શ્રીદેવીને અંતિમ વિદાય આપવા આ વ્યક્તિ યુ.પી.થી આવ્યો. કહ્યું કે ” એમના કારણે જ આજે મારો ભાઈ જીવીત છે.”
બોલીવુડની દિગ્ગજ હિરોઈનને અંતિમ વિદાય આપવા માટે એક તરફ મોટામાં મોટી હસ્તીઓ આવી તો બીજી તરફ નાનામાં નાનો માણસ પણ શ્રીદેવીનાં અંતિમ દર્શન કરવા માટે ઉત્સુક હતો. આમાં શ્રીદેવીના ચાહકો ઉપરાંત એવા લોકો પણ હાજર હતાં કે જેની મદદ એક સમયે શ્રીદેવીએ કરી હતી. આજે તેઓ શ્રીદેવીની માનવતાને યાદ કરી-કરીને રડી રહ્યા હતા.

યુ.પી.નાં જતીન વાલ્મીકી શ્રીદેવીના અચાનક થયેલા મૃત્યુથી ખૂબ દુઃખી છે. દ્રષ્ટિહીન જતીન મુંબઈમાં શ્રીદેવીના ઘરની બહાર સતત બે દિવસ સુધી શ્રીદેવીના પાર્થિવ શરીરની રાહ જોઇને ઉભા હતા. જતીન ફક્ત ફિલ્મને કારણે જ શ્રીદેવીનો ચાહક છે એવું નથી પણ વ્યક્તિગત રીતે તેઓ શ્રીદેવીને માને છે. તેઓ કહે છે કે, આજે એમનો ભાઈ જીવતો છે એ અભિનેત્રીને આભારી છે.
તેમણે જણાવ્યું કે, ‘ મને એક કાર્યક્રમમાં શ્રીદેવીને મળવાનો મોકો મળ્યો હતો, જ્યાં મેં મારા ભાઈની બીમારી (બ્રેન ટ્યુમર) વિશે એમને જણાવ્યું હતું. તેમણે તરત જ મને મારા ભાઈના ઈલાજ માટે એક લાખ રૂપિયા આપ્યા. સાથે હોસ્પિટલનાં બિલમાં પણ એક લાખ રૂપિયા ઓછા કરાવી આપ્યા.’
જતીન કહે છે, ‘ હું એમની ફિલ્મોનો એટલો ફેન નથી જેટલો એમની માનવતાનો છું. હું અહીંયા એમના પ્રત્યે માન-સન્માન વ્યક્ત કરવા માટે આવ્યો છું. જેમના થકી આજે મારો ભાઈ જીવતો છે. જતીને આગળ જણાવ્યું કે, ‘હું જાણું છું કે હવે હું એમના માટે કશું જ ન કરી શકુ પણ કમ સે કમ હું એમની અંતિમ વિદાયમાં તો ભાગ લઈ જ શકુ. જેવા મેં એમનાં મૃત્યુનાં સમાચાર સાંભળ્યા કે તરત જ હું મારા ગામડે (યુ.પી) થી મુંબઈ આવી ગયો.
તમને જણાવી દઈએ કે, શ્રીદેવીનાં અંતિમ દર્શનની વિધિ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવી હતી જ્યાં બધા જ ફિલ્મી સિતારાઓ હાજર રહ્યા હતા.
ખૂબ સારા હતા, ખૂબ ભલા માણસ હતા.
હવે આવા શ્રેષ્ઠ હિરોઈન ન થાય આ જગતમાં આવું સાંભળવા માટે અને કોઈના દિલમાં વસી જવા માટે દુનિયા છોડવી પડે ‘બેલીમ’
શ્રીદેવી કી ઈન્સાનિયત કો લાખો સલામ !
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ ગમે તો જરૂર શેર કરજો.