21 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ
મેષ(Aries):

આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તન-મનથી સ્વસ્થ થઈને કાર્ય કરી શકશો, જેનાથી કાર્યમાં ઉત્સાહ અને ઊર્જાનો અનુભવ કરશો. આજે તમારા પર લક્ષ્મીજીની કૃપાદૃષ્ટિ રહેશે. પરિવારજનો સાથે આનંદ અને ઉલ્લાસથી સમય પસાર કરશો. માતા તરફથી લાભ મળશે.
વૃષભ(Taurus):
આજે થનારી ઘટનાઓથી તમે ચિંતિત રહી શકો છો. સ્વાસ્થ્ય નરમ રહેશે. આંખોમાં તકલીફ થઈ શકે છે. સ્વજનો તથા પરિવારજનોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. આજે શરૂ કરેલાં દરેક કાર્ય અપૂર્ણ રહેશે. ખર્ચ અપેક્ષાથી વધુ રહેશે.
મિથુન(Gemini):
આજે અનેક રીતે લાભ થવાના કારણે તમારા હર્ષોલ્લાસમાં વૃદ્ધિ થશે. જીવનસાથી તથા સંતાન તરફથી લાભદાયી સમાચાર મળશે. મિત્રો સાથે થયેલી મુલાકાતથી આનંદ મળશે. ઉત્તમ ભોજન મળશે.
કર્ક(Cancer):
આજનો દિવસ તમારા વ્યવસાય માટે લાભદાયી છે. આજે તમારા પર ઉચ્ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહેશે અને તમારા વર્ચસ્વમાં વૃદ્ધિ થશે. ધનસંપત્તિ-માન સન્માનના અધિકારી બનશો. કાર્યભારમાં થોડા થાકનો અનુભવ થશે. ગૃહસ્થ જીવન આનંદપૂર્ણ રહેશે.
સિંહ(Lio):
આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યતીત કરશો. તમારો વ્યવહાર આજે ન્યાયને અનુકૂળ રહેશે. ક્રોધ પર સંયમ રાખવો. વ્યવસાયમાં અવરોધ ઉપસ્થિત થવાની સંભાવના છે અને ઉચ્ચ પદાધિકારીઓની અપ્રસન્નતાને કારણે દુઃખી થવાની સંભાવના છે.
કન્યા (Virgo):
ગણેશજી આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપે છે. કોઈ નવા કાર્યનો પ્રારંભ ન કરવો. ક્રોધ તથા આવેશમાં વૃદ્ધિ ન થાય તેનું ધ્યાન રાખવું. પરિવાર અને સ્નેહીજનો સાથે ઉગ્ર વિવાદને કારણે તકલીફ થઈ શકે છે. શત્રુઓથી સાવધાન રહેવું.
તુલા(Libra):
દિવસમાં તમારું મન મિત્રો અને સ્નેહીજનો સાથે ખાન-પાન, સેરસપાટા તથા પ્રેમ સંબંધોને કારણે પ્રફુલ્લિત રહેશે. યાત્રા પર્યટનનો યોગ છે. આજે મનોરંજનનાં સાધનો તથા વસ્ત્રાલંકારોની ખરીદીનો પણ યોગ છે. માન-સન્માન મળી શકે છે.
વૃશ્ચિક(Scorpio):
ઘરમાં સુખશાંતિ અને આનંદનો માહોલ રહેશે. તમારું શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહેશે. પૈસા જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ થશે. બીમાર વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં સુધારો થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. ધનલાભ થશે અને અધૂરાં કાર્ય સંપન્ન થશે.
ધન(Sagittarius):
કાર્યમાં સફળતા ન મળતા નિરાશ થવાનો યોગ ગણેશજી જોઈ રહ્યા છે. ક્રોધ પર સંયમ રાખવો. ચર્ચા અને વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો. પ્રણય સંબંધો માટે આજનો દિવસ સારો છે, પ્રિયપાત્ર સાથે રોમાંચક પળનો આનંદ લઈ શકશો.
મકર(Capricorn):
પરિવારમાં ક્લેશમય વાતાવરણથી મન ખિન્ન થઈ શકે છે. શરીરમાં સ્ફૂર્તિ અને આનંદનો અભાવ રહેશે. પરિવારના સભ્યો સાથે મનમોટાવ થઈ શકે છે. છાતીમાં પીડા કે કોઈ વિકાર આવી શકે છે. નિદ્રાનો અભાવ રહેશે.
કુંભ(Aquarius):
મિત્રો તથા સંબંધીઓ સાથે આનંદપૂર્વક સમય પસાર કરવો. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થશે. ઘરની આસપાસ ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. હરીફો પર વિજય પ્રાપ્ત થશે. ભાગ્યની વૃદ્ધિ થશે. લગ્નજીવનમાં આનંદની અનુભૂતિ થશે.
મીન(Pisces):
વાણી પર સંયમ રાખવો. ધનની લેવડદેવડમાં સાવધાની રાખવી. આજે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પરિવારજનો સાથે મનમોટાવ થવાની સંભાવના છે. નકારાત્મક વિચારોને મનમાં ન લાવવા અને ખાનપાનનું ધ્યાન રાખવું.
– બેજાન દારૂવાલા