ક્યારેય કોઈ કુંવારી છોકરીને આ 4 સવાલ પૂછવા નહી, નહિતર લેવા ના દેવા થઈ પડશે બોસ
છોકરીઓ સાથે વાતચીત કરવી એ પણ એક કળા છે. ખાસ કરીને કુંવારી છોકરીઓ સાથે. છોકરીઓ સાથે વાતચીત દરમિયાન ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. છોકરીને ક્યારે કઇ વાતનું દુઃખ લાગી જાય એ નક્કી નથી હોતું. વળી, છોકરીઓનો સ્વભાવ એવો હોય છે કે કોઈપણ વાત જલ્દી ન જણાવે. જો એને કોઈ વાતથી દુઃખ લાગ્યુ હોય તો પણ એ જણાવશે નહિ અને મનમાં ને મનમાં રાખશે. ત્યારબાદ અચાનક એક દિવસ એ વાત બહાર આવે જેનો તમે અંદાજ પણ ન લગાવી શકો, ત્યાં સુધીમાં એ વાત તમે ભૂલી પણ ગયા હોવ. (તમને તો ખ્યાલ જ છે, તે કોફી કેમ મંગાઈ? કોફી માટે લોકોના બ્રેકઅપ થઈ જાય છે. )

છોકરાએ છોકરી સાથે વાતચીત કરતા સમયે સાવધાન રહેવું જોઈએ. કારણ કે દરેક વ્યક્તિને કોઈને કોઈ વાત પર ગુસ્સો આવી જતો હોય છે અને ખાસ કરીને છોકરીઓ કે જેઓ નાની-નાની બાબતમાં રિસાય જાય છે. એટલે જ્યારે પણ તમે કુંવારી છોકરી સાથે વાત કરો ત્યારે જરા સંભાળીને ! કેટલાક સવાલ એવા હોય છે કે જે કુંવારી છોકરીને ન પૂછવા જોઈએ. આવા સવાલ એમને બિલકુલ પસંદ નથી અને સંભવ છે કે આવા સવાલને કારણે તમારૂ બ્રેકઅપ પણ થઈ જાય. તો ચાલો જાણીએ કે કુંવારી છોકરીને કેવા-કેવા સવાલ ન પૂછવા….
આ સવાલ કુંવારી છોકરીઓને કોઈ દિવસ ન પૂછવા.
કુંવારી છોકરીને કોઈ દિવસ એમ ન પૂછવું કે, અત્યાર સુધી તારા લગ્ન કેમ નથી થયા? અપરિણીત છોકરીઓને આવા સવાલ બિલકુલ પસંદ નથી હોતા. આવા પ્રશ્નથી તેણી તરત જ ક્રોધિત થઈ જાય છે. લગ્ન કરવા કે ન કરવા એ કોઈનો પણ પર્સનલ નિર્ણય છે. એટલે કુંવારી છોકરીને ભુલથી પણ આવો સવાલ પૂછવો નહીં.
છોકરીને વધુ ગુસ્સો ત્યારે આવે જ્યારે કોઈ છોકરો એને લગ્ન વિશે પૂછે, લગ્ન ક્યારે કરવાની છો? લગ્ન વિશે તારૂ શું પ્લાનિંગ છે? વગેરે વગેરે… અરે ! ભાઈ જ્યારે એના લગ્ન હશે ત્યારે તને કંકોત્રી આપવા જરૂર આવશે. એટલે વારંવાર આવા સવાલ પૂછવા નિરર્થક છે.
કેટલીક છોકરીઓને એવા છોકરા બિલકુલ પસંદ નથી હોતા જે વાત વાતમાં એના ભૂતકાળમાં પહોંચી જાય. જો એક છોકરી પોતાના ભૂતકાળને ઇગનોર કરતી હોય તો તમારે આવી કોઈ ચર્ચા કરવી નહીં. વારંવાર એના અતીત વિશે પૂછવાથી છોકરીને નહી ગમે.
કેટલાક લોકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી હોય છે કે છોકરીઓ સૌથી વધુ મહત્વ કોને આપે છે, એને કે પછી એના દોસ્તોને ? તેઓ છોકરીઓની પ્રાયોરિટી જાણવા માંગે છે. પણ યાદ રાખો કે છોકરીઓને આવી સરખામણી બિલકુલ પસંદ નથી હોતી. એટલે છોકરાએ આવા સવાલ પૂછીને છોકરીને પરેશાન ન કરવી.
એક દિવસ અમારી જેવા પરણેલા મિત્રો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાનો મુખ્ય વિષય હતો, સ્ત્રીને કેમ સમજવી ? એટલે અમે ગૂગલમાં સર્ચ કર્યું : how to understand women?
ગુગલનો જવાબ આવ્યો : Error 404 Page not found.
“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો.