Mojemoj.com

Best Gujarati Blog

28 એપ્રિલ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયક રહેશે. લાંબા સમયનાં આર્થિક આયોજન પૂરાં કરી શકશો. વ્યવસાયમાં યોજનાઓ બનાવી શકશો. આર્થિક લાભ થવાની આશા રાખી શકો છો.

વૃષભ(Taurus):

કળા તથા વાંચનલેખનમાં તમારી રુચિ રહેશે. વિદ્યાભ્યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિતર પાચનતંત્રની તકલીફ થવાની આશંકા છે.

મિથુન(Gemini):

વધુ પડતી ભાવનાઓ તમારા મનને સંવેદનશીલ બનાવશે. શરીરમાં સ્ફૂર્તિ અને મનમાં ઉત્સાહનો અભાવ રહેશે. પેટના રોગથી પરેશાન થઈ શકો છો. અધિકારીઓનો નકારાત્મક વ્યવહાર પરેશાનીમાં મૂકી શકે છે.

કર્ક(Cancer):

આજે કાર્ય સફળતા તમારી રાહ જોઈ રહી છે. તેને કારણે તમારો આનંદ ઉત્સાહ બમણો થશે. મન તાજગી અને પ્રફુલ્લતાનો અનુભવ કરશે. કાર્યક્ષેત્રમાં હરીફો પરાજિત થશે.

સિંહ(Lio):

આજે તમારો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કાર્યમાં વધુ સફળતા ન મળતા હતાશાની ભાવના આવી શકે છે. પરિવારમાં મનમેળાપનું વાતાવરણ રહેશે. આવકની અપેક્ષાએ વ્યયનું પ્રમાણ વધુ રહેશે.

કન્યા (Virgo):

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. મિત્રો તથા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. તેમના તરફથી મળેલા ઉપહાર તમને પ્રસન્ન કરશે. દામ્પત્યજીવનમાં મધુરતા રહેશે.

 તુલા(Libra):

આજે તમારે સ્વાસ્થ્યમાં વિશેષ ધ્યાન રાખવું પડી શકે છે. વાણી પર સંયમ રાખવો પડશે, નહિતર કોઈ સાથે વાદવિવાદની આશંકા છે. મનોરંજન પાછળ ધન ખર્ચ થઈ શકે છે. આ સમયે આધ્યાત્મિક વ્યવહાર સહાયક બનશે.

 વૃશ્ચિક(Scorpio):

નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં આજે તમને લાભ જ લાભ છે. સામાજિક પ્રસંગ કે પ્રવાસમાં જવાનું થશે. શરીર અને મનથી તમે ખૂબ પ્રફુલ્લિત રહેશો. આવકના સ્ત્રોત વધશે. કુંવારા લોકો માટે લગ્નનો યોગ છે.

ધન(Sagittarius):

આજે તમારી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પદાધિકારી ખુશ રહેવાથી પ્રમોશનની સંભાવના વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પિતા તથા સરકાર તરફથી લાભ મળશે.

 મકર(Capricorn):

બૌદ્ધિક કાર્ય કે સાહિત્ય લેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. તમારા વ્યવસાયમાં નવી વિચારધારા તમારાં કાર્યોને નવું સ્વરૂપ આપશે. વ્યવસાયના ક્ષેત્રમાં પ્રતિકૂળ વાતાવરણ તમારા મનને અસ્વસ્થ કરી શકે છે.

કુંભ(Aquarius):

આજે નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. વાદવિવાદથી બચવું, ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. આર્થિક તંગીનો અનુભવ થઈ શકે છે, પરંત અંતમાં બધું બરાબર થઈ જશે.

મીન(Pisces):

દૈનિક કાર્યોમાંથી બહાર નીકળી આજે હરવાફરવા અને મનોરંજન પાછળ સમય પસાર કરશો. સ્વજનો તથા મિત્રો સાથે પિકનિક પર જઈ શકો છો. વ્યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!