Mojemoj.com

Best Gujarati Blog

કાચી કેરીનું વઘારિયું (શાક) – પોરબંદરથી હિરલબેનની આ રેસીપી ટ્રાય કરવા જેવી છે

સામગ્રી:

500 gm કાચી કેરી ના મધ્યમ ટુકડા

700 gm સમારેલો કોલ્હાપુરી ગોળ
50 gm સિંગતેલ
રાય જીરૂ હિંગ મેથી વઘારમાટે
મીઠું હળદર લાલમરચું ધાણાજીરૂ સ્વાદમુજબ.

રીત:

કાચી કેરીને ધોઇને કોરી કરી મધ્યમ ટુકડા કરવા,

કોલ્હાપુરી ગોળ સમારવો. હવે જાડા તળિયાવાળી કડાઈને ગેસ પર મુકો,

તેલ ઉમેરો તેલ ગરમ થતાં કેરીનાં ટુકડા ઉમેરી સાંતળવું. હવે મીઠું અને હળદર ઉમેરો, કેરી ચડવા લાગે એટલે એમાં ગોળ ઉમેરવો.

ગોળનું પાણી બળી જાય અને ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી ગેસ પર રહેવા દો.

હવે ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ પરથી ઉતારી લો અને એમાં લાલમરચું અને ધાણાજીરૂ ઉમેરી દો.

ઠંડું થયાં બાદ ભાખરી પરાઠા પુરી સાથે પીરસો.
થોડું ચડિયાતું તેલ મુકી બનાવો તો 1 2 મહીના સારું રહે છે.


ગળચટ્ટો ટેસ્ટ વચ્ચે વચ્ચે આવતાં કેરીનાં ચન્કસ વળી જામ જેવું ટેક્ષ્ચર.

હીરલ હેમાંગ ઠકરાર

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!