Mojemoj.com

Best Gujarati Blog

ફક્ત 7 દિવસ સુધી સવારમાં ભૂખ્યા પેટે ગોળ ખાવ, જોઈ લો ફાયદાઓ નું લીસ્ટ

આજ દરેક માણસ જાત-જાતની બીમારીઓથી ઘેરાય ચુક્યો છે. આ બીમારીના ઈલાજ માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે. પણ, જો સમયસર ધ્યાન આપવામાં આવે તો આયુર્વેદ દ્વારા મોટા ભાગની બીમારીઓને થતા પહેલા જ અટકાવી શકાય. આયુર્વેદમાં લગભગ દરેક બીમારીનો ઈલાજ દર્શાવવામાં આવ્યો છે. એટલે, આજે અમે તમને ગોળ ખાવાના ફાયદા બતાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ગોળ સ્વાદિષ્ટ તો છે જ સાથો-સાથ તંદુરસ્તીનો ખજાનો પણ છે.

ગોળની ખાસિયત

ગોળની ગણતરી સ્વાસ્થ્યવર્ધક પદાર્થોમાં કરી શકાય છે. આનું મુખ્ય કારણ તે છે કે ગોળની અંદર એક પ્રકારનું વિટામીન બી (આઈનાસીટલ) ભરપુર માત્રામાં મળી આવે છે. આયુર્વેદમાં પણ આ વાત વિશે કહ્યું છે કે ગોળના સેવનથી શરીર નિરોગી રહે છે અને તેને સ્વસ્થ રાખી શકાય છે. યોગ્ય માત્રામાં ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. હરડેની સાથે તેનું સેવન કરવાથી પિત્ત ઠીક થઈ જાય છે. બાળકો માટે સૌથી ઉત્તમ છે ગોળ. આમાં ચિકણાઈ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા મુખ્ય પોષક તત્વો મળી આવે છે. તો ચાલો જાણીએ ગોળ ખાવાનાં ફાયદા.

ગોળ ખાવાના ચમત્કારિક ફાયદા:

પેટ માટે ફાયદાકારક

ગોળ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી પેટ સંબંધિત બીમારી થતી નથી. જે લોકોને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય એમણે ગોળનું સેવન કરવું જોઈએ. જો તમને ખાટ્ટા ઓડકાર આવતા હોય તો ગોળ, સેંધા નમક અને સંચળને પાણીમાં મેળવીને પીવું. સવારે ઉઠીને ભૂખ્યા પેટે ગોળ ખાવાથી પાચનશક્તિ વધે છે અને ભૂખ પણ લાગે.

લોહીની ઉણપ દૂર કરે

ગોળમાં લોહતત્વ (આયર્ન) ભરપૂર માત્રામાં હોય છે. ગોળ હિમોગ્લોબીનની ખામીને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્ત કોશિકાઓની માત્રા વધે છે અને લોહીની ઉણપ દૂર થાય છે. એનિમિયાનાં દર્દીઓ માટે ગોળનું સેવન આશિર્વાદ સમાન છે.

બ્લડ પ્રેશર કાબુમાં રાખે

જો કોઈને બ્લડ પ્રેશરની તકલીફ હોય તો એના માટે ગોળ એક રામબાણ ઈલાજ છે. ગોળ ખાવાથી બ્લડ પ્રેશર કાબુમાં રહે છે.

હાડકા મજબૂત થશે

ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. એટલે ગોળ હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ અસરદાર છે.

વજન ઘટાડે

ગોળ ખાવાથી શરીરનું વજન કંટ્રોલમાં રહે છે. જો કોઈ વ્યક્તિનું વજન ખૂબ વધારે હોય તો એણે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ વજન ઓછું કરવામાં ખૂબ જ કારગર છે.

શરીરને મજબૂત અને સક્રિય બનાવી રાખવામાં ગુણકારી

ગોળ ખાવાથી શરીર મજબૂત અને સક્રિય (એક્ટિવ) બને છે. જો દૂધમાં ગોળ મેળવીને એનું સેવન કરવામાં આવે તો શારીરિક કમજોરી દૂર થાય છે. દૂધ સાથે ગોળનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે અને સ્વસ્થ રહે છે. એટલે જો તમને દૂધ પસંદ હોય તો એમાં ગોળ મેળવીને પીવાથી તાત્કાલિક ફાયદો થશે.

શરદી-ઉધરસ દૂર ભગાડે

જો કોઈને શરદી-ઉધરસ હોય તો એણે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ તત્વ શરદી-ઉધરસ મટાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

મગજ માટે લાભકારી

આમ તો ગોળ ખાવાના ઘણા ફાયદા છે. પણ, આનો સૌથી મોટો ફાયદો એ છે કે માઈગ્રેનમાં ખૂબ જ અસરકારક છે. રોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે ગોળ ખાવાથી ઘણા ફાયદા થાય છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર ચોક્કસ કરજો

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!