આપણા દેશના આ ગામમાં દરેક ઘર ઉપર તમને હવાઈજહાજ દેખાશે – વાંચી લો કારણ
આજે આપણે વાત કરી રહ્યા છીએ એવા ગામ ની જે ગામ ના લોકો ની હેસિયત એ ગામ ના ઘરો ની છત ઉપર ની પાણી ની ટાંકી જોઈ ને નક્કી કરવામાં આવે છે.

જી હા અમે વાત કરી રહ્યા છીએ પંજાબ રાજ્ય ના જાલંધર ગામ ની, આ ગામ માં દરેક લોકો ના ઘર ની છત ઉપર એક-એક પ્લેન પડેલા હોય છે.જાણી ને આશ્ચર્ય જરૂર થશે પરંતુ આ હકીકત છે.ત્યાં ના લોકો એટલા સમૃદ્ધ છે કે દરેક પાસે પોતાનું પર્સનલ વિમાન છે.ચાલો જોઈએ અહેવાલ…
– દરેક ઘર ની છત ઉપર હવાઇજહાજ પડેલું જોવા મળશે….
પંજાબ ના જાલંધર માં એક ગામ છે જેનું નામ લામડા છે.આ ગામ ની ખાસિયત એ છે કે આ ગામ માં દરેક ના ઘર ઉપર વિમાન પડેલું જોવા મળશે.આ ગામ નું સૌથી પહેલું ઘર એક NRI નું છે. જેના ઘરે પણ આવું વિમાન પડેલું છે.ખાલી જાલંધર જિલ્લા માં જ નહીં પરંતુ નૂરમહલ તહસીલ ના ઉપલ્લા ગામ માં કપુરથલા હોશિયારપુર અને દોઆબા ના કેટલાક ગામો માં પણ આવા વિમાનો જોવા મળે છે.
– શા માટે રાખેલા છે વિમાનો છત ની ઉપર..
હકીકત માં,બધા વિમાનો વોટરટેન્ક ની ડિઝાઇન માં બનાવેલા છે, જેને કેટલાક લોકો એ શોખ તો કેટલાક લોકો એ પોતાની હેસિયત દેખાડવા માટે બનાવ્યા છે.એટલે કે જો કોઈ ના ઘર ની ઉપર આર્મી ની ટેન્ક છે, તો તેના ઘર માંથી કોઈ ને કોઈ આર્મી માં છે અથવા તો કોઈ ના ઘર ઉપર પ્લેન છે તો તેના ઘર માંથી કોઈ પાઇલોટ માં છે.
અહીં ના રહેવા વાળા તારસેન સિંહ 70 વરસ પહેલાં હોંગકોંગ ગયા હતા.તેઓ એ પ્લેનમાં સવારી કરી અને પોતાના પુત્રો ને પોતાનો અનુભવ શેર કરવા છત ઉપર પણ પ્લેન બનાવડાવ્યું.1995 પછી થઈ આ વિમાન તેના પારિવારિક ઇતિહાસ નો હિસ્સો બની ગયું છે અને લોકો આ વિમાન દ્વારા તેના ઘર ની ઓળખાણ કરે છે.
ક્યારેક ક્યારેક પાણી ના ટેન્ક ઉપર મહિલા સશક્તિકરણ ની ઝલક પણ જોવા મળે છે.જ્યારે સિંહ ની પ્રતિમા આ પાણી ના ટેન્ક ઉપર બનાવવામાં આવી ત્યારે ગામના લોકો એ આનો ઘણો વિરોધ કર્યો હતો.હકીકત માં 82 વરસ ના ગુરુદેવ સિંહે પોતાની પ્રતિમા સિંહ ઉપર બનાવી હતી.
આ વાત ઉપર ગ્રામ જનો એ ટિપ્પણી કરી હતી કે ફક્ત દેવી મા જ સિંહ ઉપર બેસી શકે છે. ગુરુદેવસિંહ ની પ્રતિમા તાત્કાલિક ખસેડવામાં આવી હતી પરંતુ સિંહ ની પ્રતિમા હજુ પણ ત્યાંજ છે.આ ગામ સાચે જ દેશ નું સૌથી અનોખું ગામ છે.