15 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ
મેષ(Aries):

આજે તમારા મિત્રો સાથે સાથે આનંદ-પ્રમોદ કરવાનો દિવસ છે. મિત્રો તરફથી ગિફ્ટ મળશે તથા મિત્રો પાછળ ખર્ચ પણ થશે. નવા મિત્રોને કારણે ભવિષ્યમાં લાભ થઈ શકે છે. સંતાન તરફથી લાભ થશે. પ્રવાસનું આયોજન થઈ શકે છે.
વૃષભ(Taurus):
આજનો દિવસ નોકરી કરનારા લોકો માટે શુભ છે. નવા કાર્યોનું આયોજન સફળતા પૂર્વક કરી શકશો. ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિ બની રહેશે. પ્રમોશન થઈ શકે છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા આવશે. તમારા અધૂરા કાર્યો પૂરા થશે.
મિથુન(Gemini):
કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે તેવું ગણેશજી કહી રહ્યા છે. શરીરમાં થાક અને આળસને કારણે કાર્યમાં ઉત્સાહ રહેશે નહીં. પેટ સંબંધિત રોગોથી મુશ્કેલી થઈ શકે છે.
કર્ક(Cancer):
આજના દિવસે તમારે સાવચેત રહેવું. પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ ન કરવો. વાણી પર સંયમ રાખવાથી અનિષ્ટ દૂર કરી શકાશે. વધુ ખર્ચ થવાની સંભાવના છે. નિષેધાત્મક અને અનૈતિક કાર્યોથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે.
સિંહ(Lio):
વૈવાહિક જીવનમાં તકરાર થઈ શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા ભાગીદાર અને વેપારીઓ સાથે ધીરજથી કામ લેવું. સંભવ હોય તો ખોટી ચર્ચા અને વિવાદમાં ન પડવું. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા ઓછી મળશે.
કન્યા (Virgo):
આજના દિવસે તમે સ્ફૂર્તિ તથા સ્વસ્થતાનો અનુભવ કરશો. ઘરમાં તથા નોકરીના સ્થળોનું વાતાવરણ આનંદદાયી રહેશે. સાથે કામ કરનારા લોકો તરફથી સહયોગ મળશે. દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
તુલા(Libra):
તમારો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. સંતાનની ચિંતા તમને પરેશાન કરી શકે છે. વાદ-વિવાદ અથવા બોદ્ધિક ચર્ચાથી દૂર રહેવું. નવા કાર્યનો પ્રારંભ આજે ન કરવો. કોઈ પ્રિયજન સાથે મુલાકાત થશે.
વૃશ્ચિક(Scorpio):
આજે શાંત મને દિવસ પસાર કરવાની સલાહ ગણેશજી આપી રહ્યા છે. સંબંધીઓ સાથે મનભેદ થઈ શકે છે. આર્થિક નુકસાન થવાની આશંકા છે. દાંપત્ય જીવનનું સુખ અને આનંદ મળશે. આજે તમારો વ્યવહાર સામાન્ય રહેશે.
ધન(Sagittarius):
નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજે શુભ દિવસ છે. ભાઈ-બંધુઓ સાથે મળવાનું થશે. પરિજનો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. આધ્યાત્મમાં રસ વધશે.
મકર(Capricorn):
આજના દિવસે પરિવારજનો સાથે લડાઈ ન થાય તેનું ધ્યાન રાખવું તેવું ગણેશજી કહી રહ્યા છે. વાણી પર સંયમ તમને મુશ્કેલીમાંથી બહાર લાવશે. આંખમાં પીડા થવાની સંભાવના છે.
કુંભ(Aquarius):
આજનો દિવસ શુભ ફળદાયી છે એવું ગણેશજી કહે છે. શારીરિક અને માનસિક રૂપે તમે પ્રસન્ન રહેશો. ભૌતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તમને સારો અનુભવ થશે. આધ્યાત્મિક વિચાર તમારા મનને પ્રસન્ન કરશે.
મીન(Pisces):
લોભ કે લાલચમાં ન ફસવું. આર્થિક વિષયમાં ખુબ સાવધાન રહેવું. રોકાણ, સહી, સિક્કો મારતા પહેલા ધ્યાન રાખવું. શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે. એકાગ્રતાની કમી રહેશે. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થઈ શકે છે.
– બેજાન દારૂવાલા