20 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ
મેષ(Aries):

દિવસની શરૂઆતમાં તમે કોઈ પ્રકારની દ્વિધામાં ખોવાયેલા રહેશો. તમારી મધુરવાણી અને ભાષાથી તમે કોઈને પણ મનાવી શકશો. બપોર બાદ તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થશે અને મન પ્રફુલ્લિત રહેશે.
વૃષભ(Taurus):
તમારો આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે, તેમ ગણેશજી કહે છે. દિવસની શરૂઆતમાં તમે શારીરિક તથા માનસિક રીતે સ્ફૂર્તિ અને આનંદનો અનુભવ કરશો.
મિથુન(Gemini):
તમારો આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે તેમ ગણેશજી કહે છે. આજે તમે ચિંતાથી ઘેરાયેલા રહેશો અને સ્વાસ્થ્ય પણ નબળું રહેશે.
કર્ક(Cancer):
દિવસની શરૂઆતમાં તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને વેપારમાં સમય ઠીક રહેશે. સ્ત્રીવર્ગથી લાભ થવાનો યોગ છે. પ્રિય પાત્ર સાથે મુલાકાત થશે.
સિંહ(Lio):
આજનો દિવસ આનંદપૂર્વક પસાર થશે તેમ ગણેશજી કહે છે. વેપાર કરનારા માટે આજનો દિવસ લાભદાયી છે, વૃદ્ધિ થશે. સ્ત્રીવર્ગથી લાભ થવાની સંભાવના છે.
કન્યા (Virgo):
ગણેશજી કહે છે કે, નવા કાર્યનો પ્રારંભ કરવા માટે સમય અનુકૂળ છે. આધ્યાત્મ તરફ વળશો. કાર્યાલય તથા વ્યાવસાયિક સ્થળે કાર્યભાર વધુ રહેશે.
તુલા(Libra):
ખાનપાનમાં આજે વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. દિવસ દરમિયાન નવા કાર્યનો પ્રારંભ કરવા માટે સમય અનુકૂળ નથી. વધુ કાર્યથી શિથિલતા અને માનસિક વ્યગ્રતાનો અનુભવ કરશો.
વૃશ્ચિક(Scorpio):
ગણેશજીની કૃપાથી તમે આજે દામ્પત્ય જીવનમાં સુખનો પણ અનુભવ કરી શકશો. પરિવારજનો સાથે સામાજિક પ્રસંગોમાં ભાગ લેશો. નાનકડા પ્રવાસ યોગ પણ છે.
ધન(Sagittarius):
આજનો દિવસ શુભ ફળદાયી હશે તેમ ગણેશજી કહે છે. શરીર અને મનથી અસ્વસ્થ રહેવા છતાં તમે તમારાં અધૂરાં કાર્યો પૂર્ણ કરી શકશો. આર્થિક આયોજન પણ સારી રીતે કરી શકશો.
મકર(Capricorn):
વૈચારિક સ્તરે વિશાળતા અને મધુરવાણીથી તમે અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો તેમ ગણેશજી કહે છે. વાણીની મધુરતા તમને નવા સંબંધ બનાવવામાં કામ લાગશે. આર્થિક આયોજન પણ આજે તમે સારી રીતે કરી શકશો.
કુંભ(Aquarius):
આજે તમે પ્રત્યેક કાર્યને આત્મવિશ્વાસ સાથે યોગ્ય રીતે સંપન્ન કરી શકશો તેમ ગણેશજી કહે છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. પૈતૃક સંપત્તિમાં લાભ થશે.
મીન(Pisces):
આનંદ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે. કૌટુંબિક તથા આર્થિક વિષયો પર તમે વધુ ધ્યાન આપશો. તમે કોઈ પણ કાર્યને દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરી શકશો. પિતૃપક્ષ તરફથી લાભ થવાની સંભાવના છે.
– બેજાન દારૂવાલા