ઈશ્વરની પૂજા કરતી વખતે માથું શા માટે ઢાંકવું જરૂરી છે? – વાંચી લો ધાર્મિક કારણ
હિન્દુ સંસ્કૃતિ પૂજા-પાઠને ખાસ્સું આગવું મહત્વ આપે છે.કહેવાય છે કે,પૂજા-અર્ચનાથી માણસને અન્ય લાભો તો ઠીક પણ માનસિક શાંતિ મળે છે.પરમેશ્વરની કૃપા કાયમ ટકી રહે છે.સાચા અંતરમનથી કરેલી પૂજા-અર્ચના અવશ્ય જ ફળીભૂત થાય જ છે.આદિકાળથી આ માટે વિવિધ દેવી-દેવતાઓની પૂજા-અર્ચનાને ખાસ્સું મહત્વ અપાતું રહ્યું છે.

હિન્દુ ધર્મમાં તેત્રીસ કોટિ દેવી-દેવતાઓ છે.દરેક દેવની પૂજા એટલી ચર્ચિત નથી,તે છતાં મુખ્ય દેવી-દેવતાઓની પૂજા ધામધૂમથી થાય છે-અલગ અલગ પ્રકારે.લોકો મંદિરે જઇને પૂજા અર્ચના વિધિ કરે કે ઘરમાં,આ બધામાં એક વાત તમે અવશ્ય નોટીસ કરી હશે કે સ્ત્રીઓ અને અમુક પુરુષો પૂજા કરતી વખતે માથું ઢાંકી દે છે.
સમાજની પરંપરા મુજબ સ્ત્રીઓ તો કોઇ મોટી વ્યક્તિ સામે આવે એટલે માથું ઢાંકી દે છે.જે તેમના પ્રતિ ઇજ્જતની લાગણી દર્શાવે છે.આવું જ ઇશ્વર માટે પણ છે.સ્ત્રીઓ દુપટ્ટો કે સાડીનો પાલવ માથે ઢાંકી દે છે તો પુરુષો માથે રૂમાલ રાખે છે.જો કે,મોટાભાગના પુરુષો આવું કરતા નથી છતાં સ્ત્રીઓમાં તો આ રીવાજ અવશ્ય જોવા મળે છે.
આપને જાણીને કદાચ નવાઇ લાગે પણ આ પરંપરા એકરીતે લાભદાયી પણ છે.જે તેમની પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણોથી સાબિત થાય છે.આવો આજે જાણી લઇએ કે આખરે શા માટે પ્રભુની પૂજા-અર્ચના કરતા વખતે માથું ઢાંકી દેવામાં આવે છે.
માથું ઢાંકવાથી મળે છે આ લાભ :
(1)કહેવાય છે કે,માથું કોઇ વસ્ત્ર વડે આવરીને પૂજા કરવાથી મનની પ્રભુ પ્રત્યેની એકાગ્રતા બની રહે છે.વ્યક્તિમાં ક્રોધ નથી આવતો અને માટે આંખોની નબળાઇ કે માથાના દુ:ખાવા જેવી બિમારીની નોબત રહેતી નથી.કદાચ આ કારણથી જ આજે લોકો ફેટો ધારણ કરે છે કે સ્ત્રીઓ સાડીનો પાલવ માથે ઢાંકી રાખે છે.
(2)એક તારણ એવું પણ છે કે,વિવિધ પ્રકારની પ્રદુષણયુક્ત હવામાં કેટલાય પ્રકારના કિટાણુઓ રહેલા હોય છે જે માથાના વાળમાં ચોટી જાય તો જરૂર નુકસાન કરે.માથા પર કાપડ રાખેલું હોય તો આવી હાનિથી બચી શકાય એમ છે.
(3)થોડી બીજા સંદર્ભમાં વાત કરીએ તો જે માણસ કાયમ પાઘડી બાંધી રાખે છે એને કાનની કોઇ ખાસ બિમારી થતી નથી.જેનું કારણ પાઘડી દ્વારા એના કાનને મળતું આરક્ષણ છે.
(4)માથું ઢાંકવાથી વાળના ખરવાની સમસ્યા,માથામાં કિટાણુ ફેલાવવાના ખતરા જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો છો.