Mojemoj.com

Best Gujarati Blog

27 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આર્થિક લાભ મળશે. લાંબા સમયના આર્થિક આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્વસ્થ રહેશો. મિત્રો અને પરિવારના સભ્યો સાથે આનંદમાં દિવસ વ્યતીત થશે. વધુ લોકો સાથે સંપર્કમાં રહેવાની તક મળશે.

વૃષભ(Taurus):

બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. પરિશ્રમની અપેક્ષાએ ઓછી સફળતા મળવા પર પણ નિષ્ઠાપૂર્વક તમે આગળ વધશો. પાચનતંત્રની સમસ્યાથી તબિયત ખરાબ થવાની આશંકા છે.

મિથુન(Gemini):

મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમે દ્વિધાનો અનુભવ કરશો. માતા તથા સ્ત્રીઓના મામલે વધુ સંવેદનશીલ બનશો. વિચારોની ભરમારથી માનસિક થાકનો અનુભવ કરશો. અનિદ્રાને કારણે શારીરિક અસ્વસ્થતા થઈ શકે છે.

કર્ક(Cancer):

મિત્રો તથા સ્વજનો સાથેની મુલાકાતથી તમે ખુશહાલ રહેશો. નાનકડી યાત્રાનો યોગ છે. ભાઈબંધુઓ સાથે મનમેળાપ રહેશે. પ્રિય વ્યક્તિના સાનિધ્યથી મન રોમાંચિત બનશે. આર્થિક લાભ તથા સમાજમાં આદર સન્માન મળશે.

સિંહ(Lio):

પરિવારમાં સુખશાંતિ જળવાઈ રહેશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે. પોતાની વાકપટુતાથી કોઈના પણ મનને જીતી શકો છો. નિર્ધારિત કામમાં સફળતા મળશે. સ્ત્રી મિત્ર તમને સહાયક સાબિત થશે.

કન્યા (Virgo):

વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયક સાબિત થશે. તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને મન પણ સ્વસ્થ રહેશે. સગાં સંબંધીઓ સાથે મુલાકાત થશે અને સુખઆનંદની પ્રાપ્તિ થશે. ધનલાભ તથા પર્યટનનો યોગ છે.

 તુલા(Libra):

તમારી વાણી અને વ્યવહારને સંયમમાં રાખવાં પડશે. અન્ય વ્યક્તિઓ કે કુટુંબીજનો સાથે ઉગ્ર બોલાચાલી થવાની સંભાવના છે. પરોપકારનો બદલો ઉપકારથી મળી શકે છે. આવકની અપેક્ષાએ ખર્ચનું પ્રમાણ વધશે.

 વૃશ્ચિક(Scorpio):

ગણેશજીની કૃપાથી તમે ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની અનુભૂતિ કરશો. પત્ની તથા પુત્ર તરફથી શુભ સમાચાર મળશે. માંગલિક કાર્ય થશે. લગ્ન માટે સંયોગ બનશે. નોકરી-ધંધામાં સારી તક ઊભી થવાથી આવકમાં વૃદ્ધિ થશે.

ધન(Sagittarius):

આર્થિક અને વ્યાપારિક આયોજન કરવા માટે શુભ દિવસ છે. કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થશે. પરોપકારની ભાવના આજે બળવંતી બનશે. નોકરી-વ્યવસાયમાં પ્રમોશન અને માન-સન્માન પ્રાપ્ત થશે. ગૃહસ્થ જીવનમાં આનંદ વ્યાપ્ત રહેશે.

 મકર(Capricorn):

નકારાત્મક વિચારોથી મનમાં હતાશા પેદા થઈ શકે છે. આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની ભાવનાનો અનુભવ કરી શકો છો. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, ધ્યાન રાખવું, અંતમાં બધું જ બરાબર થઈ જશે.

કુંભ(Aquarius):

તમારો આજનો દિવસ મિશ્ર ફળદાયી છે. બૌદ્ધિક કાર્યો અને વ્યવસાયમાં નવી વિચારધારા અમલમાં લાવશો. તેમ છતાં મનના કોઈ ખૂણે તમે અસ્વસ્થતાનો અનુભવ કરી શકો છો. સંતાનોની સમસ્યાઓના વિષયમાં ચિંતા થઈ શકે છે.

મીન(Pisces):

વેપારીઓ અને ભાગીદારો માટે ઉત્તમ સમય છે. પતિ-પત્ની વચ્ચે દામ્પત્ય જીવનમાં નિકટતાનો અનુભવ થશે. મિત્રો, સ્વજનો સાથે મિલન મુલાકાત થશે. પ્રેમીજનોનો રોમાન્સ વધુ ગાઢ બનશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!