Mojemoj.com

Best Gujarati Blog

તારક મેહ્તામાં આવી રહી છે નવી ‘દયા ભાભી’ – ફોટા જોઇને ચોંકી જશો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી એટલે કે દિશા વાકાણી ક્યારે પરત આવે તેની આતુરતાથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં દિશા વાકાણી દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે અને તે માર્ચ મહિનામાં શોમાં પરત આવવાની હતી. દિશાએ નવેમ્બર એન્ડમાં દીકરીને જન્મ આપ્યો હતો.


શોમાં નહીં આવે પરત?

હાલમાં ટેલિવૂડમાં એવી ગોસિપ ચાલી રહી છે કે દિશા વાકાણીએ હજી સુધી પોતે ક્યારેય શોમાં પરત આવશે, તેની કોઈ ચોક્કસ તારીખ આપી નથી. દિશાની દીકરી હજી માંડ ચાર મહિનાની છે અને તે તમામ ધ્યાન દીકરીમાં જ આપવા માંગે છે.

જોકે, પ્રોડક્શન હાઉસ જેમ બને તેમ જલ્દીથી દિશા પરત ફરે તેમ ઈચ્છી રહ્યું છે. જોકે, હાલમાં દિશા જલ્દીથી શોમાં પરત આવે તેવા કોઈ સંકેતો મળતા નથી.

દિશાના ગયા બાદ પણ ટીઆરપીમાં ના થયો ઘટાડોઃ

દિશા વાકાણીએ જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બ્રેક લીધો ત્યારે એમ માનવામાં આવતું હતું કે શોની ટીઆરપી નીચી જશે પરંતુ એવું કંઈ જ બન્યું નહીં. શોની ટીઆરપી ઘટવાને બદલે વધી છે.
કોણ કરશે દયાભાભીનો રોલઃ


થોડા મહિના પહેલાં સોશ્યિલ મીડિયામાં એ ન્યૂઝ વાયરલ બન્યા છે કે દિશા વાકાણી આ શો છોડી દેશે અને તેને સ્થાને જીયા માણેક આવશે. જીયા માણેક ‘સાથ નિભાના સાથ’માં ગોપીવહુનો રોલ કરીને જાણીતી બની હતી. જોકે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે દિશા વાકાણી આ શો છોડવાની નથી.

કોણ છે જીયા માણેકઃ


18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં જન્મેલી જીયા માણેક મુંબઈમાં મોટી થઈ છે. જીયાને પહેલેથી જ અભિનેત્રી બનવું હતું. તેણે ઓડિશન આપવાના શરૂ કર્યાં હતાં. અંતે જીયાની મહેનત રંગ લાવી હતી. જીયાએ હિંદી ફિલ્મ ‘ના ઘર કે ના ઘાટ કે’માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મમાં નીના ગુપ્તા અને ઓમપુરી તથા પરેશ રાવલે કામ કર્યું હતું. આ ફિલ્મમાં જીયાની કોઈ જ નોંધ લેવાઈ નહોતી. જીયાએ રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’માં ભાગ લીધો હતો. આ વાતને કારણે તેને ‘સાથિયા સાથ નિભાના’માંથી હાંકી કાઢવામાં આવી હતી. જીયાએ ‘જીની ઔર જૂજૂ’માં કામ કર્યું હતું. આ સીરિયલમાં તેની સાથે અલી અસગર હતો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!