Mojemoj.com

Best Gujarati Blog

કેટરીના કૈફ ફિદા છે આ ‘રઈસ’ ખાનદાનનાં દિકરા પર, ડેટિંગ થઈ રહી છે : ફોટો જોઇને હેરાન થઇ જશો

જ્યારે પણ મોટા ઘરના બાળકોની વાત નીકળે એટલે તરત જ આપણાં મગજમાં બગડેલ, ઘમંડી અને આવરા છોકરાની છબી ઉદ્દભવે છે. જો આપણે વાત કરીએ ભારતના સૌથી ધનવાન અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની, તો એમની એક અલગ જ ઓળખ છે. દેશ-વિદેશમાં ભાગ્યે જ કોઈ અપવાદ હશે કે જે મુકેશ કાકાને ન ઓળખતું હોય. મુકેશ અંબાણીનું નામ ભારતના મશહૂર ઉદ્યોગપતિઓમાં મોખરે છે.

એટલા ધનવાન અને સફળ હોવા છતાં તે ખૂબ જ નમ્ર અને વિવેકપૂર્ણ જીવન જીવનાર વ્યક્તિ છે. માત્ર મુકેશ અંબાણી જ નહી, પરંતુ તેમનો પુત્ર આકાશ અંબાણી પણ આ બધા ગુણો ધરાવે છે. તેમની સાદગી અને સંસ્કાર જોતાં કોઈને એવું ન લાગે કે એમનો ઉછેર આવડા મોટા ખાનદાનમાં થયો હશે. તેમના પિતાની જેમ જ આકાશ પણ અત્યંત સરળ અને શાંત સ્વભાવના છે. પરંતુ આજે અમે તમને જે સમાચાર આપવાના છીએ એ વાંચીને તમને આશ્ચર્ય જરૂર થશે. આ વાંચ્યા પછી તમે પણ બોલી ઉઠશો કે, આટલા શાંત હોવા છતાં આકાશ ભાઈએ બૉલીવુડમાં સીધો છક્કો ફટકાર્યો છે. તેમણે બોલીવુડની એક એવી અભિનેત્રીનું દિલ ચોરી કરી લીધું છે કે જેના માટે લાખો લોકો તરસે છે. ચાલો, આપણે આ વિશે વિગતવાર જાણીએ…..

આકાશ અને કેટરીના વચ્ચે ચાલી રહ્યું છે કંઈક સ્પેશિયલ:


સૂત્રોના જણાવ્યા મુજબ, મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ વચ્ચે કંઈક ખાસ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેટરિના કૈફનું બ્રેકઅપ થઈ ગયું છે. સતત છ વર્ષ સુધી રણબીર કપૂર સાથે રહ્યા પછી કેટરીના સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. હવે એ તો સ્પષ્ટ છે કે આટલા લાંબા રીલેશન બાદ અચાનક અલગ થવાથી દુઃખ અને એકલતાનો અનુભવ તો થાય જ ને !! તેથી હવે કેટરીનાએ પોતાની એકલતા દૂર કરવા માટે આકાશ અંબાણી સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું છે.

ગયા વર્ષે કેટરીના અને આકાશે એક સાથે દિવાળીની ઉજવણી કરી હતી, ત્યાર બાદ તે બન્ને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. પણ તાજેતરમાં જ બન્નેને ફરી એકવાર સાથે જોવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્ને એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યા હતા અને તે સમયે તેઓ કારમાં ડેટ માટે જઈ રહ્યા હતા. જુઓ વિડિયો.

આકાશને ક્રિકેટનો શોખ છે.


આકાશનાં સારા સંસ્કાર તેના ઉત્તમ ઉછેરને દર્શાવે છે. એટલા મોટા ઉદ્યોગપતિનો દિકરો હોવા છતાં તેણે ક્યારેય એ બાબતનો ગેરલાભ નથી ઉઠાવ્યો. શાળા જીવન દરમિયાન પણ આકાશ મોંઘી કાર છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટથી શાળા એ આવતા-જતા. શાળાએ જતી વખતે માતા નીતા અંબાણી તેમને દરરોજ ફક્ત 5 રૂપિયા આપતા હતા. આકાશને બાળપણથી જ ક્રિકેટનો ખૂબ જ શોખ છે અને એટલે જ લગભગ આઈ.પી.એલ.ની મોટા ભાગની મેચમાં તેઓ પોતાની મમ્મી સાથે દેખાય છે.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!