8 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ
મેષ(Aries):

વધુ પડતો ક્રોધ રહેશે, જેને પરિણામે તમારું કામ બગડવાની સંભાવના રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. ઓફિસમાં અધિકારીઓ અને ઘરમાં કુટુંબીજનો તથા વિરોધીઓ સાથે વાદવિવાદમાં પડ્યા વિના મૌન રહીને દિવસ વ્યતીત કરવો વધુ સારો રહેશે.
વૃષભ(Taurus):
સમયસર ભોજન અને પૂરતી ઊંઘ ન લેવાને કારણે માનસિક રીતે બેચેનીનો અનુભવ કરશો. પ્રવાસમાં વિઘ્ન આવવાની સંભાવના હોવાથી પ્રવાસથી બચવું જોઈએ. નિયત સમય પર કાર્ય પૂરું ન થતાં રોષની ભાવના રહેશે.
મિથુન(Gemini):
જાહેર જીવનમાં માન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે. વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ વધશે. પ્રણય પ્રસંગોની પૂર્વ ભૂમિકા નિર્મિત થશે. જાહેર જીવનમાં માન-સન્માનના અધિકારી બનશો. તમારા હાથથી દાન-ધર્મ તથા પુણ્યનાં કાર્ય થશે.
કર્ક(Cancer):
આજનો દિવસ ખુશી અને સફળતાનો છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. નોકરિયાતો માટે ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહેશે. નોકરિયાત વર્ગ અને મોસાળ પક્ષથી લાભ થશે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આર્થિક લાભ થશે. આવશ્યક ખર્ચ થશે.
સિંહ(Lio):
સૃજનાત્મક પ્રવૃત્તિઓમાં વિશેષ દિલચસ્પી રહેશે. સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં કેટલાંક નવાં સૃજન કરવાની પ્રેરણા મળશે. સ્નેહીજનો તથા પ્રિય વ્યક્તિઓ સાથે મિલન મુલાકાત સંભવ છે. સંતાનોના શુભ સમાચાર મળશે.
કન્યા (Virgo):
શારીરિક સ્વાસ્થ્યના સંબંધમાં ફરિયાદ રહેશે. પારિવારિક સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. અભ્યાસમાં મનમાં ઉચાટ રહેશે. સ્થાયી સંપત્તિ, વાહન સંબંધિત સમસ્યાઓ ઊભી થશે. ધન ખર્ચ થશે.
તુલા(Libra):
વર્તમાન સમય ભાગ્યવૃદ્ધિનો છે, કોઈ નવું કામ શરૂ કરી શકો છો. યોગ્ય જગ્યાએ મૂડી રોકાણ લાભદાયક રહેશે. પરિવારમાં ભાઈબંધુઓ સાથે આત્મીયતા અને મેળાપ રહેશે. નાની ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકશો.
વૃશ્ચિક(Scorpio):
ગણેશજી તમને નકારાત્મક માનસિક વૃત્તિ ટાળવાની સલાહ આપે છે. સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ રહેશે. અનાવશ્યક ખર્ચ પર અંકુશ લગાવવો આવશ્યક છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધ આવશે.
ધન(Sagittarius):
આર્થિક લાભની સંભાવના છે. સહપરિવાર માંગલિક પ્રસંગમાં ઉપસ્થિત રહેશો. પ્રવાસની ખાસ તો તીર્થયાત્રાની સંભાવના છે. દામ્પત્ય જીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો. સમાજમાં યશ અને કીર્તિની વૃદ્ધિ થશે.
મકર(Capricorn):
પૂજા-પાઠ કે ધાર્મિક કાર્ય પાછળ ધન ખર્ચ થશે. સગાંસંબંધીઓ તથા પરિવારજનો સાથે સંભાળીને બોલવું, કારણ કે તમારી વાણીથી કોઈની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. વધુ પરિશ્રમથી ઓછી સફળતા મળશે, જેને કારણે તમને નિરાશા થશે.
કુંભ(Aquarius):
નવા કાર્યની શરૂઆત આજે કરી શકો છો. નોકરી વ્યવસાયમાં લાભની સાથે વધુ આવકની સંભાવના છે. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્ત્રીમિત્રો તરફથી તમને લાભ થશે. સામાજિક ક્ષેત્રમાં તમે ખ્યાતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો છો.
મીન(Pisces):
આજનો દિવસ શુભ ફળદાયી છે. કામની સફળતા અને ઉચ્ચ પદાધિકારીઓનું પ્રોત્સાહન તમારો ઉત્સાહ વધારશે. કારોબારમાં પ્રગતિ અને આવકમાં વૃદ્ધિ થશે. પરિવારમાં સુખશાંતિ રહેશે. ઉન્નતિનો સંયોગ બનશે. સરકાર તરફથી લાભ થશે.
– બેજાન દારૂવાલા