Mojemoj.com

Best Gujarati Blog

આ રહ્યો હનુમાનદાદા જીવિત હોવાનો સબુત – આ તો શ્રદ્ધા નો વિષય છે વિડીયો સાબિતી

રામાયણનું કદાચ સૌથી પ્રભાવી પાત્ર હોય તો એ છે-હનુમાન!રામના સેવક તરીકેની એની કામગીરી અદ્ભુત જ હતી.આજે પણ લોકો વધૂ પડતાં હનુમાનજીને માને છે,પૂજા-અર્ચના કરે છે.કહેવાય છે કે,કળિયુગમાં માત્ર હનુમાનનો જ સહારો મળી શકે.

એનું કારણ છે કે,હનુમાન અમર છે-ચિરંજીવી છે!રામાયણમાં કહેવાયું છે કે,હનુમાનજીને અમરત્વનું વરદાન હતું.એટલે લોકો માને છે કે,આજે પણ હનુમાનજી દુનિયામાં વસે છે.

અજર અમર અવિનાશી –

રામાયણમાં કહેવાયા મુજબ બજરંગ બલીને અમરત્વનું વરદાન હતું.એને પરિણામે તેઓ હજી પણ આ દુનિયામાં મોજુદ છે.કળિયુગના દેવતા તરીકે લોકો હનુમાનને યાદ કરે છે.સંકટ સમયે માત્ર તેની જ યાદ આવે છે.અજર અમર હનુમાનજી આજે દુનિયામાં કોઇ ચોક્કસ સ્થળે છે કે કેમ એ તો કોઇ કહી શકતું નથી.પણ સોશિયલ મિડીયા પર ઘણીવાર એવી ખબરો આવે છે કે,હનુમાનજી જીવિત હોવાના પુરાવા મળ્યાં છે.પણ એ ખબરો ભ્રામક,પાયાવિહોણી હોય છે.એમાં સચ્ચાઇની ખરાઇનો સદંતર અભાવ હોય છે.

હાલ સોશિયલ મિડીયા પર એક એવો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં એ સાબિત આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે કે હનુમાનજી અહીં બિરાજમાન છે,જીવિત રીતે!જો કે,વાતની સચ્ચાઇ વિશે કોઈ પ્રમાણ છે જ નહી.એ છતાં વિડીયોમાં હનુમાનજી જીવિત હોવાની વાત કહેવામાં આવી છે.

ચિરંજીવીના મળ્યાં છે સંકેત –

કોઇ પુરાણે હનુમાનજીના મૃત્યુ વિશે લખ્યું નથી.કારણ કે,તેઓ અમર છે.પુરાણોમાં આ વાતની ઘણીવાર પૃષ્ટિ થઈ છે.માટે એવું કહેવાય છે કે,આજે પણ હનુમાનજી સ્થિત છે.

સોશિયલ મિડીયા પર શેર થતાં વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે,હિમાલયના વિસ્તારમાં હનુમાનજી જીવિત હોવાના પુરાવા સાંપડ્યા છે.પણ વાત પાયાવિહોણી હોવાનું સાબિત થઇ શકે એમ છે.

લંકાના આદિવાસીઓને આપે છે દર્શન –

વિડીયોમાં કહેવામાં આવ્યું છે એ મુજબ હાલ શ્રીલંકાના જંગલોમાં એક આદિવાસી કબીલો રહે છે.જે હનુમાનજીની અર્ચના કરે છે.આ કબીલા પાસે હનુમાનજીના ચિરંજીવ જીવનને લગતું એક પુસ્તક હોવાની માન્યતા છે.જે હનુમાનજીના જીવન વિશે વિગત આપી શકે એમ છે.ઉલ્લેખનીય છે કે,આ કબીલો આધુનિક દુનિયાથી અલિપ્ત જ રહે છે.

દર ૪૧ વર્ષે આ આદિવાસી કબીલો હનુમાનજી માટે ઉત્સવ ઉજવે છે અને બરાબર તે વખતે હનુમાનજી અહીં દર્શન આપવા પધારે છે તેવી માન્યતા છે.આ વાતને લઇને લોકોમાં આશ્વર્ય વ્યાપેલું છ.જો કે,વિડિયોમાં ખરાઇ કેટલી એ વિશે હાલ ચોક્કસ કંઇ કહેવાય તેમ નથી.

હનુમાનજીના આવા વિડીયો વાર તહેવારે સોશિયલ મિડીયા પર અપલોડ થતા રહે છે.પરંતુ,એમાં ખરાઈ હોતી નથી.આ વિડીયો પણ એવું જ કંઇક છે કે કેમ એ આવનારો સમય બતાવશે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!