Mojemoj.com

Best Gujarati Blog

બોલીવુડ સ્ટાર્ટના હકીકતના ઘરમાં થયેલા છે આ ફિલ્મોના શુટિંગ – તમે નોટીસ કરેલુ?

બોલિવુડના એક્ટરો વિશે જાણવાની સામાન્ય માણસના મનમાં ઘણી ઉત્સુકતા હોય છે.જેમ કે,તે કેવા ઘરમાં રહે છે અને શું ખાવે-પીવે છે વગેરે.આથી આ વિષયો પર મિડીયામાં પણ ઘણા સમાચારો આવતા હોય છે.

અહીઁ એક રસપ્રદ વાત કહેવાની છે કે,જે કલાકારોના આલિશાન ઘરો જોવાની તમને તાલાવેલી છે તેમાંથી અમુકના ઘરો તો તમે ફિલ્મમાં જ જોઇ લીધાં હશે!કદાચ તમને આ વાતની ખબર પણ નહી હોય.

મોટાભાગે તો ફિલ્મના શૂટીંગ માટે સેટ જ તૈયાર કરવામાં આવે છે પણ અમુક ફિલ્મોના સીન શૂટ કરવા માટે અભિનેતાઓના ઘર પણ પસંદ કરવામાં આવે છે.ચાલો જાણીએ એવી બોલિવુડ ફિલ્મો વિશે કે જે જે-તે બોલિવુડ સેલિબ્રીટીના ઘરમાં જ શૂટ થયેલી:

કી એન્ડ કા –

આર.બાલ્કી દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં અર્જુન કપૂર અને કરીના કપૂરની જોડીને દર્શકોએ વખાણી હતી.ફિલ્મના એક સીનમાં અર્જુન કપૂર અમિતાભ અને જયા બચ્ચનના ઘરે લંચ માટે આવે છે.રીયલમાં આ સીન અમિતાભ બચ્ચનના બંગલા “જલ્સા”માં શૂટ કરેલો છે!આ ઉપરાંત ફિલ્મ “બોમ્બે ટોકિઝ”નું પણ કેટલુંક શૂટિંગ અમિતાભના બીજા બંગલા “પ્રતિક્ષા”માં થયેલું.

બજરંગી ભાઇજાન –

૨૦૧૫માં આવેલી આ સુપરહિટ ફિલ્મના ઘણા સીન પનવેલમાં આવેલા સલમાન ખાનના ફાર્મહાઉસમાં “અર્પિતા”માં શૂટ કરેલા છે.

ફેન –

શાહરૂખ ખાનને ડબલ રોલમાં દર્શાવતી આ ફિલ્મમાં સુપરસ્ટારના કિરદારમાં દેખાડવામાં આવતું શાહરૂખ ખાનનું ઘર ખરેખર તેનું જ છે!ફિલ્મના થોડા ભાગની શૂટીંગ અહીં થયેલી.

વીર ઝારા –

યશરાજ બેનર હેઠળની શાહરૂખ અને પ્રીતી ઝંટાની આ રોમાન્ટીક ફિલ્મનું શૂટીંગ સૈફ અલી ખાનના “પટૌડી”ફાર્મહાઉસમાં થયેલું છે.

સંજય દત્તની બાયોપિક –

રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યો છે.સંજય દત્તે આ ફિલ્મનું શૂટીંગ પોતાના ઘરમાં કરવાની પરવાનગી આપી છે.આથી તમે આ ફિલ્મમાં સંજય દત્તનું સાચુંકલું ઘર જોઇ શકશો

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!