Mojemoj.com

Best Gujarati Blog

3 ઈડિયટ્સનાં ચતુર રામલિંગમની પત્નીના ફોટા જોઇને મોમાંથી પહેલો શબ્દ શું નીકળે છે એ કહેજો

દરેક બોલીવુડ સ્ટારનું જીવન ખૂબ જ અલગ હોય છે. હીરો-હિરોઈનનું જીવન સામાન્ય લોકોની સરખામણીમાં એકદમ અલગ અને અનોખું હોય છે. જોકે તેઓ પણ આપણી જેમ હાડ-માંસનાં જ બનેલા હોય છે, પણ ઘણી બાબતોમાં તેઓ અલગ હોય છે. સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ સામાન્ય લોકો સાથે બિલકુલ મેચ ન થાય. જો કે એવા પણ કલાકારો છે કે જે આ બધી ચમક-દમક ભરી દુનિયામાં રહેવા છતાં બિલકુલ સાધારણ રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે. પણ બૉલીવુડમાં આવા લોકો ખૂબ જ ઓછા છે.

યાદગાર અને દમદાર ફિલ્મ રોલ:


બોલિવૂડમાં દર વર્ષે ઘણી ફિલ્મો બને છે. એમાંથી કેટલીક હિટ થાય છે અને કેટલીક સુપરહિટ થાય છે. પણ ઘણી ફિલ્મો ફ્લોપ પણ થાય છે. ફ્લોપ ફિલ્મોને લોકો થોડા દિવસોમાં ભૂલી જાય છે, પરંતુ ઘણી સફળ ફિલ્મોને લોકો હંમેશા યાદ રાખે છે. એવી જ રીતે આવી સફળ ફિલ્મમાં કામ કરવાવાળા કેટલાક કેરેક્ટરને લોકો આજીવન ભૂલી શકતા નથી. હા, બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો છે, જેને કેટલાક દમદાર રોલ માટે યાદ કરવામાં આવે છે. આજે અમે તમને બોલિવૂડની એક એવી જ ફિલ્મ વિષે જણાવવાના છીએ.

ચતુરનો શ્લોક ખૂબ જ લોકપ્રિય થયો હતો:


તમને રાજકુમાર હિરાનીની ફિલ્મ 3 ઈડિયટ્સ તો યાદ જ હશે. કદાચ નામ સાંભળીને જ તમને હસવું આવી ગયું હશે. આ ફિલ્મ છે જ એવી કે ફક્ત નામ સાંભળીને જ ફિલ્મનાં નોખા-અનોખા પાત્રો યાદ આવી જાય. હા, તમે બિલકુલ સાચુ સમજ્યા છો. અમે ચતુર રામલિંગમ ની વાત કરી રહ્યા છીએ. ફિલ્મમાં ચતુરનો રોલ ખુબ જ જોરદાર હતો. તેના દ્વારા બોલવામાં આવેલ શ્લોક તો ખૂબ જ લોકપ્રિય થયો હતો. તમને જણાવી દઈએ ફિલ્મમાં સાઈલેન્સરનાં નામથી જાણીતા ચતુરનું સાચું નામ ‘ઓમી વૈદ્ય’ છે.

આંખો આંજી દે એવી મીનલની ખૂબસૂરતી:


ઓમીને તો તમે ઘણી બોલિવૂડ ફિલ્મમોમાં જોઈ ચુક્યા છો પરંતુ આજે અમે તમને એના જીવન સાથે જોડાયેલ કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ઓમી વૈદ્યનાં લગ્ન થઇ ચુક્યા છે અને તેની પત્નીનું નામ મીનલ છે. મીનલની ખૂબસૂરતી જોઈને તમે પણ એના ચાહક થઈ જશો. મીનલ અમેરિકાના લોસ એંજેલસમાં રહે છે.

ઓમીનાં કહેવા પ્રમાણે લોન્ગ ડીસ્ટન્સ રિલેશનશિપ નિભાવવા ખુબ જ મુશ્કેલ હોય છે. ઓમી અને મીનલના લગ્ન 22મી ઓગસ્ટ 2009 નાં રોજ થયા હતા. લગ્નનાં પાંચ વર્ષ પછી તેઓ માતા-પિતા બન્યા. તેમનાં ઘરે એક દીકરો છે.

ઓમીએ ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું છે:


એક ઈન્ટરવ્યૂમાં ઓમી એ જણાવ્યું હતું કે, તેની પત્ની ખુબ જ સાથ-સહકાર આપે છે, એના કારણે જ તેમના સંબંધો મજબૂત બનીને ટકી રહ્યા છે. ઓમીનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો. તે કોંકણી પરિવારને બિલોન્ગ કરે છે.

ઓમીનો ઉછેર અમેરિકામાં જ થયો હતો. એનાં બાપ-દાદાનું ગામ ગોવા છે. ભારત આવ્યા બાદ ઓમી ઘણીવાર ગોવા જાય છે. 3 ઈડિયટ્સ પછી ઓમી વૈદ્યને આખો દેશ ઓળખે છે અને બેજોડ અભિનયનાં કારણે તેમના ઉપર એવોર્ડ્સનો વરસાદ થયો હતો. 3 ઈડિયટ્સ પહેલા ઓમી ઘણી બધી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચુક્યો હતો. તમને જણાવી દઈએ કે મીનલ અને ઓમી એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે.

વાહ ! રબને બના દી જોડી, સાઈલેન્સર ઔર હેડ લાઈટ કી જોડી !

મિત્રો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટ શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!