Mojemoj.com

Best Gujarati Blog

જાણી લો – લગ્નની પ્રથમ રાત્રે દૂધ પીવાનું કારણ શું છે?

આપણે જાણીએ છીએ કે,ભારત પરંપરાઓનો દેશ છે.અહીં અનેક રીત-રીવાજો બહુ જુના સમયથી ચાલ્યા આવે છે.આજની પેઢીને એમાના ઘણા ખરા રીવાજો વિશે ખબર હશે તો ઘણા વિશે નહીં પણ હોય.ઘણા રીવાજોને આજની પેઢી ફોલો કરે છે તો ઘણાને હાસ્યાસ્પદ અથવા અનૈતિક ગણી નકારી કાઢે.યુગ બદલાય તેમ પરંપરાઓમાં પણ થોડી ઘણી બાંધછોડ થાય છે.

આવા રીવાજોમાં લગ્ન સમયની પરંપરાઓના રીવાજોનો પણ સમાવેશ થાય છે.માંગલિક પ્રસંગના મોટા ભાગના રીવાજો આજે પણ અનુસરવામાં આવે છે.જેમાંના ઘણા રીવાજો કેટલા પુરાણા હશે એ તો કોણ જાણે!પણ આ પરંપરાઓમાં આશ્વર્ય અને રહસ્યમયી વાતો પણ સમાયેલી હોય છે.આ માંની અમુક રસમ મુખ્ય હોય છે.

લગ્ન સમયના અમુક રીવાજો દિલચસ્પ હોય છે.જેમાં રસ પડવો સ્વાભાવિક છે.જેમ કે,હાથોની પાછળ ચોખા નાખવા,કન્યાના ગૃહપ્રવેશ વખતે પગ વડે ચોખાનો કળશ નીચે પાડવો જેવી પરંપરાઓ મુખ્ય છે.આવી જ એક પરંપરા છે – લગ્નની પ્રથમ રાત્રિ વખતે વર-વધૂને દૂધ પીવડાવવું.

ઘણા સમયથી આ રીવાજ ચાલ્યો આવે છે.જો કે,મોટા ભાગના લોકો આ રીવાજ પાછળનું વૈજ્ઞાનિક કહી શકાય તેવું કારણ નથી જાણતા.આજે અમે તમને જણાવી રહ્યાં છીએ આ દિલચસ્પ રીવાજ પાછળના આશ્વર્યજનક કારણ વિશે :

લગ્નની પ્રથમ મિલનરાત્રીએ નવવધૂ પોતાના પતિને કેસર-બાદામ મેળવેલું દૂધ પીવા માટે આપે છે.જેમાં કાલી મીર્ચ કે બદામનો પાવડર પણ મેળવવામાં આવે છે.

પ્રશ્ન થાય કે શા માટે આવું?તો જવાબ વાંચી લો –

દૂધ બાકીની બધી ચીજો કરતાં પવિત્ર માનવામાં આવે છે.આથી લગ્નજીવનના આરંભની રાત્રિએ દૂધનું સેવન આદર્શ માનવામાં આવે છે,શુકનવંતુ માનવામાં આવે છે.

કામસૂત્રના આધારે દર્શાવવામાં આવે છે કે,દૂધના સેવનથી પતિ-પત્ની વચ્ચે શારીરીક સબંધો બનાવવા માટેની એનર્જી વધી જાય છે.લગ્નજીવન નિભાવવા માટે એકબીજાની કામ-ભૂખ સંતોષાય એ અત્યંત જરૂરી કારણ છે.આના લીધે બંને પક્ષે સંતોષ પ્રાપ્ત થાય છે અને કામભૂખ ના રહેવાથી અન્ય ખરાબ માર્ગે પગ ભરાતા નથી.

દૂધમાં કેસર અને બદામ મેળવીને પીવાથી શારીરીક થકાવટ દુર થાય છે અને એક નવી ઉર્જાનો સંચાર થાય છે.શરીરમાં રહેલ એસ્ટ્રોન અંત:સ્ત્રાવના નિર્માણ માટે પ્રોટીનની આવશ્યકતા હોય છે અને દૂધમાંથી તે મળી રહે છે.વળી કામ માટે કેસર-બાદામયુક્ત દૂધ પાવર શક્તિ પ્રદાન કરનાર પણ બની જાય છે.

હવે તમે સમજી ગયાં હશો કે શું છે મહત્વ આ રીવાજનું!

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!