમને એક મહિલાનો અવાજ સંભળાશે. એ અવાજ હોય છે એનાઉન્સમેન્ટ કરી રહેલ મહિલાનો–“યાત્રીગણ કૃપિયા ધ્યાન દે”.

દરેક રેલ્વે સ્ટેશન પર સંભળાતો અવાજ ‘યાત્રીગણ કૃપિયા ધ્યાન દે’ આપણામાંથી મોટાભાગના લોકો માટે જાણીતો છે. આ મહિલાનો અવાજ કાયમ એક જેવો જ લાગે છે. ઘણીવાર દરરોજ મુસાફરી કરનારા લોકોના મનમાં સવાલ પણ થાય છે કે, રેલ્વે સ્ટેશન બદલાઈ જાય છે પરંતુ આ અવાજ કેમ નથી બલદાતો? કદાચ તમને પણ આવો સવાલ થતો હશે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આખરે ! આ મધુર અવાજ કોનો છે?


દરેક અલગ-અલગ રેલ્વે સ્ટેશન પર સતત ગુંજતો રહેતો આ અવાજ એક જ મહિલાનો છે અને આ અવાજ છેલ્લા 20 વર્ષથી ગુંજી રહ્યો છે. આ અવાજ સરલા ચૌધરીનો છે. સરલા તેના આ એનાઉન્સમેન્ટ/સૂચના દ્વારા મુસાફરોનું ધ્યાન દોરે છે.

સરલા ચૌધરી છેલ્લા 20 વર્ષથી એનાઉન્સમેન્ટ કરી રહી છે. 1982માં રેલ્વેમાં આ જગ્યા માટે ટેસ્ટ આપ્યો હતો અને આ પરીક્ષામાં સફળતા મેળવી હતી. ટેસ્ટમાં પાસ થયા પછી એમને સેન્ટ્રલ રેલ્વેમાં દૈનિક ભથ્થા મુજબ કામે રાખવામાં આવ્યા. ત્યારબાદ એમની મહેનત, લગન અને મધુર અવાજને લીધે 1986માં તેમને આ જગ્યા પર કાયમી કરવામાં આવ્યા. તે સમયે એમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. એ સમયે કોમ્પ્યુટર ન હોવાથી દરેક અલગ-અલગ સ્ટેશને સમયસર પહોંચીને તેમણે જાહેરાત કરવી પડતી હતી. તે સમયે એક એનાઉન્સમેન્ટને રેકોર્ડ કરવામાં 3 થી 4 દિવસ લાગી જતા હતા. ઘણી અલગ-અલગ ભાષાઓમાં આ રેકોર્ડ કરવા પડતા હતા. ત્યારબાદ રેલ્વે સ્ટેશનનાં બધા જ એનાઉન્સમેન્ટનું કામ ટ્રેન મેનેજમેન્ટ સીસ્ટમને સોંપી દેવામાં આવ્યું.

આજે સ્ટેન્ડ બાય મોડ પર સરલાજીનાં અવાજને આ વિભાગે કંટ્રોલ રૂમમાં સેવ કરી લીધું છે. આજે પણ લોકો આ અવાજના વખાણ કરે છે. સરલાજી એ જણાવ્યું કે, કેટલાક અંગત કારણોસર લગભગ 12 વર્ષ પહેલાં તેઓ આ નોકરી છોડી ચુક્યા છે. હવે તેઓ OHE વિભાગમાં કાર્યાલય અધિક્ષક પદ પર ફરજ બજાવી રહ્યા છે. એમને ઘણો આનંદ થાય છે જ્યારે લોકો ફક્ત અવાજ સાંભળીને એમના વખાણ કરે. રેલ્વે સ્ટેશન પર પોતાનો અવાજ સાંભળવો એમને ખૂબ ગમે છે.

‘યાત્રીગણ કૃપિયા ધ્યાન દે’

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!